- National
- નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા
નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હાપુરની એક નવપરિણીત દુલ્હનની ખુશીને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો પતિ લગ્નના 15 દિવસ પછી જ તેને છોડીને મંદિરમાં પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરીને ભાગી ગયો. તેની ગર્લફ્રેન્ડ બીજું કોઈ નહીં પણ હાપુડ પોલીસમાં તૈનાત એક મહિલા હેડ કોન્સ્ટેબલ છે. હવે પહેલી પત્ની આમ તેમ ભટકી રહી છે અને તેણે પોલીસ અધિક્ષક (SP)ને ન્યાય માટે અપીલ કરી છે. મહિલા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવી છે અને FIR નોંધવામાં આવી છે.

આ મામલો હાપુડના બાબુગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના રસૂલપુર ગામનો છે, ત્યાં રહેતી નેહાના લગ્ન 16 ફેબ્રુઆરીએ નજીકના ગામ ગજાલપુરના રહેવાસી નવીન સાથે થયા હતા. નવીન વીજળી વિભાગમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરે છે. લગ્ન કર્યા પછી, નેહાએ ઘર સંસાર માંડવાના સપના જોયા હતા, પણ તેને ખબર નહોતી કે તેનો પતિ પહેલાથી જ કોઈ બીજા સાથે પ્રેમમાં છે. લગ્નના થોડા દિવસોમાં જ, નેહાને ખ્યાલ આવવા લાગ્યો કે, નવીન તેનાથી દૂર જઈ રહ્યો છે અને તેને સ્વીકારવામાં કોઈ રસ બતાવી રહ્યો નથી.
થોડા સમય પછી, નેહાને ખબર પડી કે નવીન હાપુડના વન સ્ટોપ સેન્ટરમાં તૈનાત મહિલા હેડ કોન્સ્ટેબલ નિર્મલા સાથે સંબંધમાં છે. નેહાનો આરોપ છે કે, લગ્નના 15 દિવસ પછી જ નવીને નિર્મલા સાથે છૂટાછેડા લીધા વિના મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા અને પછી બંને ભાગી ગયા. જ્યારે નેહાએ આનો વિરોધ કર્યો ત્યારે નવીને તેનું ખુબ જ ખરાબ રીતે અપમાન કર્યું. તે નેહાને સાકેત કોલોનીમાં નિર્મલાના ઘરે લઈ ગયો અને બળજબરીથી નિર્મલાના પગ સ્પર્શ કરાવ્યો. એટલું જ નહીં, તેણે નેહા પર ગામમાં રહેવા અને નિર્મલાને પત્નીનો દરજ્જો આપીને મેરઠમાં રાખવા દબાણ કર્યું. એનો અર્થ એ કે તે એક પત્નીને વહેંચવાની વાત કરી રહ્યો હતો.

16 એપ્રિલના રોજ, નેહા સાકેત કોલોની ગઈ અને નવીન અને નિર્મલા બંનેને રંગે હાથે પકડી લીધા. પરંતુ આ પછી બંને ઘર છોડીને ભાગી ગયા. નેહાએ તાત્કાલિક હાપુડ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં તેણે સમગ્ર મામલાની વિગતો આપી. નેહા કહે છે કે, આશ્ચર્યજનક વાત એ છે કે, મહિલા હેડ કોન્સ્ટેબલ નિર્મલા વન સ્ટોપ સેન્ટરમાં પોસ્ટેડ હતી. આ એવી જગ્યા છે જ્યાં પતિ-પત્ની વચ્ચેના વિવાદો, ઘરેલુ હિંસા અને છૂટાછેડા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે છે. પરંતુ અહીં કાયદાના રક્ષકે પોતે નિયમોની અવગણના કરી અને એક પરિણીત પુરુષ સાથે અફેર કર્યું.
નેહાની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરતા, પોલીસ અધિક્ષક જ્ઞાનંજય સિંહે મહિલા પોલીસ અધિકારી નિર્મલાને સસ્પેન્ડ કરી દીધી છે અને નવીન અને નિર્મલા બંને સામે FIR નોંધવામાં આવી છે. SPનું કહેવું છે કે, કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે.
Related Posts
Top News
શું છે દિલ્હી યુનિવર્સિટીનો પ્રોટોકોલ, જાણો રાહુલ ગાંધીની મુલાકાત પર કેમ થયો વિવાદ
પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી
‘ક્યારેક-ક્યારેક હારવું પણ જરૂરી છે, કેમ કે..’, SRH સામે હાર્યા બાદ RCBના કેપ્ટને એમ શા માટે કહ્યું?
Opinion
