સુહાગરાતે અંદરથી બંધ નહોતો દરવાજો, બીજા દિવસે સવારે રૂમનું દૃશ્ય જોઇને પરિવારજનો થઇ ગયા સ્તબ્ધ

લગ્નની ખુશીઓ, ઘરમાં સગા-સંબંધીઓની ભીડ અને મોડી રાત સુધી ચાલતી ઉજવણી.. પરંતુ તે જ ઘરમાં બીજા દિવસે સવારે જે દૃશ્ય સામે આવ્યું તેણે સૌને હચમચાવી નાખ્યા. સિદ્ધાર્થનગરના એક ગામમાં નવપરિણીત યુગલ દેશરાજ ચૌહાણ અને અનિતા ચૌહાણના લગ્નની પ્રથમ રાત્રે જ થયેલા મૃત્યુ અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુહાગરાત હતી, છતા રૂમનો દરવાજો અંદરથી બંધ કરવામાં આવ્યો નહોતો. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, સવારે જ્યારે વરરાજાની કાકી બંનેને જગાડવા માટે રૂમ પાસે ગઇ અને તેમને અવાજ લગાવ્યો, ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ તેમણે દરવાજાને હળવો ધક્કો માર્યો અને તે ખૂલી ગયો. અંદરનું દૃશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા. દેશરાજ ફાંસીના ફંદા પર લટકી રહ્યો હતો, જ્યારે અનિતા પલંગ પર મૃત હાલતમાં પડી હતી.

પરિવારના જણાવ્યા મુજબ, દેશરાજ અને અનિતાના લગ્ન સોમવારે થયા હતા. લગ્ન બાદ સગા-સંબંધીઓ અને પરિચિતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન પછી, પરિવારના મોટાભાગના સભ્યો સૂઈ ગયા હતા; ગરમીને કારણે ઘણા લોકો ધાબા પર સૂતા હતા. પરિવારે જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન કોઈ વિવાદ કે અવાજ સંભળાયો નહોતો. સવારે, જ્યારે ઘરના લોકો જાગવા લાગ્યા, ત્યારે વરરાજાની માસી નવદંપતિને જગાડવા તેમના રૂમમાં ગઇ હતી. તેણે બહારથી અવાજ લગાવ્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. માસી મીનાક્ષીએ જણાવ્યું કે જ્યારે તેમના અવાજ પર કોઈ પ્રતિક્રિયા ન મળી, ત્યારે તેણે દરવાજાને થોડો ધક્કો માર્યો. દરવાજો ખૂલી ગયો. તેણે જે દૃશ્ય જોયું તેનાથી પરિવારમાં આઘાત અને શોકનું મોજું ફરી વળ્યું. માસીએ જણાવ્યું કે દેશરાજ ફાંસીના ફંદા પર લટકી રહ્યો હતો અને અનિતા પલંગ પર પડી હતી. રાત્રિ દરમિયાન તેમને લડાઈ કે ઝઘડાનો કોઈ અવાજ સંભળાયો નહોતો; પરિવારના લોકો ધાબા પર સૂતા હતા, જ્યારે યુગલ રૂમમાં હતું.

આ ઘટના બાદ, અનિતાના પિયર પક્ષે પણ રૂમના દરવાજાની સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા છે. અનિતાની બહેને જણાવ્યું હતું કે જ્યારે સવારે ઘટનાના સમાચાર મળ્યા, ત્યારે તેઓ સમજી શક્યા ન હતા કે આખરે બંનેનું મૃત્યુ કેવી રીતે થયું. તેમના જણાવ્યા મુજબ, જો રૂમની અંદર કોઈ વિવાદ કે સંઘર્ષ થયો હોત, તો પડોશીઓને તેનો અવાજ સંભળાયો હોત. રૂમનો દરવાજો અંદરથી બંધ નહોતો. અનિતાની બહેને જણાવ્યું હતું કે લગ્ન બંને પરિવારોની સંમતિથી થયા હતા; દંપતી વચ્ચે અગાઉથી સંબંધ હતા અને પરિવારોએ તેમના લગ્ન ગોઠવ્યા હતા. એવામાં, લગ્નના થોડા કલાકો બાદ જ થયેલા તેમના મૃત્યુને કારણે વર અને કન્યા પક્ષના લોકો આઘાતમાં છે.

wedding-night-death3
bhaskarenglish.in

દેશરાજ ચૌહાણ અને અનિતા ચૌહાણ પહેલાથી જ એકબીજાને ઓળખતા હતા અને તેમના લગ્ન પરિવારોની મંજૂરીથી નક્કી કરવામાં આવ્યા હતા. દેશરાજ થોડા સમયથી ઘરથી દૂર કામ કરતો હતો; ગામમાં પરત ફર્યા બાદ અનિતા પણ થોડા દિવસો પહેલા જ જાનિયાજોત સ્થિત તેના ઘરે આવી ગઇ હતી. પરિવારોની સંમતિથી, સોમવારે બંસીના ટેકધર બાબા મંદિરમાં લગ્ન સંપન્ન થયા હતા. લગ્ન બાદ ઘરમાં ખુશીનું વાતાવરણ હતું; સંબંધીઓ એકઠા થયા હતા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે લગ્ન પછીની તારીખે યોજાવાના હતા, પરંતુ સંજોગોને કારણે પરિવારોની સંમતિથી લગ્ન વહેલા કરી દેવામાં આવ્યા હતા.

