હરિયાણાના CMને લોકોએ એક ઘરમાં બંધક બનાવી દીધા, 4 કલાક સુધી ન નિકળી શક્યા

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. 4 કલાક સુધી તેમણે એક ઘરમાં બંધક રહેવું પડ્યું હતું. મુખ્યમંત્રી ખટ્ટર એક ગામમાં કાર્યક્રમ માટે પહોંચ્યા હતા ત્યારે લોક આક્રોશનો ભોગ બન્યા હતા.

હકિકતમાં, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર 3 દિવસ માટે જનસંવાદ કાર્યક્રમ હેઠળ ગામડાઓની મુલાકાત લઇ રહ્યા છે અને તેમની સમસ્યા સાંભળી રહ્યા છે.આ દરમિયાન ખટ્ટર મહેન્દ્રગઢમાં હતા. સીમહા ગામમાં તેમણે લોકોની સમસ્યાઓ સાંભળી હતી. ગ્રામજનોની માંગ છે કે તેમના ગામને સબ-તહેસીલનો દરજ્જો આપવામાં આવે. ખટ્ટર સંમત થયા અને મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સીમાહા ગામને સબ-તહેસીલ ( સબ- ડિવીઝન) બનાવવાની જાહેરાત કરી હતી.

હવે સીમહાથી નિકળીને ખટ્ટરને દોંગડા અહીર ગામ જવાનું હતું. ત્યાં રાત્રી રોકાણ કરવાનો કાર્યક્રમ હતો. દોંગડા ગામના લોકો પણ મુખ્યમંત્રી પાસેથી ચૂંટણી પહેલા ગામ માટે મોટી જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા હતા. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે સીમહા ગામને સબ-તહેસીલ બનાવવામાં આવ્યું છે, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. કારણ કે દોંગડા ગામના લોકોને પણ કંઈક આવી જ આશા હતી. ગામના લોકોએ ખટ્ટરનું સ્વાગત પણ ન કર્યું.

થોડા સમય પછી ગામના લોકો એક જગ્યાએ એકત્રિત થયા જયાં મુખ્યમંત્રી ખટ્ટર રોકાયા હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. લોકોએ નારેબાજી શરૂ કરી દીધી. પોલીસે લોકોને સમજાવ્યા પણ તેઓ માન્યા નહીં.

વાત વણસી જતા દેખાતા તંત્ર અને પોલીસને અહેસાસ થયો કે મુખ્યમંત્રીની સુરક્ષામાં મોટી ચૂક થઇ ગઇ છે. ઘટનાની જાણ થતા ઉચ્ચઅધિકારીઓ દોંગડા ગામ પહોંચ્યા હતા. CIDના DGP પણ પહોંચી ગયા હતા. એટલામાં અટેલીના ધારાસભ્ય સીતારામ પણ ત્યાં પહોંચ્યા હતા. ધારાસભ્ય સીતારામને જોઇને લોકો વધારે ભડક્યા હતા અને તેમની વિરુદ્ધ પણ નારેબાજી શરૂ કરી દીધી હતી. ધારાસભ્યએ ત્યાંથી ભાગવું પડ્યું હતું. લોકોએ પછી એ ઘરને ઘેરી લીધું હતું જ્યાં CM રોકાયા હતા.

સ્થિતિ તનાવપૂર્ણ થઇ જતા વધારાનું પોલીસ દળ પણ બોલાવવામાં આવ્યું, પરંતુ તેનાથી પણ કોઇ ફરક પડ્યો નહી. અંતે CM ખટ્ટરે ગામના લોકોને વાત કરવા માટે ઘરની અંદર બોલાવ્યા. લાંબી વાતચીત થઈ. ત્યારે ખટ્ટરે ગામના લોકોને કહ્યું કે તેઓ પરિસ્થિતિથી વાકેફ નહોતા.આ પછી ખટ્ટરે પોતાની જાહેરાત બદલી. તેમણે કહ્યું કે આગામી વખતે જ્યારે તેઓ અટેલી મંડી વિધાનસભામાં આવશે ત્યારે સર્વે બાદ જે ગામ યોગ્ય જણાશે તેને સબ-તહેસીલનો દરજ્જો આપવામાં આવશે. એ પછી લોકો શાંત થયા અને એ પછી મુખ્યમંત્રી ખટ્ટરા રાતવાસો ત્યાં જ કર્યો અને જરૂરી કાર્યક્રમો પુરા કર્યા હતા.

સિમહા અને દોંગડા બંને મહેન્દ્રગઢ જિલ્લાના ગામ છે. સીમહા નારનૌલ વિધાનસભા વિસ્તારમાં આવે છે અને દોંગડા અટેલી મંડી વિધાનસભા વિસ્તારમાં આવે છે. દોંગડા, સીમહા કરતા મોટું ગામ છે અને એટલે દોંગડા ગામના લોકોને અપેક્ષા હતી કે તેમના ગામને સબ ડિવીઝનનો દરજ્જો મળે. પરંતુ મુખ્યમંત્રીએ સિમહાને સબ ડિવીઝનનો દરજ્જો આપતા વિવાદ ઉભો થયો હતો. ખટ્ટેર સીમહાનો સબ તહસીલનો દરજ્જો રદ કરી દીધો હતો.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.