પતિને પસંદ નહોતો પત્નીનો રંગ, ફાંસી પર લટકાવી, આત્મહત્યા દેખાડવાનું ષડયંત્ર

ઉત્તર પ્રદેશના મેરઠમાં માત્ર ચામડીના રંગના કારણે પોતાની પત્નીની નિર્દયી હત્યા કરવા અને તેને આત્મહત્યાની ઘટના સાબિત કરવાનું ષડયંત્ર કરવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. સંબંધોને શરમસાર કરનારી આ ઘટના જિલ્લાના પરિક્ષિતગઢ પોલીસ સ્ટેશન ક્ષેત્રના ખજૂરી ગામમાં બની છે. મેરઠ પોલીસની ટીમે ઊંડી તપાસ બાદ આ ખતરનાક હત્યાકાંડનો પર્દાફાસ કરી દીધો છે. હેરાનીની વાત એ છે કે લગ્નના એક વર્ષની અંદર જ આ ભયાનક નજારો સામે આવ્યો.

પાડોશીઓના સંદર્ભે પોલીસે જણાવ્યું કે, મહિલાના રંગને લઈને તેનો પત્ની સતત તેને ટોણાં મારતો હતો. ત્યારબાદ તે પત્ની પર સતત અત્યાચાર કરવા લાગ્યો. તેનાથી પણ તેનું મન ન ભરાયું તો તેને પત્નીને મારીને ફાંસીના ફંદા પર લટકાવી દીધી. પોલીસે જણાવ્યું કે, આરોપી પતિએ પત્નીની હત્યાને આત્મહત્યા સાબિત કરવાનું ષડયંત્ર પણ રચ્યું હતું. ઘટનાની તપાસ કરી રહેલી મેરઠ પોલસની ટીમે જણાવ્યું કે, સનસનીખેજ ઘટનાને પહેલા આત્મહત્યાનો કેસ માનવામાં આવી રહ્યો હતો.

ત્યારબાદ પતિ-પત્નીની મારામારીની CCTV ફુટેજ સામે આવ્યા બાદ પોલીસ આ કેસમાં કરિયાવર હત્યાનો કેસ નોંધી લીધો. પોલીસે હત્યાના આરોપી પત્નીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. મૃતિકાના પરિવારજનો પોલીસ પાસે માગ કરી રહ્યા છે કે આ કેસમાં બાકી આરોપીઓની પણ જલદી ધરપકડ કરવામાં આવે. મેરઠ પોલીસે જણાવ્યું કે, પરિક્ષિતગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ખજૂરી ગામમાં એક વર્ષ આ જ ઈશરત નામની મહિલાના લગ્ન થયા હતા. તેના વધુ પડતા કાળા રંગને લઈને તેનો પતિ તેનાથી દુઃખી રહેતો હતો. ઇશરતના મોતથી બરાબર પહેલા પણ પતિએ તેને ઢોર માર માર્યો હતો.

પત્ની સાથે મારામારીની આ આખી ઘટના CCTV કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. ઇશરતના મોતના થોડા દિવસ બાદ CCTVની આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. પોલીસ ટીમે વીડિયોની તપાસ કરી અને આખી CCTV ફૂટેજને કબજામાં લઈને તેનું પણ એનાલિસિસ કર્યું. ત્યારબાદ પોલીસે ઇશરતના પતિની સખત પૂછપરછ કરી. તેને આખી કહાની બતાવી દીધી  અને ઇશરતના મોતનું રહસ્ય સામે આવી ગયું. પોલીસે કહ્યું કે, ઈશરત પર અત્યાચાર, હત્યા અને પછી તેને આત્મહત્યાનો રંગ આપવાના ષડયંત્રને લઈને પોલીસ ઊંડી તપાસ કરી રહી છે. બાકી આરોપીઓની જલદી જ ધરપકડ કરી લેવામાં આવશે.

About The Author

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.