મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં સત્તા માટે શું NCP ફરી એક થવા જઈ રહ્યું છે?

મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય તરીકે જાણીતા NCP (SP) નેતા શરદ પવારનું રાજકારણ સમજવું મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. તેમના ભત્રીજા, DyCM અને NCP નેતા અજિત પવાર સાથેના વિભાજન પછી તરત જ બંને વચ્ચે વિલીનીકરણની વાતો શરૂ થઈ ગઈ હતી. અને હવે, ફરી એકવાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે કાકા-ભત્રીજા એક થવાના છે. લગભગ અઢી વર્ષ પહેલાં પાર્ટીમાં થયેલા વિભાજન અને મહારાષ્ટ્રમાં DyCM અજિત પવારના મહાયુતિ ગઠબંધનમાં જોડાવા પછી, DyCM અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને શરદ પવારની NCP (SP) પુણે અને પિંપરી-ચિંચવડમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે ફરી એક થયા છે. આ બંને વિસ્તારો પરંપરાગત રીતે NCPનો ગઢ માનવામાં આવે છે.

જોકે, બંને પક્ષો એ વાત પર ભાર આપે છે કે, આ જોડાણ ફક્ત આવતા મહિને થનારી બે મ્યુનિસિપલ ચૂંટણીઓ સુધી મર્યાદિત છે અને તેને આગળ વધારવાની કોઈ યોજના નથી. પરંતુ જો આપણે શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલેના તાજેતરના રાજકીય કાર્યક્રમો અને નિવેદનો પર વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે પવાર પરિવાર NDAની નજીક જઈ રહ્યો છે. હોય શકે કે NCP સાથે વિલીનીકરણ તરફનું આ તેમનું પહેલું પગલું હોઈ શકે.

આ ઉપરાંત, પવાર પરિવાર માટે હાલના સમયની આ માંગ પણ છે. કારણ કે BJP આ ચૂંટણીઓમાં ફક્ત શિવસેના સાથે જ જોડાણ કરી રહ્યું છે, અને કોંગ્રેસે પણ એકલા ચૂંટણી લડવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો છે, તેથી NCP નેતા DyCM અજિત પવાર અને NCP (SP) નેતા શરદ પવાર માટે નવા સાથીઓ શોધવા જરૂરી હતા. પુણે અને ચિંચવડ જેવી બેઠકો પવાર પરિવારના ગઢ તરીકે ઓળખાય છે. સ્પષ્ટપણે, જો પવાર પરિવાર પુણે અને ચિંચવડ સાથે મળીને ચૂંટણી લડે છે, તો BJP માટે મુશ્કેલ બની શકે છે. પુણેમાં, NCP 125 બેઠકો અને NCP (SP) 40 બેઠકો પર ચૂંટણી લડશે, જે બંને પક્ષોની સ્થાનિક રાજકીય તાકાત દર્શાવે છે.

DyCM Ajit Pawar-Sharad Pawar
hindi.newsbytesapp.com

આ મ્યુનિસિપલ ચૂંટણીઓને મહાયુતિ (મહાગઠબંધન) અને વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) વચ્ચેની સ્પર્ધા તરીકે વધુ જોવામાં આવી રહી છે, પરંતુ શાસક ગઠબંધનમાં જમીની શક્તિને મજબૂત કરવાની સ્પર્ધા તરીકે જોવામાં આવી રહી છે. સ્થાનિક ચૂંટણીના પહેલા બે તબક્કામાં MVAનો સફાયો થઈ ગયો છે.

15 જાન્યુઆરીએ યોજાનારી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે, BJPDyCM એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના સાથે જોડાણ કર્યું છે, જેના કારણે NCPને એકલા ચૂંટણી લડવાની ફરજ પડી છે. એવા સમયમાં જ્યારે BJP રાજ્યભરમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે અને સ્થાનિક ચૂંટણીઓમાં પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે BJP ને અટકાવવા માટે, ખાસ કરીને પુણે જેવા NCP અને વિપક્ષ NCP (SP)ના ગઢ ગણાતા વિસ્તારમાં બંને પક્ષ માટે એક સામાન્ય ઉદ્દેશ્ય બની ગયો છે.

CM દેવેન્દ્ર ફડણવીસે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ એકલા લડવાની એકપક્ષીય જાહેરાત કરી હતી, જેનો હેતુ મુખ્યત્વે નવા સામેલ થયેલા નેતાઓને સમાવવા અને શહેર પર પાર્ટીની પકડ મજબૂત કરવાનો હતો. BJPNCP સાથેની મૈત્રીપૂર્ણ સ્પર્ધાને વિપક્ષ માટે કોઈ જગ્યા છોડવાની તક તરીકે પણ રજૂ કરી છે.

