SIRના માટે ગયેલી મહિલા BLOની જાતિ ખબર પડી ગઇ તો અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મુકાઇ

જાતિવાદ એ આપણા સમાજની એક એવી વાસ્તવિકતા છે, જેને છુપાવી શકાતી નથી, ભલે ગમે તેટલી વાર તેનો ઇનકાર કરવામાં આવે, કારણ કે આ માનસિકતા તો વર્તનમાં ઝળકી જાય છે. કેટલાક વ્યક્તિઓ જાતિના અભિમાનથી એટલા ડૂબેલા હોય છે કે તેઓ દલિત અથવા આદિવાસી વ્યક્તિનું અપમાન કરતા શિષ્ટાચારના તમામ ધોરણોનો અનાદર કરે છે. કર્ણાટકના મેંગલુરુના શિરલાલુ ગામમાં આનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

અહીના શિરલાલુ ગામના એક મહિલા બૂથ લેવલ ઓફિસર (BLO)ને એટલે અપમાનિત કરવામાં આવી હતી અને ફક્ત એટલા માટે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી કારણ કે તે દલિત છે. જ્યારે મહિલા ઘરના લોકોના કામથી ત્યાં ગઇ હતી. તે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા માટે ગઇ હતી. એવો આરોપ છે કે ઘરની મહિલાએ BLOને તેની જાતિ પૂછી લીધી. તેની જાતિ જાણ્યા પછી, મહિલાએ BLOને ઘરમાં પ્રવેશવા દેવાનો ઇનકાર કર્યો અને તેને ઘરના દરવાજાથી જ ભગાડી દીધી.

women-BLO1
thehindu.com

કર્ણાટકમાં હાલમાં SIR પ્રક્રિયા ચાલી રહી છે, આ હેઠળ BLO તરીકે નિયુક્ત સરકારી કર્મચારીઓ તેમના સંબંધિત વિસ્તારોના રહેવાસીઓ સાથે ડેટા એકત્રિત કરવા માટે લોકો સુધી પહોંચી રહ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, પીડિત મહિલા આંગણવાડી કેન્દ્રમાં કામ કરે છે અને તેને પણ SIR પ્રક્રિયા માટે BLOની ફરજો સોંપવામાં આવી હતી. તે 6 જુલાઈના રોજ એક સાથી સાથે શિરલાલુ ગામમાં પોતાની સત્તાવાર જવાબદારીઓ નિભાવવા માટે પહોંચી હતી.

મહિલા BLO ગામમાં યશોદા આચારી નામની મહિલાના ઘરે ગઇ હતી. અહેવાલ અનુસાર ત્યાં આ સત્તાવાર સરકારી કાર્યમાં પણ જાતિવાદ ઘૂસી ગયો હ. ઘરની મહિલાને જેવી જ BLOની જાતિની જાણ થતા જ તે સરકારી કર્મચારીનું અપમાન કરવામાં અચકાઈ નહીં. તેણે તરત જ BLOને ત્યાંથી જવા કહી દીધું. હદ તો ત્યારે થઇ ગઇ, જ્યારે મહિલા BLOને તેના ઘરના ઓટલા પર પણ જવા દેવાનો ઇનકાર કર્યો.

women-BLO2
jagran.com

ત્યારબાદ, 7 જુલાઈના રોજ, BLOએ વેનૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં તેણે પોતાની સાથે થયેલા જાતિ આધારિત ભેદભાવની સંપૂર્ણ કહાની વર્ણવી. મહિલાની ફરિયાદ પર કાર્યવાહી કરતા વેણુર પોલીસે આરોપી યશોદા આચારી વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને અન્ય સંબંધિત કલમો હેઠળ FIR નોંધી છે.

About The Author

Related Posts

Top News

રાજસ્થાનની શાળાઓની આસપાસ ચિપ્સ અને ઠંડા પીણાં વેચાશે નહીં; જંક ફૂડ પર પ્રતિબંધ

રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસને ધ્યાનમાં રાખીને, હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે. કોર્ટે રાજ્યભરની શાળાની કેન્ટીનમાં અને...
National 
રાજસ્થાનની શાળાઓની આસપાસ ચિપ્સ અને ઠંડા પીણાં વેચાશે નહીં; જંક ફૂડ પર પ્રતિબંધ

સુરતમાં 7 વૃક્ષોને રાતોરાત કેમ કાપી નાંખવામાં આવ્યા?

એક તરફ સુરત મહાનગરપાલિકા શહેરમાં 75 લાખ વૃક્ષો વાવવાનો દાવો કરી રહી છે, 50 હજાર નવા રોપા ખરીદવાની તૈયારી...
Gujarat 
સુરતમાં 7 વૃક્ષોને રાતોરાત કેમ કાપી નાંખવામાં આવ્યા?

'હું પહેલા જેટલું કામ કરી શકતો નથી, નવી પેઢીને જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે...' ગડકરીના નિવેદનથી ખળભળાટ!

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, તેઓ હવે પહેલા જેટલું કામ કરી શકતા નથી અને નવી પેઢીને જવાબદારીઓ...
National 
'હું પહેલા જેટલું કામ કરી શકતો નથી, નવી પેઢીને જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે...' ગડકરીના નિવેદનથી ખળભળાટ!

ગર્લફ્રેન્ડે સાડા ત્રણ કલાકમાં કાર પર કરી 3400 કિસ; બોયફ્રેન્ડે કિંમત ચૂકવવી પડી

સોશિયલ મીડિયા પર વાયરલ થવા અને રીલ્સ પર મહત્તમ વ્યૂઝ મેળવવા માટે એક યુવકે તેની કારને જ કિસિંગ કાર બનાવી...
National 
ગર્લફ્રેન્ડે સાડા ત્રણ કલાકમાં કાર પર કરી 3400 કિસ; બોયફ્રેન્ડે કિંમત ચૂકવવી પડી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.