- National
- BJP નેતા અને મેયરના પુત્રએ સ્ટેજ પર ગણાવી BJP સરકારની નિષ્ફળતાઓ, મંચ પર બેઠા હતા CM અને મંત્રી
BJP નેતા અને મેયરના પુત્રએ સ્ટેજ પર ગણાવી BJP સરકારની નિષ્ફળતાઓ, મંચ પર બેઠા હતા CM અને મંત્રી
ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પુષ્યમિત્ર ભાર્ગવના પુત્ર સંઘમિત્રનું ભાષણ વાયરલ થયું છે. સંઘમિત્રએ પોતાના ભાષણમાં કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. ખાસ વાત એ હતી કે આ દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, વિધાનસભા અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમર, મંત્રી તુલસી સિલાવટ, સાંસદ શંકર કેશવાણી, સ્થાનિક ભાજપના ધારાસભ્ય અને મેયર પુષ્યમિત્ર સ્ટેજ પર હાજર હતા. ભાજપના નેતા અસ્વસ્થ દેખાતા હતા, પરંતુ સ્મિત સાથે ભાષણ સાંભળતા રહ્યા. બીજી તરફ ઓડિટોરિયમમાં હાજર શ્રોતાઓએ સાહસિક ભાષણ પર જોરદાર તાળીઓ પાડી.
મેયરના પુત્રએ દેવી અહિલ્યા યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં સ્વર્ગસ્થ નિર્ભય સિંહ પટેલ મેમોરિયલ વાદ-વિવાદ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. તે તેમાં વિજેતા બન્યો. ત્યારબાદ ઇનામ વિતરણ સમારોહમાં, વિજેતા સંઘમિત્રને સ્ટેજ પર ભાષણ આપવાનું કહેવામાં આવ્યું. સ્ટેજ પર માઈક પકડતા જ સંઘમિત્રાએ કેન્દ્ર સરકારના વચન ભંગ પર સવાલ ઉઠાવ્યા.
https://twitter.com/ElectionMP2028/status/1963813773682119064
તેમણે કહ્યું કે, ‘ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટની સ્થિતિ એવી છે કે દર વર્ષે 50 લાખથી વધુ લોકો ટિકિટ ખરીદ્યા બાદ પણ મુસાફરી કરી શકતા નથી. 2022 સુધીમાં અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન દોડવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ 2025 આવી ગયું છે અને સરકારના પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનમાંથી બુલેટ ટ્રેન બહાર આવી શકી નથી. જમીન સંપાદન પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા, કૌભાંડો થયા, પરંતુ બુલેટ ટ્રેન હકીકતમાં ન આવી. સરકાર દાવો કરે છે કે કવચ ટેક્નોલોજીથી રેલ અકસ્માતો બંધ થશે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં રેલ અકસ્માતોમાં 20 હજાર લોકોના મોત થઈ ગયા. જ્યારે ટ્રેન ટ્રેક પરથી ઉતરે છે, ત્યારે માત્ર કોચ જ તૂટતા નથી, માતાનો ખોળો ખાલી થઈ જાય છે, બાળકનું ભવિષ્ય અંધકારમાં ડૂબી જાય છે અને વૃદ્ધ પિતાની છેલ્લી આશા છીનવાઈ જાય છે.’
શાળાના વિદ્યાર્થી સંઘમિત્રાએ વધુમાં કહ્યું કે, સ્ટેશનના રિડેવલપમેન્ટની વાત થાય છે. સરકારે કહ્યું હતું કે 400 સ્ટેશનોને એરપોર્ટ જેવા બનાવવામાં આવશે, પરંતુ માત્ર 20 જ બન્યા. ત્યાં પણ ફરિયાદો છે કે ત્યાં ચમકતા બોર્ડ તો છે, પરંતુ પીવાનું પાણી મોંઘું છે અને ભીડ એટલી જ છે. 2022ના CAG રિપોર્ટ દર્શાવે છે કે સ્ટેશન બાંધકામ માટે મંજૂર કરાયેલા 1.25 લાખ કરોડ રૂપિયામાંથી 80% પ્રોજેક્ટ અધૂરા છે. સુરક્ષા માટેના 78% બજેટને ડાયવર્ટ કરી દેવામાં આવ્યું હતું.
ઇકોનોમિક ટાઇમ્સના 2020ના અહેવાલ મુજબ, 300 કરોડ રૂપિયાના કેટરિંગ એક જ કંપનીને આપવામાં આવ્યા હતા. સરકાર કહે છે કે, ‘સબકા સાથ, સબકા વિકાસ’, પરંતુ રેલવેમાં થઇ રહ્યું છે દલાલોનો સાથ, ખાનગીકરણનો વિકાસ અને જનતાનો વિનાશ.’ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે સંઘમિત્રનો વીડિયો શેર કરતા લખ્યું કે, ‘સંઘમિત્ર ભાર્ગવ એક પ્રભાવશાળી વક્તા છે. અભિનંદન.’

