- National
- મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી...
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે
યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન થઇ ગયા છે, અને શુક્રવારે, આ સંકટને કારણે, થાકેલા ખેડૂતોએ રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં સહકારી બજાર સમિતિની કચેરીમાં તેમના આધાર કાર્ડ અને જમીન દસ્તાવેજની ઝેરોક્ષ દોરીથી બાંધવાનું શરૂ કર્યું, એવી આશામાં કે કોઈક દિવસ તો તેમની વિનંતી સાંભળવામાં આવશે અને રવિ પાક માટે યુરિયા ખાતર ઉપલબ્ધ થશે.
હવે જોવાનું એ રહ્યું કે, આ અનોખી રીતના કારણે ખેડૂતોને કેટલી સફળતા મળે છે, પરંતુ મંદિરમાં ઇચ્છાઓ માટે બાંધવામાં આવતી ચિઠ્ઠીઓની જેમ ઓફિસમાં આવી સ્લિપ બાંધવાથી એ સંકેત મળે છે કે, જિલ્લામાં યુરિયા ખાતરનું સંકટ છે અને તેના કારણે ખેડૂતો ચિંતિત છે.
ખેડૂતો કહે છે કે, જ્યારે પણ અરાજકતા છવાઈ ગઈ હોય છે અને ત્યારે સિસ્ટમ કામ નહીં કરે ત્યારે વિરોધ તો થવાનો જ છે. રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં, શુક્રવારે સવારે 8 વાગ્યાથી જ સહકારી બજાર સમિતિની કચેરી સામે ખેડૂતોની ભીડ એકઠી થવા લાગી.
ઘણા ખેડૂતો અને મહિલાઓ, પોતાનો વારો આવવાની આશામાં, જમીન પર પોતાના દસ્તાવેજો મૂકવાનું શરુ કર્યું અને તેની એક કતાર લાગી ગઈ. પવનથી કાગળો ઉડી ન જાય તે માટે, તેમને પથ્થરોથી બાંધીને રાખવામાં આવ્યા.
સવારે 11 વાગ્યાની આસપાસ જ્યારે બારી ખુલી, ત્યારે અંધાધૂંધી સર્જાઈ ગઈ. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે બે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા, પરંતુ તેઓ પણ આ અવ્યવસ્થાને સંભાળવા માટે અસમર્થ રહ્યા હતા.
ખેડૂત દિલીપ સિંહે કહ્યું, 'હું બે-ત્રણ દિવસથી લાઈનમાં ઉભો છું, આવું દરરોજ થઈ રહ્યું છે. ખેડૂતો નારાજ છે. સમિતિએ પોતાના ખુદના નિયમો બનાવ્યા છે, ક્યારેક તેઓ ચાર થેલી યુરિયા આપે છે, તો ક્યારેક એક થેલી, અને હવે તો તે પણ ઉપલબ્ધ નથી.'
ખેડૂત શિવસિંહ ચૌહાણે સમજાવ્યું કે, આ જે લાંબી લાઈનો લાગી રહી છે તે કૃષિ વિભાગના પરિણામે છે, જે ખેડૂતોને મદદ કરી રહ્યું નથી, અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
કૃષિ વિસ્તરણ અધિકારીએ ભૂલ કરી છે. જ્યારે, માર્કેટિંગ મેનેજર ગંગાધર ડાંગીએ જણાવ્યું હતું કે, ખેડૂતો સવારે વહેલા આવી જાય છે અને લાઈનમાં ઉભા રહે છે, અને તેમને દરરોજ ખાતર મળી રહ્યું છે. ખેડૂતો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શુક્રવારે લગભગ 150 ટન ખાતર આવ્યું છે અને તેને આપવામાં આવી રહ્યું છે. પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ છે.
ખાતર કેન્દ્રના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, ખેડૂતોને નિયમો મુજબ ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે ખેડૂતો લાઈનમાં બાકી રહી ગયા છે તેમને બીજા દિવસે તેમના વારો પહેલા આવે તે રીતે ખાતર પૂરું પાડવામાં આવી રહ્યું છે.
એક ખેડૂતને બે થેલી યુરિયા આપવામાં આવી રહી છે. શુક્રવારે, લગભગ 1,530 થેલી ખાતર ઉપલબ્ધ હતું અને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. ખેડૂતો સિવાય અન્ય કોઈ લાઇનમાં ઉભા ન રહે તેને રોકવા માટે અમે જમીન દસ્તાવેજની ઝેરોક્ષ માંગી રહ્યા છીએ, જેથી કરીને તેને કાળાબજારમાં વેચવામાં ન આવે.

