ASP અનુજ ચૌધરી વિરુદ્ધ FIRનો આદેશ આપનારા જજનું 12 વર્ષમાં 15 ટ્રાન્સફર થયું છે

સંભલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) વિભાંશુ સુધીરની બદલીએ નોકરશાહી, રાજકારણ અને ન્યાયતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સંભલ હિંસા કેસમાં પોલીસકર્મીઓ વિરુદ્ધ FIRનો આદેશ આપનારા જજ વિભાંશુ સુધીરની અચાનક બદલી કેમ કરવામાં આવી તે ચર્ચાનો વિષય બન્યો છે, શું તેમણે આપેલો આ આદેશ તેમણે ભારે પડી ગયો? સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા દ્વારા સરકાર અને સિસ્ટમ પર તીખા પ્રશ્નો ઉઠાવ્યા છે, જ્યારે ચંદૌસીમાં વકીલોએ વિશાળ પ્રદર્શન કરીને ટ્રાન્સફરનો વિરોધ કર્યો છે.

CJM Vibhanshu Sudhir
bhaskarenglish.in

સંભલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) વિભાંશુ સુધીર આ દિવસોમાં રાજ્યમાં સૌથી વધુ ચર્ચિત વ્યક્તિ બની ગયા છે. આ ચર્ચાનું કારણ તેમની અચાનક કરવામાં આવેલી બદલી છે. તાજેતરમાં, સંભલ હિંસા કેસમાં એક અરજીની સુનાવણી કરતી વખતે, તેમણે તત્કાલીન CO અનુજ ચૌધરી સાથે લગભગ બે ડઝન પોલીસકર્મીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. આ કંઈ પહેલી વાર નહોતું જ્યારે તેમણે પોલીસ સામે કડક વલણ અપનાવ્યું હતું. આ અગાઉ, 24 ડિસેમ્બરે, તેમણે ત્રણ વર્ષ જૂના એન્કાઉન્ટરને નકલી ગણાવીને 13 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. વિભાંશુ સુધીરના આ નિર્ણયોથી વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ગઈકાલે રાત્રે, તેમનું નામ લગભગ એક ડઝન ન્યાયાધીશોની ટ્રાન્સફર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, અને તેમને સુલતાનપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અહીં ખાસ વાત એ રહી હતી કે, તેમને CJM તરીકેના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને નીચલા હોદ્દા પર ડિમોટ કરવામાં આવ્યા હતા. આ તેમની 12 વર્ષની કારકિર્દીમાં 15મી બદલી કરવામાં આવી છે.

CJM Vibhanshu Sudhir
khabargaon.com

અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર વિભાંશુ સુધીરના ટ્રાન્સફર પર પ્રતિક્રિયા આપી હતી. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કોઈનું નામ લીધા વિના આ ઘટના માટે સરકારની ટીકા કરી હતી. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, 'સત્યની બદલી થતી નથી; તેનું સ્થાન અડગ છે. ન્યાયતંત્રની સ્વતંત્રતાનું ઉલ્લંઘન એ લોકશાહીનું સીધું ઉલ્લંઘન છે.'

Akhilesh Yadav
aajtak.in

અખિલેશ યાદવના આ નિવેદનને સીધા જજની ટ્રાન્સફર સાથે જોડવામાં આવી રહ્યું છે. વિપક્ષનો આરોપ છે કે, સરકારે પોલીસ વહીવટીતંત્રના દબાણ હેઠળ આ પગલું ભર્યું છે. સમાજવાદી પાર્ટીના વડાએ બંધારણના રક્ષણ માટે સ્વતંત્ર ન્યાયતંત્રને આવશ્યક ગણાવ્યું છે અને તેને એક મુખ્ય રાજકીય મુદ્દામાં ફેરવી દીધું છે.

CJM Vibhanshu Sudhir
navbharattimes.indiatimes.com

બીજી તરફ, તેમની બદલી પછી, બુધવારે ચંદૌસી કોર્ટમાં વકીલોએ બદલીનો વિરોધ કર્યો. કોર્ટ પરિસરની અંદર, તેમણે સંભલ વહીવટીતંત્ર અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, અને માંગ કરી કે વિભાંશુ સુધીરની બદલી અટકાવી દેવામાં આવે. વિરોધ દરમિયાન, વકીલોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર કર્યા, જેમ કે 'ન્યાયાધીશ અધિકારી આપણો ભાઈ છે.' વકીલોએ કહ્યું કે CJM વિભાંશુ સુધીરની બદલી કરવામાં આવી છે, પરંતુ તેઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, અને સમગ્ર જિલ્લો તેમની ન્યાયિક પ્રણાલીથી ખુશ છે. પોલીસકર્મીઓ સામે કેસ દાખલ કરવાના તેમના આદેશથી તમામ અરજદારોમાં ખુશીનો માહોલ છે. પરંતુ આજે, તેમની બદલી અંગે વકીલોમાં વ્યાપક ગુસ્સો છે, કારણ કે આવા ખૂબ જ માનનીય ન્યાયિક અધિકારીની આટલી ઝડપથી બદલી કરવામાં આવી છે. આ ટ્રાન્સફર પોલીસ દબાણ હેઠળ કરવામાં આવી હતી, જેના કારણે વકીલો ગુસ્સામાં છે.

About The Author

Top News

પ્રેમીએ લગ્ન ન કર્યા તો બદલો લેવા પ્રેમિકાએ ડૉક્ટર બોયફ્રેન્ડની પત્નીને HIVનું ઇન્જેકશન આપી દીધું!

આંધ્રપ્રદેશના કુર્નૂલથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક મહિલાએ એક ડોક્ટરને HIVનું ઇન્જેક્શન આપી દીધું હતું. આ ઘટનાના...
National 
પ્રેમીએ લગ્ન ન કર્યા તો બદલો લેવા પ્રેમિકાએ ડૉક્ટર બોયફ્રેન્ડની પત્નીને HIVનું ઇન્જેકશન આપી દીધું!

ASP અનુજ ચૌધરી વિરુદ્ધ FIRનો આદેશ આપનારા જજનું 12 વર્ષમાં 15 ટ્રાન્સફર થયું છે

સંભલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) વિભાંશુ સુધીરની બદલીએ નોકરશાહી, રાજકારણ અને ન્યાયતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સંભલ હિંસા...
National 
ASP અનુજ ચૌધરી વિરુદ્ધ FIRનો આદેશ આપનારા જજનું 12 વર્ષમાં 15 ટ્રાન્સફર થયું છે

સેમસંગે 50MP કેમેરાવાળો સસ્તો ફોન લોન્ચ કર્યો, 2031 સુધી અપડેટ્સ મળતું રહેશે

સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે બજેટ અને એન્ટ્રી-લેવલ યુઝર્સને ટારગેટ કરે છે. કંપનીએ Samsung Galaxy A07...
Tech and Auto 
સેમસંગે 50MP કેમેરાવાળો સસ્તો ફોન લોન્ચ કર્યો, 2031 સુધી અપડેટ્સ મળતું રહેશે

કોણ છે દીપક, જેણે બજરંગ દળવાળાને મુસ્લિમની દુકાનમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા?

ઉત્તરાખંડના કોટદ્વારમાં બજરંગ દળના લોકોએ એક મુસ્લિમ વ્યક્તિની દુકાનનું નામ બદલવાને લઇને હોબાળો કર્યો હતો. પટેલ માર્ગ પર આવેલી દુકાનના...
National 
કોણ છે દીપક, જેણે બજરંગ દળવાળાને મુસ્લિમની દુકાનમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા?

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.