- National
- દિલ્હીના CM કહે- 'કુણાલ કામરા પોતાના જોખમે દિલ્હી આવે', કામરાએ આપ્યો જવાબ
દિલ્હીના CM કહે- 'કુણાલ કામરા પોતાના જોખમે દિલ્હી આવે', કામરાએ આપ્યો જવાબ

હાસ્ય કલાકાર કુણાલ કામરા ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે તેમનો દિલ્હીના CM રેખા ગુપ્તા સાથે ઝઘડો થયો છે. બંને વચ્ચેના શાબ્દિક યુદ્ધે સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું છે. દિલ્હીના CM રેખા ગુપ્તાએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા પર કરેલી ટિપ્પણી ચર્ચાનો વિષય બની હતી. એક મીડિયા ઇવેન્ટમાં, CM રેખા ગુપ્તાએ કુણાલ કામરાને પોતાના જોખમે દિલ્હી આવવા કહ્યું. કામરાએ હવે એક પોસ્ટમાં આનો જવાબ આપ્યો છે.
26 જૂને, CM રેખા ગુપ્તા એક મીડિયા ગ્રુપના કાર્યક્રમ 'એક્સપ્રેસ અડ્ડા'માં બેઠા હતા. એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો, 'શું તમે કુણાલ કામરા જેવા હાસ્ય કલાકારોને, જે PM મોદી અથવા બીજા નેતાઓ પર જોક્સ કહે છે, તેને દિલ્હીમાં શો કરવા દેશો?' CM રેખા ગુપ્તાએ તેનો તરત જ જવાબ આપ્યો કે, 'તેમણે પોતાના જોખમે આવવું જોઈએ. દિલ્હીના લોકો તેમની વાત સાંભળશે.'

પરંતુ કાર્યક્રમમાં બેઠેલા અન્ય એક પત્રકારે વચ્ચે પડીને પૂછ્યું, તમે CM છો, તમે આવી વાત કેવી રીતે કહી શકો છો? આના પર CM રેખા ગુપ્તાએ જવાબ આપ્યો, 'ઠીક છે, તમે આવો, હું તમારું સ્વાગત કરીશ.'
https://twitter.com/kunalkamra88/status/1938554024300790068
પોતાના તીખા કટાક્ષ અને સ્પષ્ટવક્તા હાસ્ય માટે પ્રખ્યાત કુણાલ કામરાએ આ તક ઝડપી લીધી. દિલ્હીના CM રેખા ગુપ્તાના આ નિવેદન અંગે, તેમણે એક પોસ્ટ લખી, 'તમે તમારા પોતાના જોખમે આવો'ને દિલ્હી પર્યટનની નવી ટેગલાઇન બનાવી દો!'

એટલું જ નહીં, અગાઉ બીજી એક પોસ્ટમાં કામરાએ લખ્યું હતું કે, તેમને એક આદરણીય CM તરીકે બોલવાની તક મળી હતી, પરંતુ તેમણે એક સાચા ABVP કાર્યકરની જેમ વાત કરી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, કુણાલનો વિવાદોનો લાંબો ઇતિહાસ છે. ફેબ્રુઆરી 2025માં, મુંબઈમાં તેમના શો પછી હંગામો થયો હતો. ત્યારપછી તેમણે મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદે પર એક ગીત ગાયું હતું, જેમાં તેમણે તેમને 'ગદ્દાર' કહ્યા હતા. ત્યારપછી શિવસેના (શિંદે જૂથ)ના કાર્યકરોએ હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી અને કુણાલને 500થી વધુ ધમકીભર્યા ફોન આવ્યા હતા. આ વિવાદમાં કુણાલે કહ્યું, 'હું માફી નહીં માંગુ, મેં જે કહ્યું તેના પર હું અડગ છું.'

તમને વધુમાં જણાવીએ તો કામરાએ 2020માં ઈન્ડિગોની ફ્લાઇટમાં ખુલ્લેઆમ અર્નબ ગોસ્વામી પર નિશાન સાધ્યું ત્યારે પણ તે હેડલાઇન્સમાં આવ્યા હતા. તે ઘટના પછી, ઈન્ડિગોએ તેમના પર 6 મહિના માટે પ્રતિબંધ મૂક્યો હતો (પાછળથી તે ઘટાડીને 3 મહિના કરવામાં આવ્યો હતો). એર ઈન્ડિયા, સ્પાઈસજેટ અને ગોએરે પણ તેમને પોતાની ફ્લાઈટમાં ઉડાવવાનો ઇનકાર કર્યો હતો. સોશિયલ મીડિયામાં હોબાળો મચાવ્યો હતો. કામરાના સમર્થકો સોશિયલ મીડિયા પર કહે છે કે આ લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્યનો મુદ્દો છે. જ્યારે ઘણા લોકોએ CM રેખા ગુપ્તાના નિવેદનને આગ લગાવનારું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે 'ઓછામાં ઓછું તેમણે સ્પષ્ટ કર્યું કે, શો કરવા પર કોઈ પ્રતિબંધ નથી.' પરંતુ જે વસ્તુ સૌથી વધુ ટ્રેન્ડ કરી રહી છે, તે છે 'તમારા પોતાના જોખમે આવો', જેને કામરાએ પોતાની શૈલીમાં દિલ્હી ટુરિઝમની ટેગલાઇન બનાવી હતી.
Related Posts
Top News
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!
એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?
ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સુરતનું સ્નેહમિલન
Opinion
