કેદારનાથ: પહાડ પરથી પથ્થરો પડ્યા, સુરતની યુવતી ખીણમાં પડી ગઇ, મોત

કેદારનાથની યાત્રાએ ગયેલી સુરતની 20 વર્ષની એક યુવતીનું મોત થયું છે. આ યુવતી ચાલત ચાલતા જઇ રહી ત્યારે અચાનક ટેકરી પરથી પત્થરો પડવાના શરૂ થયા, જેને કારણે  યુવતી સીધી ખીણમાં પડી ગઇ હતી, બચવાનો કોઇ મોકો યુવતીને મળ્યો નહોતો.

કેદારનાથ પદયાત્રી માર્ગ પર દુ:ખદ અકસ્માત થયો હતો. જેમાં એક યુવતીનું મોત થયું છે જ્યારે એક યુવક ઘાયલ થયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સાંજે 4.20 કલાકે કેદારનાથ પદયાત્રી માર્ગના છેડી ગડેરા પાસે પહાડ પરથી એક પત્થર પડતા યુવતી રસ્તાથી 50 મીટર નીચે ઊંડી ખાઈમાં પડી હતી, જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ યુવતી સુરતની છે અને તેની ઉંમર 20 વર્ષની છે. બિહારના એક 24 વર્ષના યુવાનને ઇજા થઇ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ગૌરીકુંડ-કેદારનાથ પદયાત્રી માર્ગ પર છૌરી નજીક એક ટેકરી પરથી પત્થર પડ્યો જે સીધો 20 વર્ષની યુવતીને ભટકાયો હતો, જેના મારથી યુવતી સીધી ખીણમાં પડી જતા મોત થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને રેસ્ક્યુ ટીમ દ્વારા સારવાર માટે સોનપ્રયાગમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ પ્રવાસમાં પત્થર અથડાવાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા પણ સોનપ્રયાગ એક્રો બ્રિજ પાસે બે ઘટના બની છે.

જાણવા મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં અવિરત વરસાદને કારણે પદયાત્રી માર્ગ પર  પહાડી વિસ્તાર અત્યંત સંવેદનશીલ બની ગયો છે. બુધવારે મોડી સાંજે ગુજરાતના સુરત શહેરની રહેવાસી 20 વર્ષની અક્ષિતા શૈલીનું ખીણમાં પડી જવાને કારણે મોત થયું છે અને 24 વર્ષીય બિહારના શિવાસ નામના યુવાનને ઇજા થઇ છે. સિવાસ અન્ય લોકોની સાથે કેદારનાથ જવા માટે ગૌરીકુંડથી નીકળ્યા હતા, જેવા છેરી ગડેરા પાસે પહોંચ્યા ત્યારે ઉપરની ટેકરી પરથી એક પછી એક ઘણા પત્થરો પડવા લાગ્યા, જેના કારણે શૈલી અક્ષિતા રસ્તાથી 50 મીટર નીચે ખાડામાં પડી ગઈ હતી.

અક્ષિતા એટલી ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી કે તેણીનું રેસ્ક્યુ થાય તે પહેલાં જ મોતને ભેટી હતી.શિવાસને પણ ગંભીર ઇજા થઇ છે, પરંતુ  SDRF, પોલીસ અને DDRFએ તેને ગૌરી કુંડ પહોંચાડ્યો હતો. શિવાસની પ્રાથમિક સારવાર બાદ તેને સોનપ્રયાગની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.

તંત્રએ પદયાત્રા માર્ગ પર ચાલતો લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.