એક્સપર્ટનો દાવો- 2500 વર્ષમાં એક વખત આવનારા ભૂકંપને પણ ઝીલી લેશે રામ મંદિર

22 જાન્યુઆરીએ આખો દેશ અને દુનિયાના રામભક્ત રામમય બની ગયા હતા. એ દિવસે રામલલા ગર્ભગૃહમાં બિરાજીત થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે મુખ્ય અતિથિ હતા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજનીતિ પણ થઈ. કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ભાજપ અને RSSની ઇવેંટ કહેતા તેણે નિમંત્રણ ઠુકરાવ્યું તો ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા તેને હિન્દુ વિરોધી ગણાવી. ખેર એ વાત તો રાજનીતિની રહી, પરંતુ શું તમે જાણો છો આ મંદિર કેટલું મજબૂત છે? શું એ ભૂકંપનો સામનો સારી રીતે કરી શકશે કે નહીં આવો જાણીએ એક્સપર્ટ શું કહે છે.

અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરને એ ભીષણતમ ભૂકંપને પણ ઝીલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે 2500 વર્ષમાં એક વખત આવવાની આશંકા હોય છે. વૈજ્ઞાનિકોએ આ જાણકારી આપી. અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને અહી મોટી સંખ્યામાં રોજ શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવી રહ્યા છે. વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક અનુસંધાન સાથે સંબંધિત કેન્દ્રીય ભવન અનુસંધાન સંસ્થા (CSIR- CBRI) રુડકીએ અયોધ્યાના મંદિર સ્થળ પર ઘણા વૈજ્ઞાનિક સ્ટડી કરી છે જેમાં ભૂ ટેક્નિકી વિશ્લેષણ, પાયાની ડિઝાઇનનું પુનર્નીરિક્ષણ અને 3D સંરચનાત્મક વિશ્લષણ અને ડિઝાઇન સામેલ છે.

CSIR- CBRIના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક દેબદત્તા ઘોષે જણાવ્યું કે, ભીષણ ભૂકંપથી મંદિરની સંરચનાત્મક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વૈજ્ઞાનિક સ્ટડી કરવામાં આવી હતી. CSIR- CBRIમાં સંરચનાઓના સંરક્ષણ માટે ઉત્કૃષ્ટતા કેન્દ્રના સમન્વયક ઘોષ અને મનોજીત સામંતે પાયાની ડિઝાઇન 3D સંરચનાત્મક વિશ્લેષણ અને રામ મંદિરના ડિઝાઇનની સમીક્ષા અને દેખરેખ કરવા માટે બનાવેલી ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ વૈજ્ઞાનિકોના CSIR- CBRIના ડિરેક્ટર પ્રદીપ કુમાર રામંચરલા અને તેમના પૂર્વવર્તી એન. ગોપાલકૃષ્ણને માર્ગદર્શન કર્યું હતું.

ઘોષે જણાવ્યું કે, 50થી વધુ કમ્પ્યુટર મોડલોનું અનુકરણ કરવા અને સુરક્ષા માટે વિભિન્ન સ્થિતિઓ હેઠળ તેનું વિશ્લેષણ કર્યા બાદ સંરચનાત્મક ડિઝાઇનની ભલામણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, સંપૂર્ણ સંરચનાનું નિર્માણ બંસી પહાડપુર બલુઆ પથ્થરનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે, જેમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને તેમાં 1000 વર્ષ સુધી કોઈ ખામી નહીં આવે.

  

About The Author

Top News

ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડે પ્લેઇંગ XIની કરી જાહેરાત

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી ખાતે ટેસ્ટ સીરિઝ શરૂ થવાની છે. 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ...
Sports 
 ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડે પ્લેઇંગ XIની કરી જાહેરાત

GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

છ મહિનાથી વધુ સમય પછી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક જુલાઈની શરૂઆતમાં સંસદના ચોમાસા સત્ર પહેલા...
Business 
GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે, જે લોકો નોકરીમાં છે, તેમને તેમના અધિકારીઓનો સહયોગ મળશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘મેરેજ હૉલ સુધી પહોંચવા નહીં દઈએ..’, Amazonના ફાઉન્ડરના લગ્નનો વેનિસના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે

Amazonના ફાઉન્ડર જેફ બેજોસના લગ્ન વિરુદ્ધ લોકો પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ધમકી આપી રહ્યા છે કે, તેઓ બેજોસના...
World 
‘મેરેજ હૉલ સુધી પહોંચવા નહીં દઈએ..’, Amazonના ફાઉન્ડરના લગ્નનો વેનિસના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.