- National
- પુત્રના અવસાનથી માતાને આઘાત લાગતા તેમણે પણ પ્રાણ ત્યજી દીધા... એકસાથે નીકળી અંતિમયાત્રા
પુત્રના અવસાનથી માતાને આઘાત લાગતા તેમણે પણ પ્રાણ ત્યજી દીધા... એકસાથે નીકળી અંતિમયાત્રા
લોકો કહે છે કે, કોઈ પણ માતા પોતાના પુત્રને ગુમાવવાનું દુઃખ સહન કરી શકતી નથી. જ્યારે જેને પોતે જન્મ આપ્યો છે તે પુત્ર તેના પહેલાં જ મૃત્યુ પામે, ત્યારે તેને એક ઊંડો આઘાત લાગે છે. જોકે, અહીં બનેલી આ ઘટનાએ એ કહેવતને સાબિત કરી દીધી કે, 'માતા પુત્ર વિના અધૂરી છે', માતાનો તેના દરેક બાળકો સાથેનો સંબંધ ખુબ જ ગાઢ હોય છે.' અહીં, દિવાળીની રોશની વચ્ચે, આ ઘર કાયમ માટે અંધકારમાં ડૂબી ગયું, કારણકે તે ઘરના લોકોએ તેના બે પ્રિયજનો ગુમાવ્યા છે.
ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં, દિવાળીના એક દિવસ પહેલા જ માતા અને પુત્રના મૃત્યુના કારણે તહેવારનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો. બ્રેન હેમરેજના કારણે પોતાના પુત્રના મૃત્યુના સમાચાર મળતાં જ, માતાનું પણ આઘાતથી મૃત્યુ થઇ ગયું. આ સમગ્ર ઘટના કડાધામ પોલીસ સ્ટેશન વિસ્તારના દેવીગંજ બજારમાં બની હતી.
માહિતી અનુસાર, મુન્ના અગ્રહારી એક વેપારી હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, 50 વર્ષીય મુન્ના અગ્રહારીની થોડા દિવસો પહેલા તબિયત ખરાબ થઇ ગઈ હતી. ત્યારપછી પરિવારે તેમને પ્રયાગરાજની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા. તપાસમાં જાણવા મળ્યું કે મુન્ના અગ્રહરીને બ્રેન હેમરેજ થયો હતો.
ડોક્ટરોએ તેમને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ શનિવારે સારવાર દરમિયાન મુન્ના અગ્રહરીનું મૃત્યુ થયું. તેમના પુત્રના મૃત્યુની જાણ થતાં, તેમની 75 વર્ષીય માતા તારા દેવી બરાડા પાડીને રડવા માંડ્યા. આ દરમિયાન, તારા દેવીની તબિયત બગડી ગઈ અને તેમનું પણ મૃત્યુ થયું.
એક જ દિવસમાં માતા અને પુત્રના મૃત્યુના સમાચારથી દેવીગંજ શહેરમાં શોક છવાઈ ગયો. પરિવારના સભ્યોનું કહેવું છે કે, માતા પોતાના પુત્રના મોતનો આઘાત સહન ન કરી શકી, અને તે જ આઘાતમાં માતા પણ દુનિયાને છોડી ગઈ હતી.
પોલીસે અહેવાલ આપ્યો છે કે, એક વ્યક્તિને બ્રેન હેમરેજ થયું હતું. તે પ્રયાગરાજની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુના સમાચાર તેની મા સહન ન કરી શકી તેની માતાનું પણ મૃત્યુ થયું.
દિવાળીના એક દિવસ પહેલા બનેલી આ ઘટનાએ માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર શહેરને શોકમાં મૂકી દીધું છે. દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અગ્રહરી પરિવાર પર અંધારું છવાઈ ગયું છે. ઘરે સગાસંબંધીઓ અને પડોશીઓની ભીડ એકઠી થઈ ગઈ છે, પણ બધાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ છે.

