CJP તો બનાવી લીધી, પરંતુ 'કોકરોચ' ચૂંટણી ચિહ્ન મળવું મુશ્કેલ, જાણો ચૂંટણી પંચના નિયમો

કોકરોચ જનતા પાર્ટી અથવા CJP નામની એક પાર્ટી ફક્ત પાંચ દિવસ અગાઉ જ ઓનલાઈન બનાવવામાં આવી હતી. તેની સ્થાપના અભિજીત દિપક નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી, જે હાલમાં અમેરિકાના બોસ્ટન શહેરમાંથી તેનું સંચાલન કરી રહ્યો છે. આ પાર્ટી પોતાના મજેદાર અને સરકાર વિરોધી અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર, તેણે લોકપ્રિયતામાં વિશ્વના સૌથી મોટા રાજકીય પાર્ટી ગણાતા ભાજપને પણ પાછળ છોડી દીધી છે. તૃણમૂલ કોંગ્રેસના બે સંસદસભ્યો (સાંસદો) પણ પાર્ટીમાં જોડાયા છે, જોકે આ બધું સોશિયલ મીડિયા પર જ થયું છે. ગુરુવારે ભારતમાં CJPનું 'X' (અગાઉ ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. હવે, પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આ પાર્ટી ક્યારેય ગંભીરતાથી ચૂંટણી લડવાનું નક્કી કરે છે, તો શું તેને કોકરોચનું ચૂંટણી પ્રતિક મળશે? અને શું તેને મોબાઇલ ફોનનું પ્રતિક મળશે, જેની તેણે માંગ કરી છે?

Cockroach-Janta-Party1
hindustantimes.com

આ સમજવા માટે, સૌ પ્રથમ ભારતમાં ચૂંટણી પ્રતિકોના નિયમો જાણવા પડશે. ભારતમાં ચૂંટણી પંચ (ECI) દ્વારા ચૂંટણી પ્રતિકોની ફાળવણી કરવામાં આવે છે. પ્રતિકો બે અલગ-અલગ શ્રેણીઓમાં આવે છે. એક હોય છે અનામત પ્રતિક, જે મુખ્ય, માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીઓને ફાળવવામાં આવે છે, જેમ કે ભાજપનું 'કમળ' અથવા AAPનું 'ઝાડું'.

બીજી શ્રેણીમાં મુક્ત પ્રતિકોનો સમાવેશ થાય છે, જે નવા, નાના પક્ષો તેમજ સ્વતંત્ર ઉમેદવારોને સોંપવામાં આવે છે. આવા પ્રતિકોની એક વ્યાપક સૂચિ છે, જેમાં 100થી વધુ વિકલ્પો છે, જેમાં તાળું-ચાવી, એર કન્ડીશનર, લેપટોપ, ચેસબોર્ડ, CCTV કેમેરા, નેઇલ કટર અને અન્ય ઘણા વિકલ્પોનો સમાવેશ થાય છે. CJPએ પહેલા ECIમાં રાજકીય પાર્ટી તરીકે પોતાની નોંધણી કરાવવી પડશે, જે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29A હેઠળ થાય છે. આ નોંધણી પૂર્ણ કર્યા બાદ જ પાર્ટી ઔપચારિક રીતે ચૂંટણી પ્રતિક માટે અરજી કરી શકે છે.

હવે વાત કરીએ કોકરોચની. એક રજિસ્ટર્ડ રાજકીય પાર્ટીને ECI સમક્ષ તેની પસંદગીના 3 નવા પ્રતિકો પ્રસ્તાવિત કરવાની પરવાનગી છે. જોકે, 1968ના ચૂંટણી પ્રતિકો (આરક્ષણ અને ફાળવણી) આદેશમાં સ્પષ્ટ શરત છે કે, નવું પ્રતીક કોઈપણ પક્ષી કે પ્રાણી જેવું ન હોઈ શકે. કોકરોચ એક પ્રાણી છે એટલે આ નિયમ CJP માટે એક મોટો અવરોધ છે. તેમ છતા એ એક રસપ્રદ છે કે પ્રતિક અંગેનો અંતિમ નિર્ણય ECI પાસે રહે છે. તે નક્કી કરશે કે કોકરોચને પ્રાણીઓની શ્રેણી હેઠળ વર્ગીકૃત કરે છે કે નહીં. આ સમગ્ર બાબતમાં સૌથી મોટો વળાંક છે.

