બુર્ખો પહેરીને પોતાના જ ઘરમાં લૂંટ, પકડાઈ ગઈ તો નાની બહેનના નામે બનાવ્યું બહાનું

દિલ્હીના ઉત્તમ નગરમાં ચોરીની અનોખી ઘટના સામે આવી છે. એક મહિલાના ઘરમાં લાખોની ચોરી થઈ ગઈ. નાની દીકરીના લગ્ન માટે ભેગા કરેલા બધા ઘરેણાં ચોરી થઈ ગયા. મદદ માટે મહિલા પોલીસ પાસે ગઈ. તપાસ થઈ તો ખબર પડી કે મોટી દીકરીએ જ બુર્ખો પહેરીને ઘરમાં ચોરી કરી છે. પોલીસે પૂછપરછ કરી તો મોટી દીકરીએ ચોરી કરવા માટે હેરાન કરનારું કારણ બતાવ્યું. આરોપીની ઓળખ 31 વર્ષીય શ્વેતા તરીકે થઈ છે. ઘટના ઉત્તમ નગરમાં સેવક પાર્ક પાસેની છે.

અહી કમલેશ પોતાની 2 દીકરીઓ સાથે રહેતી હતી. 30 જાન્યુઆરીના બપોરે 2:00 વાગ્યાની આસપાસ ઘરમાં ચોરી થઈ. લાખોના ઘરેણાં અને 25 હજાર રૂપિયા કેસ ગાયબ થઈ ગયા. કમલેશે ઘટનાની ફરિયાદ પોલીસમાં નોંધાવી. પોલીસે તપાસ કરી તો જોયું કે ઘરમાં બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસવા કે તોડફોડના કોઈ નિશાન ઉપસ્થિત નથી. મુખ્ય દરવાજા અને કબાટના લોક પણ બંધ મળ્યા. ત્યારબાદ પોલીસે CCTV ફૂટેજની તપાસ કરી. જોયું કે, ઘટનાના સમયે બુર્ખો પહેરેલી એક મહિલા ઘરમાં ઘૂસી રહી છે.

ફૂટેજની તપાસમાં ખબર પડી કે આરોપી કમલેશની જ દીકરી હતી. પૂછપરછમાં શ્વેતાએ પોતાનો ગુનો સ્વીકાર્યો છે. તેણે જણાવ્યું કે, તેની માતા નાની બહેનને વધુ પસંદ કરતી હતી, જેના કારણે તેણે ચોરીનો પ્લાન બનાવ્યો. પ્લાનને અંજામ આપવા માટે પહેલા શ્વેતા જાન્યુઆરીમાં જ માતાનું ઘર છોડીને ક્યાંક દૂર રહેવા લાગી. તેણે એ પણ જણાવ્યું કે, તે ખૂબ દેવામાં હતી, જેને ચૂકવવાના ઉદ્દેશ્યથી તેણે ઘરેણાં અને રોકડની ચોરી કરી.

ચોરી કરેલા ઘરેણામાંથી કેટલાક શ્વેતાના જ હતા, જે તેણે પોતાની માતાને સંભાળીને રાખવા આપ્યા હતા. બાકી ઘરેણાં બહેનના લગ્ન માટે હતા. ચોરીવાળા દિવસે શ્વેતા ઘરની ચાવીઓ ચોરીને શાકભાજી લેવાના બહાને ઘરથી બહાર ગઈ અને પબ્લિક ટોયલેટમાં જઈને બૂર્ખો પહેર્યો. પછી તેણે ઘરમાં જઈને ચોરી કરી. આરોપીએ ઘરેણાં વેચી દીધા હતા, જેણે પોલીસે જપ્ત કરી લીધા છે.

About The Author

Top News

ખાડામાં પલટી ગઈ દારૂ ભરેલી કાર, લોકો મદદ કરવાની જગ્યાએ દારૂની બોટલો લઇને ભાગ્યા, જુઓ વીડિયો

બિહારના સમસ્તીપુરમાં માર્ગ અકસ્માત બાદ દારૂની લૂંટનો એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દલસિંહસરાયમાં NH-28 પર ભારે વરસાદ વચ્ચે, ...
National 
ખાડામાં પલટી ગઈ દારૂ ભરેલી કાર, લોકો મદદ કરવાની જગ્યાએ દારૂની બોટલો લઇને ભાગ્યા, જુઓ વીડિયો

હવે ચાર્જિંગની ચિંતા ખતમ! શું છે REEV, જે બદલી શકે છે EVની દુનિયાને?

ભારતમાં ઇલેક્ટ્રિક કારોની માંગ સતત વધી રહી છે, પરંતુ ચાર્જિંગ સ્ટેશન દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી. લાંબા અંતરની મુસાફરી...
Tech and Auto 
હવે ચાર્જિંગની ચિંતા ખતમ! શું છે REEV, જે બદલી શકે છે EVની દુનિયાને?

UKમાં ફ્લાઇટ્સ વ્યવસ્થા ખોરવાઈ..., મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઝુરિચમાં ઉતારવામાં આવી

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 131, જે લંડનના હીથ્રો એરપોર્ટ પર ઉતરવાની હતી, તેને બુધવારે ઝુરિચ તરફ વાળવામાં આવી હતી....
World 
UKમાં ફ્લાઇટ્સ વ્યવસ્થા ખોરવાઈ..., મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઝુરિચમાં ઉતારવામાં આવી

'હું એટલી બધી શક્તિનો ઉપયોગ કરીશ કે તેમને ઠંડા પાડી દઈશ...,આ ગોરખપુર પોલીસ છે?' હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને ઇન્સ્પેક્ટરની ધમકી!

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ શેરી, ચોક કે પોલીસ સ્ટેશનનો નથી, ...
National 
'હું એટલી બધી શક્તિનો ઉપયોગ કરીશ કે તેમને ઠંડા પાડી દઈશ...,આ ગોરખપુર પોલીસ છે?' હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને ઇન્સ્પેક્ટરની ધમકી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.