પરંતુ જ્યારે તમામ વિપક્ષી પક્ષો, ત્યાં સુધી કે કોંગ્રેસે પણ એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લઇ લીધો છે, ત્યારે BJP માટે પુણેમાં ગાબડું પાડવું શક્ય થઇ શકતું હતું. તેથી આને રોકવા માટે, DyCM અજિત પવારે પુણે અને પિંપરી-ચિંચવડમાં વ્યૂહાત્મક જોડાણ પસંદ કર્યું.

DyCM Ajit Pawar-Sharad Pawar
jagran.com

ડિસેમ્બર 2025માં યોજાયેલી મહારાષ્ટ્ર સ્થાનિક સંસ્થાઓ (મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પરિષદો)ની ચૂંટણીઓએ રાજકીય પરિદૃશ્ય બદલી નાખ્યું. મહાયુતિએ 288 સ્થાનિક સંસ્થાઓમાંથી 211 બેઠકો જીતી હતી, જ્યારે MVAએ ફક્ત 46 બેઠકો મેળવી હતી. આ પરિણામોએ સાબિત કર્યું કે, મહાયુતિની શક્તિ સ્થાનિક સ્તરે પણ અસરકારક છે. BJPનો આ વિજય 2014થી તેના સતત ઉદયને પ્રતિબિંબિત કરે છે, જ્યારે તે મહારાષ્ટ્રમાં ચોથો સૌથી મોટો પક્ષ હતો.

આ ચૂંટણીઓએ શરદના NCPને ફટકો આપ્યો. પક્ષના કાર્યકરોમાં નિરાશા ફેલાઈ ગઈ, અને ઘણી જગ્યાએ, તેઓએ DyCM અજિત જૂથ સાથે જોડાણ શોધવાનું શરૂ કર્યું. કોંગ્રેસ અને ઉદ્ધવ સેનાએ પણ ખરાબ પ્રદર્શન કર્યું હોવાથી MVAની નબળાઈઓ પણ ખુલ્લી પડી ગઈ. 28 ડિસેમ્બર, 2025ના રોજ, DyCM અજિત પવારે જાહેરાત કરી કે, બંને NCP જૂથો પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે જોડાણ કરશે. તેમણે તેને પરિવારના પુનઃમિલન તરીકે વર્ણવ્યું. બીજા દિવસે, 29 ડિસેમ્બરે, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જોડાણને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. બંને જૂથો પોતપોતાના ચૂંટણી પ્રતીકો પર ચૂંટણી લડશે, એટલે કે કોઈ એક ચિન્હ નહીં હોય.

પુણે અને પિંપરી-ચિંચવડ પવાર પરિવારના ગઢ છે. અહીં BJPની વિસ્તરણવાદી નીતિઓ ખતરો ઉભો કરી શકે છે. આ જોડાણ બંને જૂથોને BJPને પડકારવાની મંજૂરી આપશે. આ ઉપરાંત, બંને જૂથોના કાર્યકરો વિભાજનથી કંટાળી ગયા છે. રોહિત પવારે જણાવ્યું હતું કે, સ્થાનિક કાર્યકરોની માંગ પર ગઠબંધન રચાયું હતું અને તે ફક્ત આ બે ચૂંટણીઓ પૂરતું જ મર્યાદિત છે.

શરદ જૂથ MVAનો ભાગ છે, પરંતુ બેઠકોની વહેંચણીને લઈને કોંગ્રેસ અને ઉદ્ધવ સેના સાથે મતભેદો છે. આ જોડાણ વિલીનીકરણ તરફ એક પગલું છે, પરંતુ સંપૂર્ણ એકીકરણ નથી. DyCM અજિત પવારે જણાવ્યું હતું કે, પરિવાર ફરીથી એક થઈ રહ્યો છે, પરંતુ રોહિત પવારે સ્પષ્ટતા કરી હતી કે શરદ પવાર પ્રચારથી દૂર રહેશે અને આ વિલીનીકરણ નથી.

DyCM Ajit Pawar-Sharad Pawar
aajtak.in

મીડિયા અહેવાલોમાં વિલીનીકરણ અંગે જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, વિલીનીકરણ પછી, DyCM અજિત પવાર મહારાષ્ટ્રની રાજનીતિ સંભાળશે, જ્યારે સુપ્રિયા સુલે દિલ્હીમાં પાર્ટીના કામકાજનું નિરીક્ષણ કરશે. આને એક જૂનો 'કરાર' ગણાવવામાં આવી રહ્યો છે, જેમાં DyCM અજિત પવાર રાજ્ય માટે અને સુપ્રિયા કેન્દ્ર સરકાર માટે જવાબદાર રહેશે. શરદ પવારની નિવૃત્તિ પછી આ ફોર્મ્યુલા લાગુ કરી શકાય છે, પરંતુ તેમાં પડકારો પણ છે.