Cockroach-Janta-Party
hindustantimes.com

આ નિયમ 1991થી અમલમાં છે. તે સમયે પ્રાણી અધિકાર કાર્યકરોએ ફરિયાદ કરી હતી કે ચૂંટણી પ્રચાર દરમિયાન વાસ્તવિક પ્રાણીઓને ફેરવવામાં આવે છે અને તેમના પર ક્રૂરતા થાય છે. 2012માં ECIએ રાજકીય પાર્ટીઓને તેમના ચૂંટણી પ્રચારમાં પ્રાણીઓનો ઉપયોગ કરવાનું ટાળવાનો નિર્દેશ પણ આપ્યો હતો. એટલે, પ્રાણીઓ દર્શાવતા નવા પ્રતિકોની ફાળવણી બંધ કરવામાં આવી હતી. જોકે, સ્થાપિત પક્ષો જેમની પાસે પહેલાથી જ આવા પ્રતિકો હતા, જેમ કે BSPનો હાથી અને ફોરવર્ડ બ્લોકનો સિંહ, તેમને મુક્તિ આપવામાં આવી છે.

CJPને મોબાઇલ ફોન પ્રતિકની પસંદગી અંગે પણ ઝટકો લાગી શકે છે. CJPએ જાહેરાત કરી છે કે તેમનું ચૂંટણી પ્રતિક મોબાઇલ ફોન હશે; જોકે, ECIના મફત પ્રતિકોની યાદીમાં મોબાઇલ ફોન ક્યાંય નથી. જ્યારે યાદીમાં લેન્ડલાઇન ફોન અને મોબાઇલ ચાર્જરનો સમાવેશ થાય છે, ત્યારે મોબાઇલ ફોનનું નામ નથી. કુલ મળીને CJP હાલમાં ફક્ત સોશિયલ મીડિયા પર જ ધૂમ મચાવી રહી છે. ચૂંટણીની દુનિયામાં આવવું એ સરળ કાર્ય નહીં હોય અને અને કોકરોચનું ચૂંટણી પ્રતિક રાખવાનું વધુ મુશ્કેલ છે.

About The Author

Top News

AAP નેતા યુવરાજ સિંહ જાડેજાનો આરોપ- ટેલિગ્રામ ચેનલથી NEETના પેપરના નામે 5.74 કરોડ પડાવ્યા

તાજેતરમાં જ NEETની પરીક્ષાનું પેપર લીક થવાને લઈને ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી...
Gujarat 
AAP નેતા યુવરાજ સિંહ જાડેજાનો આરોપ- ટેલિગ્રામ ચેનલથી NEETના પેપરના નામે 5.74 કરોડ પડાવ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ, ભાજપના કાર્યકર્તાએ ગ્રામજનોનું પાણી બંધ કરી દીધું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ ભાજપના એક કાર્યકર્તાએ ગ્રામજનોનો પીવાનું પાણી બંધ કરી દીધું. બે દિવસ સુધી, ...
Gujarat 
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ, ભાજપના કાર્યકર્તાએ ગ્રામજનોનું પાણી બંધ કરી દીધું

સરકારને મળવાના છે 2.87 લાખ કરોડ રૂપિયા, જાણો કોણ આપવાનું છે

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક મોટો...
Business 
સરકારને મળવાના છે 2.87 લાખ કરોડ રૂપિયા, જાણો કોણ આપવાનું છે

ભાજપનો પ્લાન શું છે? સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા સ્ટાલિનની DMKને NDAમાં લાવશે કે શું?

તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ને સત્તામાંથી બહાર કરી દેવામાં આવી છે, અને TVKના વડા થલાપતિ વિજય ...
National 
ભાજપનો પ્લાન શું છે? સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા સ્ટાલિનની DMKને NDAમાં લાવશે કે શું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.