- National
- નાની બહેન સાયકલ પર બેઠી હતી, નીચે ન પડે તે માટે ભાઈએ કર્યું આ કામ, જુઓ વીડિયો
નાની બહેન સાયકલ પર બેઠી હતી, નીચે ન પડે તે માટે ભાઈએ કર્યું આ કામ, જુઓ વીડિયો

ભાઈ-બહેન વચ્ચેનું બંધન પ્રેમનું સૌથી શુદ્ધ રૂપ છે અને આ તથ્યોને નકારી શકાય તેમ નથી. એક મોટો ભાઈ પોતાની નાની બહેન સાયકલ પર સુરક્ષિત રીતે બેસે તે માટે કરવામાં આવેલા કામનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોતાની બહેન માટે તે ભાઈના મનમાં જે પ્રેમ છે તે સાફ જોવા મળે છે. આ વીડિયો જોઈને તમે પણ બે મિનિટ માટે ઈમોશનલ થઈ જશો.
Brother's Love pic.twitter.com/rATH1A83my
— Urdu Novels (@urdunovels) January 2, 2023
વાયરલ થઈ રહેલા આ વીડિયો ઉર્દુ નોવેલ્સ નામના પેજ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. 22 સેકન્ડની આ ક્લિપમાં એક છોકરાને પોતાની નાની બહેનની સાથે સાયકલ પર યાત્રા કરતો જોવામાં આવી શકે છે. તેણે પોતાની બહેનના પગને સાયકલ સાથે બાંધવા માટે કપડાંના એક ટુકડાનો ઉપયોગ કર્યો છે. આમ કરવા પાછળનું કારણ જોઈ શકાય છે કે બહેન સુરક્ષિત રહે અને સાયકલ પરથી નીચે ન પડી જાય. જેના પછી બહેન તેના ભાઈ સાથે આગળની યાત્રા કરતી જોવા મળે છે.
ઓનલાઈન શેર કરવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં આ વીડિયોને 14 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. ટ્વિટર યુઝર્સ ભાઈ-બહેનની જોડીને પસંદ કર્યા વગર રહી શક્યા નહીં અને તેમના બંધનને સુંદર જણાવ્યો છે. એક યુઝરે લખ્યું છે- કેટલો બધો પ્રેમ. તો અન્ય એક યુઝરે લખ્યું છે- ભાઈનો પવિત્ર પ્રેમ. આવા બીજા ઘણા વીડિયોઝ સોશિયલ મીડિયામાં આયેદિન વાયરલ થતા રહે છે. ભાઈ બહેનના પવિત્ર સંબંધને દર્શાવતા આવા ઘણા વીડિયોઝ સોશિયલ મીડિયા પર તમને જોવા મળી શકે છે.
થોડા દિવસો પહેલ બોલિવુડના જાણીતા કોમેડિયન જ્હોની લીવરની છોકરી જેમી અને છોકરો જેસ લીવરનો એક વીડિયો વાયરલ થયેલો જોવા મળ્યો હતો. આ ફની વીડિયોમાં જોઈ શકાય છે કે બંને ભાઈ બહેન ડાન્સ કરી રહ્યા છે અને અચાનક જ એકબીજાને મારવા લાગે છે.
તેઓ માત્ર એક્ટિંગ કરીને એકબીજાને મારી રહેલા જોવા મળે છે પરંતુ તેમનો આ કોમેડી વીડિયો લોકોને ઘણો પસંદ આવ્યો હતો. જેમી લીવરે આ વીડિયો શેર કરતા લખ્યું છે- અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છે. આ વીડિયો પર ઘણા સેલિબ્રિટીઝ અને ફેન્સે કોમેન્ટ અને લાઈક કર્યા છે.
Related Posts
Top News
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Opinion
