- National
- ઓવૈસીએ સીઝફાયર પર ઉઠાવ્યા સવાલ, સરકારને પૂછ્યા 4 સવાલ
ઓવૈસીએ સીઝફાયર પર ઉઠાવ્યા સવાલ, સરકારને પૂછ્યા 4 સવાલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે, પરંતુ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ યુદ્ધવિરામની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવવા માટે કરતું રહેશે ત્યાં સુધી સ્થાયી શાંતિ સંભવ નથી. પછી સીઝફાયર હોય કે ન હોય, પહેલગામ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ સામે કાર્યવાહી ચાલુ રહેવી જોઈએ.

અસદુદ્દીન ઓવૈસીએ ભારતીય સેના અને સરકારનું સમર્થન કરતા કહ્યું કે, ‘હું હંમેશાં બાહ્ય આક્રમણ વિરુદ્ધ સરકાર અને સશસ્ત્ર બળો સાથે ઉભો રહ્યો છું, અને તે આગળ પણ આ ચાલુ રહેશે. હું આપણી સેનાની બહાદુરી અને અદ્વિતીય કૌશલ્યની પ્રશંસા કરું છું. હું શહીદ થયેલા જવાન એમ. મુરલી નાઈક, ADCC રાજ કુમાર થાપાને શ્રદ્ધાંજલિ આપું છું અને આ સંઘર્ષમાં માર્યા ગયેલા અથવા ઇજાગ્રસ્ત થયેલા નાગરિકો માટે પ્રાર્થના કરું છું. ઓવૈસીએ યુદ્ધવિરામથી સીમાવર્તી ક્ષેત્રોના લોકોને રાહત મળવાની આશા વ્યક્ત કરી, પરંતુ સાથે જ તેમણે સરકારને 4 સવાલ પણ પૂછ્યા છે.
https://twitter.com/asadowaisi/status/1921214880256082019
1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જગ્યાએ એક વિદેશી દેશના રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામની જાહેરાત કેમ કરી? શિમલા કરાર (1972) બાદ જ ભારત હંમેશાં ત્રીજા પક્ષના હસ્તક્ષેપ વિરોધમાં રહ્યું છે, તો હવે આપણે તેનો સ્વીકાર કેમ કર્યો? મને આશા છે કે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ નહીં થાય કેમ કે તે આપણો આંતરિક મામલો છે.
2. આપણે તટસ્થ ક્ષેત્રમાં વાતચીત માટે કેમ તૈયાર થયા? શું અમેરિકા એવી ગેરન્ટી આપશે કે પાકિસ્તાન ભવિષ્યમાં પોતાની ધરતી પરથી આતંકવાદને પ્રોત્સાહન નહીં આપે?

3. શું આપણે પાકિસ્તાનથી ભવિષ્યમાં આતંકવાદી હુમલાઓ રોકવાના આપણા લક્ષ્યમાં સફળ થયા છીએ, કે પછી માત્ર યુદ્ધવિરામ જ આપણું ઉદ્દેશ્ય હતું?
4. પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં નાખવા માટે આપણી આંતરરાષ્ટ્રીય ઝુંબેશ ચાલુ રહેવી જોઈએ.
ઔવેસીએ એવું પણ કહ્યું હતું કે, યુદ્ધવિરામ થાય કે ન થાય પણ ભારતે પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોનો પીછો કરવાનો ચાલુ રાખવો જોઈએ.
Related Posts
Top News
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું
Opinion
