નસબંધી બાદ પણ પાંચમું સંતાન.. 9 વર્ષ કેસ લડ્યા બાદ મહિલાને 4 લાખનું વળતર આપવા નિર્ણય

નસબંધી છતા પાંચમું બાળક હોવાના કેસમાં મહિલાની લાંબી લડાઈ આખરે ફળીભૂત થઈ છે. બાડમેરની કોર્ટે આદેશ આપ્યો છે અને મુખ્ય ચિકિત્સા અને આરોગ્ય અધિકારી (CMHO)ની સરકારી ગાડી જપ્ત કરીને મહિલાને 4 લાખ રૂપિયાનું વળતર અપાવવાનો માર્ગ મોકળો કર્યો છે. સરહદી બાડમેરની પપુ દેવીને સરકાર અને તંત્ર સાથે 9 વર્ષની લાંબી કાયદાકીય લડાઈ બાદ આખરે ન્યાય મળ્યો છે. કોર્ટે આદેશ જાહેર કરીને મુખ્ય ચિકિત્સા અને આરોગ્ય અધિકારી (CMHO)ની ગાડી જપ્ત કરી દીધી છે. આ કાર્યવાહી બાદ હવે ફરિયાદી મહિલાને લગભગ 4 લાખ રૂપિયાનું વળતર મળશે.

Sterilizing1
brooklinecollege.edu

વર્ષ 2008માં બાડમેરની રહેવાસી પપુ દેવીએ નસબંધી કરાવી હતી. પરંતુ તેમ છતા તેના ઘરે પાંચમા સતાંનનો જન્મ થયો હતો. તેના પર તેણે સ્વાસ્થ્ય વિભાગ અને જવાબદાર અધિકારીઓ સામે કોર્ટમાં ભરણપોષણ અને વળતર માટે કેસ દાખલ કર્યો હતો. વર્ષ 2016માં, અપર જિલ્લા અને સેશન કોર્ટ-2 બાડમેરના ન્યાયાધીશે આ કેસમાં મહિલાની તરફેણમાં આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે મહિલાને વળતરની રકમ આપવી જોઈએ, પરંતુ આદેશ છતા વર્ષો સુધી રકમ ચૂકવવામાં આવી નહોતી.

Sterilizing2
geeksforgeeks.org

સતત આદેશો છતા મહિલાને વળતર ન મળ્યું ત્યારે કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ નંબર-2ના જજ પિયુષ ચૌધરીએ CMHOની સરકારી ગાડીને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ વાહન જપ્ત કરીને ફરિયાદી પપુ દેવીને લગભગ 4 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. ફરિયાદી પપુ દેવી તરફથી એડવોકેટ અમૃતલાલ જૈને દલીલ કરી હતી. એડવોકેટ જૈનના મતે, લાંબા સંઘર્ષ બાદ પપુ દેવીને ન્યાય મળ્યો છે. તેમણે કહ્યું કે, સરકારી વાહન જપ્ત કરીને હવે 4 લાખ રૂપિયાનું વળતર લેવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-08-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

મરાઠી નથી આવડતી તો ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે! મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, ઉત્તર ભારતીયો ટેન્શનમાં

મુસાફરો સાથે સારી રીતે વાતચીત કરવા અને જાહેર પરિવહનને સુવ્યવસ્થિત કરવા માટે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરના તમામ વાણિજ્યિક વાહન ચાલકો...
National 
મરાઠી નથી આવડતી તો ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે! મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, ઉત્તર ભારતીયો ટેન્શનમાં

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.