પરિવાર માટે સૌથી મૂંઝવનારો પ્રશ્ન એ છે કે જે ઘરમાં થોડા કલાકો પહેલાં લગ્નની ખુશીઓ હતી, ત્યાં સવાર સુધીમાં અચાનક શોકનું મોજું ફરી વળ્યું. પરિવારજનોના જણાવ્યા અનુસાર, રાત્રિભોજન પછી બધા સૂઈ ગયા હતા; કોઈએ આવી દુર્ઘટનાની કલ્પના પણ કરી નહોતી. સવારે નવદંપતીના રૂમનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો અને અંદર તેમની હાલત જોઈને પરિવારમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. બંસી કોતવાલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી, જ્યારે ફોરેન્સિક ટીમે મહત્ત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થશે.

Sandeep-Dhanani2
bombaysamachar.com

બંસી વિસ્તારના સર્કલ ઓફિસર (CO) શુભેન્દુ સિંહના જણાવ્યા અનુસાર, પોલીસને 22 સપ્ટેમ્બરના રોજ સવારે 6-7 વાગ્યા વચ્ચે જાનિયાજોત ગામમાં એક દંપતીના મૃત્યુ અંગે માહિતી મળી હતી. પોલીસ કર્મચારીઓ અને સર્કલ ઓફિસર ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થળની તપાસ કરી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ અધિકારી (CO)ના જણાવ્યા અનુસાર, પરિવારની પૂછપરછથી મૃત્યુનું કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે, પોલીસ સામે અનેક પ્રશ્નો છે, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ તેના જવાબો મળી શકશે.

પરિવાર સામેનો એક અન્ય પ્રશ્ન એ છે કે રાત્રિ દરમિયાન રૂમમાંથી કોઈ પ્રકારનો અવાજ કેમ ન સંભળાયો? વરરાજાના માસીએ જણાવ્યું હતું કે રાત્રિભોજન બાદ પરિવારના સભ્યો સૂઈ ગયા હતા; ગરમીને કારણે ઘણા લોકો ધાબા પર સૂતા હતા. સંબંધીઓના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે રાત્રે કોઈ વિવાદ કે ઝઘડાની કોઈ જાણકારી નથી. લગ્ન બાદ દંપતી તેમના રૂમમાં જતા રહ્યા હતા અને સવાર સુધીમાં વધુ સામાન્ય માનીને પરિવારના લોકો સૂતા રહ્યા હતા. હવે તપાસનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો એ પણ હશે કે રાત્રિ દરમિયાન વાસ્તવમાં રૂમની અંદર શું બન્યું હતું?

About The Author

Related Posts

Top News

એશિયન ગેમ્સમાં ભારત-પાકિસ્તાન મેચ ક્યારે રમાશે? સમજો સંપૂર્ણ સમીકરણ

20મી એશિયન ગેમ્સ જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહી છે, જ્યાં 24 સપ્ટેમ્બર એટલે કે આજથી પુરુષોની ક્રિકેટ ઇવેન્ટ શરૂ થવાની...
Sports 
એશિયન ગેમ્સમાં ભારત-પાકિસ્તાન મેચ ક્યારે રમાશે? સમજો સંપૂર્ણ સમીકરણ

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200 પોઈન્ટનું ગાબડું, 4 લાખ કરોડ ધોવાયા, 3 કારણો જવાબદાર

ભારતીય શેરબજારમાં ગુરુવારે ભારે વેચવાલી જોવા મળી. શરૂઆતથી જ દબાણ હેઠળ રહેલા બજારમાં ટ્રેડિંગના અંત સુધીમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો....
Business 
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200 પોઈન્ટનું ગાબડું, 4 લાખ કરોડ ધોવાયા, 3 કારણો જવાબદાર

શું ખૈલૈયાઓની રમઝટ બગાડશે વરસાદ? અંબાલાલ પટેલે 17 ઓક્ટોબર સુધીની કરી આગાહી, જાણો વરસાદને લઇને શું કહે છે હવામાન વિભાગ

ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજ્યમાં ગરમી અને વરસાદ એમ બંને પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે....
Gujarat 
શું ખૈલૈયાઓની રમઝટ બગાડશે વરસાદ? અંબાલાલ પટેલે 17 ઓક્ટોબર સુધીની કરી આગાહી, જાણો વરસાદને લઇને શું કહે છે હવામાન વિભાગ

DSPના ઘરે ACBની રેડ, નોટોના ઢગલાને ઢગલા મળ્યા, DSP સસ્પેન્ડ

તેલંગાણા એન્ટી-કરપ્શન બ્યૂરો (ACB)એ સસ્પેન્ડ કરાયેલા DSP સંકીરેડ્ડી ભીમ રેડ્ડી સામે આવક કરતા વધુ સંપત્તિના કેસમાં તપાસ તેજ...
National 
 DSPના ઘરે ACBની રેડ, નોટોના ઢગલાને ઢગલા મળ્યા, DSP સસ્પેન્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.