ડિપ્લોમેટે જણાવ્યું કેવી રીતે બંધ થશે ‘ઓપરેશન સિંદૂર’ની આગ

જ્યારથી પાકિસ્તાન દુનિયાના નકશા પર આવ્યું છે, ત્યારથી તે ભારત સાથે કોઈક ને કોઈ મુદ્દા પર બાખડતું રહ્યું છે. તાજેતરમાં જ, ‘ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને માર્યું.  ત્યારબાદ બંને દેશો વચ્ચે 4 દિવસ સુધી યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી. એવામાં, મોટો સવાલ એ છે કે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવશે? પાકિસ્તાનમાં લાંબા સમયા સુધી રાજદૂત રહેલા અને હાલના સમયમાં ઇઝરાયલમાં ભારતના રાજદૂત જે.પી. સિંહે તેનો એક ઉકેલ બતાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો પાકિસ્તાન હાફિઝ સઈદ, લખવી, સાજિદ મીર ને ભારતને સોંપી દે તો આખો મુદ્દો જ ઉકેલાઈ જશે.

જે.પી. સિંહે  અમેરિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો અમેરિકા તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરીને સોંપી શકે છે, તો પાકિસ્તાન હાફિઝ સઈદ, લખવી, સાજિદ મીરને કેમ નહીં સોંપી શકે? જો પાકિસ્તાન ભારતને સોંપી દે તો મામલો ખતમ થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે સિંધુ જળ સંધિ સ્થગિત છે, પરંતુ IWT ઓપરેશનલ છે. 

 

પાકિસ્તાનમાં અડ્ડા છે, એવું અમે કહી રહ્યા નથી. આ વાત તો પોતે પાકિસ્તાનનાં રક્ષા મંત્રી ખ્વાજા આસિફે હાલમાં જ ઓપરેશન સિંદૂર દરમિયાન BBCને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન કબૂલી છે. ખ્વાજા આસિફે કહ્યું હતું કે અમે અફઘાનિસ્તાનમાં અમેરિકાના ઓપરેશન દરમિયાન મદદગાર તરીકે આતંકી ફંડિંગ કર્યું હતું. આ વાત હવે ખૂબ જૂની થઈ ચૂકી છે. જો આતંકી સંયુક્ત રાષ્ટ્રના ઘોષિત  છે, તે હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે. તે હવે કોઈપણ પ્રકારની ગતિવિધિઓમાં સામેલ નથી. ભારતમાં થયેલા હુમલા તેમનું કોઈ લેવું-દેવું નથી.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.