આની સાથે કહેવાય છે કે, ઘણા નેતાઓ DyCM અજિત પવારના નેતૃત્વમાં કામ કરવા માંગતા નથી કારણ કે તેમણે BJP સાથે જોડાણ કર્યું છે. આ જોડાણથી શરદ પવાર જૂથના ધારાસભ્યો અસંતુષ્ટ થઇ શકે છે. ઘણા BJPના નેતાઓ કહે છે કે, DyCM અજિત પવાર શરદ પવારના કહેવાથી BJPમાં જોડાયા હતા. તેથી, ઘણા માને છે કે આ BJPની રણનીતિનો એક ભાગ છે.

DyCM Ajit Pawar-Sharad Pawar
aajtak.in

આ જોડાણ અથવા સંભવિત વિલય મહારાષ્ટ્રના રાજકારણમાં પરિવર્તન લાવી શકે છે. શરદ NCP-MVAનો ભાગ છે. જો વિલય થાય છે, તો MVA વધુ નબળું પડી જશે. ઉદ્ધવ સેના પહેલેથી જ થાકી ગઈ છે, અને કોંગ્રેસ સંઘર્ષ કરી રહી છે. સ્થાનિક ચૂંટણીઓમાં MVAનો પરાજય આનો પુરાવો છે. BJP મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે DyCM એકનાથ શિંદેની સેના સાથે જોડાણ કરવાનું વિચારી રહી છે, પરંતુ DyCM અજિત પવારે પોતાને NCPથી દૂર કરી દીધા છે.

શરદ પવાર 85 વર્ષના છે. વિલય પરિવારને એક રાખી શકે છે, પરંતુ ઉત્તરાધિકારનો મુદ્દો યથાવત રહેશે. સુપ્રિયા સુલે દિલ્હીમાં મજબૂત છે, પરંતુ રાજ્ય સ્તરે DyCM અજિત પવારની મજબૂત પકડ છે. આ ગઠબંધનથી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ આવ્યો છે. આ ગઠબંધન મહારાષ્ટ્રના રાજકીય પરિદૃશ્યને ફરીથી આકાર આપી શકે છે.

હવે પુણે અને પિંપરી-ચિંચવડમાં પરિણામો શું આવે છે તે જોવાનું બાકી છે. જો બંને NCP જૂથો સારું પ્રદર્શન કરે છે, તો જાન્યુઆરીના અંતમાં યોજાનારી જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીઓ માટે આ જ પ્રકારનું ગઠબંધન કરવાની માંગણીઓ વેગ પકડી શકે છે. તેથી સ્પષ્ટ થાય છે કે, આગળ જઈને મહારાષ્ટ્રના રાજકીય પરિદૃશ્યમાં ભવિષ્યમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

About The Author

Related Posts

Top News

ગઝનવીએ માત્ર સોનું લૂંટવા સોમનાથ તોડ્યું ન હતું પરંતુ ઇસ્લામ...

ઈ.સ. 1024ની એક ઘેરી રાત. અરબી સમુદ્રની લહેરો સોમનાથના કિનારે અથડાતી હતી. દૂર મશાલોની લાઈન આગળ વધતી હતી—મહમૂદ ગઝનવીની સેના...
National 
ગઝનવીએ માત્ર સોનું લૂંટવા સોમનાથ તોડ્યું ન હતું પરંતુ ઇસ્લામ...

પુત્રના નિધનથી આઘાતમાં અબજપતિ અનિલ અગ્રવાલ, કમાણીનો 75% હિસ્સો દાન કરશે

વેદાંતા ગ્રુપના સંસ્થાપક અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકામાં નિધન થઈ ગયું. પુત્રના નિધન બાદ અનિલ અગ્રવાલે સંપત્તિનો 75 ટકા...
Business 
પુત્રના નિધનથી આઘાતમાં અબજપતિ અનિલ અગ્રવાલ, કમાણીનો 75% હિસ્સો દાન કરશે

થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન'ને લઈને શું વિવાદ છે? સેન્સર બોર્ડ તરફથી કેમ સર્ટિફિકેટ ન મળ્યું?

અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય હાલમાં તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જના નાયકન’ માટે લાઇમલાઇટમાં છે. આ ફિલ્મ 9 જાન્યુઆરીએ...
Entertainment 
થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન'ને લઈને શું વિવાદ છે? સેન્સર બોર્ડ તરફથી કેમ સર્ટિફિકેટ ન મળ્યું?

પ્રેમ લગ્ન કરી સુરક્ષા માંગવા ગયેલી યુવતીનું SP ઓફિસની બહારથી કરાયું અપહરણ! પોલીસને પણ અડફેટમાં લેવાનો પ્રયાસ

રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેણે કાયદો અને વ્યવસ્થાને પણ પડકાર ફેંક્યો છે. પ્રેમ લગ્ન...
National 
પ્રેમ લગ્ન કરી સુરક્ષા માંગવા ગયેલી યુવતીનું SP ઓફિસની બહારથી કરાયું અપહરણ! પોલીસને પણ અડફેટમાં લેવાનો પ્રયાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.