દીકરીના પ્રેમ લગ્નથી હતાશ થઇને માતા પિતાએ ટ્રેનની આગળ કૂદીને જીવન ટૂંકાવ્યું

દીકરીએ કોઇ અન્ય જાતિના યુવક સાથે લગ્ન કરી લીધા. પરિવારે ખૂબ સમજાવી, પણ દીકરી પાછી આવવા માટે રાજી ન થઇ. પરેશાન માતા પિતાએ પહેલા તો પોતાના દિકરાને જોધપુરમાં રહેતા સગાને ત્યાં જતી બસમાં બેસાડ્યો. ત્યાર બાદ બન્નેએ ટ્રેનની આગળ કૂદીને જીવ આપી દીધો. પોલીસને દંપત્તી પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. તેમાં દીકરીને પરેશાન ન કરવાની વાત કરી છે. ઘટના રાજસ્થાનના પાલીની છે.

પાલીના હાઉસિંગ બોર્ડમાં રહેતા અશોક અને તેમની પત્ની મીનાએ આત્મહત્યા કરી છે. સામે આવ્યું છે કે, અશોકની દીકરી અન્ય જાતીના યુવકને પ્રેમ કરતી હતી. દીકરીએ પરિવારની મરજી વગર યુવક સાથે લગ્ન પણ કરી લીધા. જ્યારે આ વાત ઘરવાળાને ખબર પડી ત્યારે હલચલ મચી ગઇ.

અશોકે દીકરીને ખૂબ સમજાવી, પણ તે ન માની. કેસમાં પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસની સામે પણ અશોકની દીકરીએ પોતાના પતિ સાથે જ રહેવાની વાત કરી હતી. પોલીસે તેમ છતાં તેને પતિ સાથે મોકલી દીધી હતી. ઘરમાં કંકાસને કારણે અશોકનો દિકરો ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો. દીકરીના આ પગલાથી સમાજમાં થઇ રહેલી બદનામીનો અશોક અને તેનો પરિવાર સામનો નહોતો કરી શકતો.

મંગળવારે સવારે અશોક પોતાની પત્ની અને દિકરા સાથે ઘરની બહાર નીકળ્યો. દિકરાને જોધપુરમાં રહેતા સગાને ત્યાં મોકલ્યો. ત્યાર બાદ અશોક પોતાની પત્ની મીના સાથે જોધપુર રોડ સ્થિત ઘુમટી પાસે પહોંચ્યો. ત્યાંથી નીકળીને રેલવે લાઇન પર પહોંચીને જોધપુર – રતલામ ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી. ટ્રેન થોભી ગઇ. ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે અશોક અને મીનાના મૃતદેહના ટુકડાને ભેગા કર્યા અને બાંગડ હોસ્પિટલમાં મોર્ચરીમાં મોકલાવ્યા. લગભગ એક કલાક સુધી ટ્રેન ત્યાં જ ઉભી રહી.

પોલીસને અશોક પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. તેમાં લખ્યું હતું કે, મારી દીકરીએ અન્ય જાતીના છોકરા સાથે લવ મેરિજ કર્યા છે, તેનાથી હું, મારી પત્ની અને દિકરો ઘણા દુખી છીએ. દીકરીના આ પગલાથી આહત થઇને અમે પતિ પત્ની આ પગલું લઇ રહ્યાં છીએ. અમારો દિકરો ગૌરવ ખુબ લાયક છે, તેને ઇશ્વર ખૂબ આગળ વધારે, મારા ભાઇ ભાભી અને સાળા સાળી પાસે આશા રાખુ છું કે, તેઓ મારા દિકરાનું ધ્યાન રાખે, અમારા આશિર્વાદ હંમેશા તેની સાથે રહેશે, પોલીસ પ્રશાસન તેને હેરાન ન કરે.

Top News

પરફ્યુમની બોટલને કારણે US પોલીસે ભારતીય યુવકની કરી ધરપકડ, હવે દેશનિકાલ થવાનો ખતરો!

યુનાઇટેડ સ્ટેટ્સમાં એક ભારતીય-અમેરિકન વ્યક્તિને પરફ્યુમની બોટલને કારણે દેશનિકાલ થવાનો ભય સતાવી રહ્યો છે. તેણે એક અમેરિકન નાગરિક સાથે લગ્ન...
World 
પરફ્યુમની બોટલને કારણે US પોલીસે  ભારતીય યુવકની કરી ધરપકડ, હવે દેશનિકાલ થવાનો ખતરો!

પૃથ્વી શૉનું મગજ છટકી ગયું છે કે શું? મુંબઈના ખેલાડીને બેટથી ધક્કો માર્યો

મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફી 2025-26 અગાઉ પ્રેક્ટિસ મેચ મંગળવાર (7 ઓક્ટોબર)ના રોજ પુણેમાં શરૂ થઈ. મેદાન પર એક...
Sports 
પૃથ્વી શૉનું મગજ છટકી ગયું છે કે શું? મુંબઈના ખેલાડીને બેટથી ધક્કો માર્યો

પ્રિન્સિપલે ચેકમાં 'હન્ડ્રેડ'ને 'હરેન્દ્ર' લખી દીધું, સસ્પેન્ડ કરાયા, પણ એના સસ્પેન્શન લેટરમાં 8 ભૂલ હતી

'અંગ્રેજી બોલવું એ એક અંડરટેકર રમવા જેવું છે,'Sorry ના Baby.' તમને ફિલ્મ 'ફંસ ગયે રે ઓબામા'...
National 
પ્રિન્સિપલે ચેકમાં 'હન્ડ્રેડ'ને 'હરેન્દ્ર' લખી દીધું, સસ્પેન્ડ કરાયા, પણ એના સસ્પેન્શન લેટરમાં 8 ભૂલ હતી

સરકારે મહિલા IAS અધિકારી દુર્ગા શક્તિ પાસેથી 1.63 કરોડ રૂપિયા માંગ્યા

ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)એ IAS અધિકારી દુર્ગા શક્તિ નાગપાલને નોટિસ ફટકારી છે, જેમાં રૂ. 1.63 કરોડના...
National 
સરકારે મહિલા IAS અધિકારી દુર્ગા શક્તિ પાસેથી 1.63 કરોડ રૂપિયા માંગ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.