યોદ્ધો છું લડતો રહીશ, રાજીનામાના સમાચારોનું CM સુખવિન્દર સિંહ સુખૂએ કર્યું ખંડન

હિમાચલ પ્રદેશમાં ધારાસભ્યોનાં બળવા બાદ મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખૂએ સરેન્ડર કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, તેમની સરકાર પૂરા 5 વર્ષ ચાલશે અને તેમણે રાજીનામું આપ્યું નથી. તેમણે મીડિયામાં ચાલી રહેલા રાજીનામાના સમાચારોનું ખંડન કરતા કહ્યું કે, તેઓ યોદ્ધા છે અને યુદ્ધની જેમ લડતા રહેશે. સુખવિન્દર સિંહ સુખૂએ એવો પણ દાવો કર્યો કે તેમની સરકારને બહુમત મળેલું છે અને ભાજપના કેટલાક ધારાસભ્ય પણ સંપર્કમાં છે. રાજીનામાના સમાચારો વચ્ચે મીડિયા સામે આવીને સુખવિન્દર સિંહ સુખૂએ કહ્યું કે, સામન્ય વ્યક્તિની સરકાર છે.

ભાજપ જે પ્રકારનું વર્તન કરી રહી છે તે ઉચિત નથી. અમારી સરકાર પૂરા 5 વર્ષ ચાલશે. રાજ્યસભાની ચૂંટણી બાદ જે પરિસ્થિતિ છે, ત્યારબાદ પણ આમારી પાસે બહુમત છે. તેમના (ભાજપના) કેટલાક ધારાસભ્ય પણ અમારા સંપર્કમાં છે. ભાજપ સારું નાટક કરી રહી છે. તેમને સમજ ન પડી કે રાજીનામાના સમાચાર કેવી રીતે આવ્યા. તેમણે કહ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કોંગ્રેસના એક ધારાસભ્યને કહ્યું કે, મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું તો તેમણે બહાર આવીને સ્થિતિ સ્પષ્ટ કરી.

સુખવિન્દર સિંહ સુખૂએ કહ્યું કે, અમે યોદ્ધા છીએ, યુદ્ધની જેમ લડીએ છીએ. અમે જીતીશું. મેં કોઈ રાજીનામું આપ્યું નથી. સરકાર 5 વર્ષ ચાલશે. હું ગભરાઈ જનાર વ્યક્તિ નથી. હું દાવા સાથે કહી શકું છું કે બજેટ માટે જે વોટિંગ થશે, તેમાં અમારી જીત થશે. રાજીનામાની અફવા ભાજપ ફેલાવી રહી છે. તેઓ વિચારી રહ્યા હશે કે તેનાથી કોંગ્રેસમાં અફરાતફરી મચી જશે, પરંતુ કોંગ્રેસ પાર્ટી એકજૂથ છે, જે નાની મોટી ફરિયાદો છે એ દૂર થઈ જશે. હિમાચલ પ્રદેશમાં સરકાર પર સંકટ મંગળવારે એ સમયે ઊભું થઈ ગયું, જ્યારે 40 ધારાસભ્યોવાળી કોંગ્રેસના ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણી હારી ગયા.

6 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપના હકમાં વોટિંગ કરીને ભગવા પાર્ટીના ઉમેદવાર હર્ષ મહાજનને જીતાડી દીધા. રહેલી કસર વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્યના રાજીનામાએ પૂરી કરી દીધી. તેમણે પોતાના પિતા, પોતાના અને ધારાસભ્યોના અપમાનનો આરોપ લગાવતા પદ છોડી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે વિક્રમાદિત્ય સિંહે પણ કોંગ્રેસ હાઇકમાન સામે પોતાની વાત રાખી દીધી છે. તેમણે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું કે, હવે બધુ હાઇકમાનના પરિણામ પર નિર્ભર કરે છે. બળવો કરનારા ધારાસભ્ય વીરભદ્રના સમર્થક બતાવવામાં આવી રહ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે, બળવાખોર ધારાસભ્ય નવા મુખ્યમંત્રી તરીકે વિક્રમાદિત્યનું નામ આગળ કરી શકે છે. કોંગ્રેસમાં ઉત્પન્ન સંકટને જોતા ભાજપ પણ એક્ટિવ છે. કોંગ્રેસની ફૂટનો ફાયદો ઊઠવાતા ભાજપ સરકાર બનાવવાના વિકલ્પોની પણ શોધ કરી રહી છે. ધારાસભ્ય દળના નેતા જયરામ ઠાકુર સતત બહુમત પરીક્ષણની માગ કરી રહ્યા છે. જો કે, બજેટ અગાઉ બુધવારે સ્પીકરે ઠાકુર સહિત ભાજપના 15 ધારાસભ્યોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. તેને લઈને વિધાનસભામાં જોરદાર હોબાળો જોવા મળ્યો.

Related Posts

Top News

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.