રાહુલ ગાંધી સામે હાઇ કોર્ટે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો, જાણો આખો મામલો

રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને 'ખિસ્સાકાતરું' ગણાવતા તેમના નિવેદન માટે આકરા પ્રહારો કર્યા છે. આ મામલામાં દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ચૂંટણી પંચને રાહુલ ગાંધી વિરુદ્ધ નિયમો અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં ગૌતમ અદાણીનો ઉલ્લેખ કરતા PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહનની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે, જો કે કથિત નિવેદનો યોગ્ય નથી, ચૂંટણી પંચે આ મામલે તપાસ કરવી જોઈએ અને આ સંદર્ભમાં રાહુલ ગાંધીને નોટિસ પણ આપવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટની બેન્ચે આદેશ આપ્યો હતો કે, 'જવાબ દાખલ કરવાની સમય મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે અને કોઈ જવાબ મળ્યો નથી, તે ધ્યાનમાં લેતા, કોર્ટ ચૂંટણી પંચને આ મામલે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ કરે છે.'

અહીં તમને જણાવી દઈએ કે, કોર્ટે કહ્યું કે 23 નવેમ્બરે મોકલવામાં આવેલી નોટિસમાં ખુદ ચૂંટણી પંચે કહ્યું હતું કે, તે આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે. પીટીશનર ભરત નાગરે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, 22 નવેમ્બરે રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદી સહિત સર્વોચ્ચ સરકારી હોદ્દા ધરાવતા વ્યક્તિઓ પર ઘૃણાસ્પદ આક્ષેપો કરતું ભાષણ આપ્યું હતું, જેમાં રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદીને 'ખિસ્સાકાતરું' કહ્યા હતા.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 21 નવેમ્બરે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'PM એટલે પનોતી મોદી. પમ નરેન્દ્ર મોદી TV પર આવે છે અને હિન્દુ-મુસ્લિમ કહે છે અને ક્યારેક ક્રિકેટ મેચમાં જાય છે, એ અલગ વાત છે કે તે મેચ હરાવી દીધી. PM નરેન્દ્ર મોદીનું કામ તમારું ધ્યાન આમ તેમ ભટકાવવાનું છે. આવા જ બે 'ખિસ્સાકાતરું' હોય છે, એક આવે છે, તમારી સામે તમારી સાથે વાત કરે છે, તમારું ધ્યાન ભટકાવે છે, ત્યાં સુધી કોઈ બીજું તમારું ખિસ્સું પાછળથી કાપીને ભાગી જાય છે.' અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની હારને લઈને PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ આ ટિપ્પણી કરી હતી, આ દરમિયાન PM નરેન્દ્ર મોદી પણ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા.

About The Author

Top News

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.