- National
- પ્રયાગરાજમાં કન્યા પોતે બગીમાં બેસીને વરરાજાના ઘરે લગ્ન કરવા ગઈ! જાન કાઢીને જાનૈયાઓને લઈને વાજતે ગાજ...
પ્રયાગરાજમાં કન્યા પોતે બગીમાં બેસીને વરરાજાના ઘરે લગ્ન કરવા ગઈ! જાન કાઢીને જાનૈયાઓને લઈને વાજતે ગાજતે ગઈ
તમે અનેક પ્રકારના લગ્ન જોયા હશે, પરંતુ આવા લગ્ન તમે ભાગ્યે જ જોયા હશે. સંગમની નગરી પ્રયાગરાજ શહેરમાં એક અનોખા લગ્ન આજકાલ છવાયેલા છે, જ્યાં એક રાષ્ટ્રીય સ્તરની મહિલા ક્રિકેટરે એક અનોખા લગ્નની જાન કાઢી હતી. કન્યા પોતે પોતાના સાસરિયાના ઘરે જાનૈયાઓને લઈને વાજતે ગાજતે બગીમાં બેસીને ગઈ હતી. કિડગંજ વિસ્તારમાં નીકળેલી આ જાનમાં કન્યા DJના તાલે નાચતી જોવા મળી. પિતા રાજેશ જયસ્વાલનું સ્વપ્ન હતું કે તેમની પાંચ પુત્રીઓના લગ્ન છોકરાઓની જેમ ભવ્ય રીતે થાય, અને તેમણે તે પૂર્ણ કર્યું.
તમે ઘણા લગ્નમાં જોયું હશે કે જ્યાં વરરાજા પોતાના સાસરિયાના ઘરે જાન લઈને જાય છે. પરંતુ સંગમ શહેર પ્રયાગરાજમાં, એક અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. કન્યાએ પોતે જ પોતાના સાસરિયાના ઘરે પોતાની જાન લઈને ગઈ હતી. લગ્નના જાનૈયાઓ રસ્તા પર DJના તાલે નાચતા હતા, અને કન્યા પણ ખુશીથી નાચતી જોવા મળી હતી. આ અનોખી જાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના કિડગંજ વિસ્તારમાં નીકળી હતી.
હકીકતમાં, રાજેશ જયસ્વાલને કોઈ દીકરો નથી, ફક્ત 5 પુત્રીઓ જ છે. તેમણે દીકરીઓને દીકરાની જેમ ઉછેરી હતી. રાજેશ જયસ્વાલનું સ્વપ્ન હતું કે તેમની પુત્રી તનુના લગ્નની જાન, છોકરાઓની જેમ ભવ્ય રીતે નીકળે.
આ માટે, તેમણે એક આમંત્રણ પત્રિકા છપાવી અને લોકોને આમંત્રણ મોકલાવ્યું, જેમાં લખ્યું હતું, 'અમારી પુત્રીના લગ્નની જાન નીકળશે.' જ્યારે લગ્નનો દિવસ આવ્યો, ત્યારે કન્યા પક્ષ, બગી અને બેન્ડ વાજા સાથે, વરરાજાના ઘરે જવા માટે નીકળ્યા. જેમ જેમ આ અનોખી જાન પ્રયાગરાજની શેરીઓમાંથી પસાર થઈ, લોકો જોતા જ રહી ગયા. કન્યા તનુ એક બગીમાં સવાર થઈ, નાચતી ગાતી અને ડાન્સ કરી રહી હતી, આજુ બાજુ જાનૈયાઓ ચાલી રહ્યા હતા. બધા નાચતા ગાતા મુથીગંજમાં વરરાજાના ઘરે પહોંચ્યા.
https://www.instagram.com/reel/DRgs6-LCRe7/
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કન્યા તનુ તેની જાનને વરરાજાના ઘરે લઈ જતી દેખાય છે. તનુ એક બગીમાં બેસીને લગભગ બે કિલોમીટર સુધી નાચતી નાચતી ગઈ હતી. આ અનોખી જાન ને જોવા માટે કેટલાક લોકો રસ્તાની બાજુમાં ઉભા રહી ગયા હતા, તો કેટલાક પોતાની બાલ્કનીમાંથી તેને જોઈ રહ્યા હતા. દરેક લોકો તેનો વીડિયો લેતા જોવા મળ્યા હતા.
આ અનોખા લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે તેમાં દહેજની આપ-લે થઈ ન હતી. બંને પરિવારોએ આ પગલા દ્વારા સામાજિક સમાનતાનો સંદેશ આપ્યો. તનુ કહે છે કે તે ચોથી બહેન છે અને તેના પરિવારમાં તેનો કોઈ ભાઈ નથી, તેથી તેણે તેના પિતાની ઇચ્છા પૂરી કરવા માટે આ ખાસ સમારોહ બનાવ્યો.
તનુએ 2013માં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તે અંડર-19 અને અંડર-20 રમી છે. તે જિલ્લા, વિભાગીય, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમી ચૂકી છે. તે રાષ્ટ્રીય સ્તરે રમવા માટે ઇન્દોર પણ ગઈ હતી. તેણે આગ્રા, ચિત્રકૂટ અને ઝાંસીમાં વિભાગીય સ્તરે મેડલ પણ જીત્યા છે.

