'25 વર્ષની ઉંમરે દીકરીઓ ચાર જગ્યાએ મોં મારી ચૂકી હોય છે...' કહેનાર અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ કેસ દાખલ

મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે વૃંદાવનના કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે તેના વિરુદ્ધ ફરિયાદ (પરિવાદ) દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

આ મામલો અખિલ ભારતીય હિંદુ મહાસભા, આગ્રાના જિલ્લા અધ્યક્ષ મીરા રાઠોડે કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને સીજેએમ કોર્ટે સ્વીકારીને ફરિયાદ નોંધવા કહ્યું છે.

03

ઓક્ટોબર મહિનામાં કથાવાચક અનિરુદ્ધાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેણે દીકરીઓ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘આજકાલની દીકરીઓના લગ્ન 25 વર્ષની ઉંમરે થાય છે, ત્યાં સુધીમાં તેઓ ઘણી જગ્યાએ મોં મારી ચૂકી હોય છે.’ આ નિવેદનને કારણે મોટો વિવાદ સર્જાયો હતો અને ઘણો હોબાળો થયો હતો.

આ મામલે વૃંદાવન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ આપવામાં આવી હતી, પરંતુ પોલીસે કેસ દાખલ કર્યો ન હતો. હવે આ મામલે 1 જાન્યુઆરીના રોજ કોર્ટમાં ફરિયાદીના નિવેદન નોંધવામાં આવશે.

અરજદાર મીરા રાઠોડે જણાવ્યું કે આ પ્રકારનું નિવેદન આપણા સાધુ-સંતોને શોભતું નથી. તેમના નિવેદન વિરુદ્ધ મેં વૃંદાવન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. ત્યારબાદ અમે કોર્ટનો સંપર્ક કર્યો, જ્યાં અમારી અરજી સ્વીકારવામાં આવી છે. હવે કોર્ટ નિર્ણય કરશે. અમારી માંગ છે કે કથાવાચક અનિરુદ્ધાચાર્ય મહારાજ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે અને તેમને જેલમાં મોકલવામાં આવે.’

02

તેમણે આગળ કહ્યું કે, ‘જ્યારથી મેં અરજી દાખલ કરી છે ત્યારથી મારા વાળ ખુલ્લા છે. મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી કેસ દાખલ નહીં થાય ત્યાં સુધી હું વાળ નહીં બાંધું. અને હવે કદાચ વાળ બાંધવાનો સમય આવી ગયો છે.’

જ્યારે આ નિવેદન વિશે અનિરુદ્ધાચાર્યને પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું હતું કે તેના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેણે સ્પષ્ટતા કરી હતી કે આ વાત તેમણે સ્ત્રી અને પુરુષ બંને માટે કહી હતી. તેણે કહ્યું હતું કે જો સ્ત્રી ઘણા પુરુષો સાથે સંબંધ રાખે છે, તો તે ચારિત્ર્યવાન હોઈ શકે નહીં, અને જે પુરુષ ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે, તે વ્યભિચારી છે. તેમણે દાવો કર્યો હતો કે આ મામલાને તોડી-મરોડીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

અમિત શાહે લોકસભામાં 'મત ચોરી'ના આ 3 કેસો અંગે કરી વાત, સંસદમાં મચ્યો હોબાળો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર ‘મત ચોરી’ના 3 આરોપ લગાવ્યા...
Politics 
અમિત શાહે લોકસભામાં 'મત ચોરી'ના આ 3 કેસો અંગે કરી વાત, સંસદમાં મચ્યો હોબાળો

PM મોદીના ઉત્તરાધિકારી કોણ? RSS પ્રમુખ મોહન ભાગવતે આપ્યો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે? જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ...
National 
PM મોદીના ઉત્તરાધિકારી કોણ? RSS પ્રમુખ મોહન ભાગવતે આપ્યો જવાબ

PM નરેન્દ્ર મોદી-રાષ્ટ્રપતિ પુતિનની સેલ્ફીથી USમાં હલચલ.. ફસાઈ ગયા ટ્રમ્પ!... અમેરિકામાં વિપક્ષે ગંભીર આરોપ લગાવ્યા

તાજેતરમાં, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને દેશો...
World 
PM નરેન્દ્ર મોદી-રાષ્ટ્રપતિ પુતિનની સેલ્ફીથી USમાં હલચલ.. ફસાઈ ગયા ટ્રમ્પ!... અમેરિકામાં વિપક્ષે ગંભીર આરોપ લગાવ્યા

ગુજરાત પોલીસ સ્માર્ટ બની, કોન્સ્ટેબલોએ AI-ડ્રોનથી પકડ્યો 1.9 કરોડનો ગાંજો: હર્ષ સંઘવી

સુરત: કાયદા-વહીવટના ભવિષ્યની ઝાંખી કરાવતી એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગુજરાતના પછાત અને આદિવાસી વિસ્તાર દાહોદ જિલ્લાના પોલીસ દળે મેળવી છે. તેમણે...
Gujarat 
ગુજરાત પોલીસ સ્માર્ટ બની, કોન્સ્ટેબલોએ AI-ડ્રોનથી પકડ્યો 1.9 કરોડનો ગાંજો: હર્ષ સંઘવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.