રામ મંદિર બનાવવાનું કામ અટક્યું, ક્યાં જતા રહ્યા શ્રમિકો? કંપની અને ટ્રસ્ટ...

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય અધ્ધર જ અટકી ગયું છે. સ્થિતિ એવી છે કે નિર્માણના કામની ગતિ છેલ્લા 3 મહિનાથી ધીમી પડી છે. કારણ એ છે કે અહી કામમાં લાગેલા મંજૂર પોત પોતાના ઘરે જતા રહ્યા છે અને હવે તેઓ પરત આવવા તૈયાર જ નથી. મજૂર રામ મંદિરનું નિર્માણ કરાવી રહેલી L&T કંપનીની વાત પણ આ સાંભળવા તૈયાર નથી. આવી સ્થિતિ જોઈને રામ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન ન્રૃપેન્દ્ર મિશ્રાએ તેમાં દખલઅંદાજી કરવી પડી છે અને તેમણે કંપનીને કહ્યું છે કે જલદી તેઓ 200 કરતા વધુ મજૂર અહી વધારે.

ઉલ્લેખનીય છે કે રામ મંદિર નિર્માણમાં મજૂરોની ભારે કમી આવી છે અને છેલ્લા 3 મહિનામાં રામ મંદિર નિર્માણની ગતિ ખૂબ જ ધીમી પડી છે. તેના કારણે રામ મંદિર બનાવવાનું જે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, તે મુજબ રામ મંદિરના નિર્માણમાં 2 મહિના સુધીનો વિલંબ થઈ શકે છે. રામ મંદિર નિર્માણ સમિતિ તરફથી ડિસેમ્બર 2024નું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે મજૂરોની કમીના કારણે લક્ષ્ય પૂરું કરવામાં પરેશાની સામે આવી રહી છે. અહી મજૂરોની કમી હોવાની વાત કરીએ તો તેની પાછળનું કારણ છે ભીષણ ગરમી.

આ લોકો ભારે ગરમીના કારણે પોત પોતાના ઘરે જતા રહ્યા છે. હવે મંદિરનું નિર્માણ કરાવી રહેલી L&T કંપની મજૂરોને પરત લાવવામાં સફળ થઈ રહી નથી. તેને લઈને કાલે મીટિંગ પણ બોલાવવામાં આવી. આ બેઠકમાં રામ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન ન્રૃપેન્દ્ર મિશ્રાએ કંપનીને કહ્યું છે કે રામ મંદિર નિર્માણ પૂરું કરવાનું લક્ષ્ય 2024 નક્કી કરવામાં આવ્યું છે. સૌથી મોટો પડકાર મંદિરના શિખરના નિર્માણનો છે. શિખરનું નિર્માણ ત્યારે જ થઈ શકે છે, જ્યારે બીજા તળનું નિર્માણ પૂરું થઈ જાય.

તેમના મુજબ જો આજની ગતિથી નિર્માણ કરવામાં આવ્યું તો 2 મહિના સુધીનો વિલંબ થઈ શકે છે. તેમણે L&Tને નિર્દેશ આપ્યો છે કે તેઓ મજૂરોની સંખ્યા તાત્કાલિક વધારે અને રામ મંદિર નિર્માણની ગતિ જે અપેક્ષિત છે, જે છેલ્લા 3 મહિનામાં ધીમી થઈ છે, તેને પૂરી કરે. મજૂરોની સંખ્યામાં ભારે કમી છે. એવામાં કંપની તરફથી 200 થી 250 મજૂર હજુ વધારવામાં ન આવ્યા તો નિશ્ચિત જ ડિસેમ્બરમાં કામ પૂરું નહીં થઈ શકે. તો કંપનીએ મજૂરોની સંખ્યા વહેલી તકે વધારીને રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું કરવા કહેવામાં આવ્યું છે.

Related Posts

Top News

PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના સત્તાવાર PM હાઉસ પર ચાય...
World 
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
Business 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત...
Gujarat 
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
National  Politics 
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
Copyright (c) Khabarchhe All Rights Reserved.