મારું નામ કોવિડ છે, પરંતુ હું વાયરસ નહીં માણસ છું, આ વ્યક્તિ નામને કારણે હેરાન

વિચારો કે તમારું નામ કોવિડ કપૂર રાખવામાં આવ્યું હોય અને કોવિડ મહામારીના કારણે હવે તમારું નામ સૌને અજીબ લાગવા લાગ્યું હોય. બેંગ્લોરના કોવિડ કપૂરને દુર્ભાગ્યથી દુનિયાનું આ સૌથી અનોખું નામ મળ્યું છે. કોફી શોપમાં જ્યારે તેનું નામ જોરથી બોલવામાં આવે છે તો દરેક લોકો ચોંકી જાય છે. કોવિડ કપૂરે હાલમાં જ દુનિયાના સૌથી અનોખા અને આજના સમયમાં સૌથી દુર્ભાગ્યપૂર્ણ માનવામાં આવી રહેલા નામના રાખવાના કારણે થનારી એ મુશ્કેલીઓનો મીડિયામાં ખુલાસો કર્યો છે, જેનો તેણે છેલ્લા 4 વર્ષથી સામનો કરવો પડી રહ્યો છે.

બેંગ્લોરના કોવિડ કપૂરનું કહેવું છે કે તે જ્યાં પણ જાય છે, તેનું નામ સાંભળતા જ લોકો ચકિત થઈ જાય છે. પરંતુ તે માને છે કે આ એટલું પણ ખરાબ નથી. કોવિડ કપૂરનું કહેવું છે કે પોતાના નામના કારણે હવે તે હંમેશા કોરાના વાયરસ સાથે જોડાઈ ગયો છે. કોવિડ કપૂર માટે કોરોના મહામારીના શરૂઆતના સમયમાં તેનો સામનો કરવો એટલો સરળ ન રહ્યો હતો. પહેલા તો તેને સાર્વજનિક જગ્યાઓ પર તેમના નામની સાથે બનેવવામાં આવેલા મજાકને લઈને ખોટું લાગ્યું હતું.

એક ટ્રાવેલ એજન્સીના માલિક 31 વર્ષના કપૂરે કહ્યું છે કે, મારા માટે છેલ્લા બે વર્ષ ઘણા ખરાબ રહ્યા હતા. જ્યારે WHO એ કોરાના મહામારીનું ઓફિશિયલ નામની જાહેરાત કરી ત્યારે કોવિડ કપૂરને અહેસાસ થયો કે આ મહામારીનું નામ અને તેનું નામ તો ઘણા હદ સુધી એક જ છે. આ અંગે કોવિડ કપૂર કંઈ કરી શકે તેમ નથી. તેમ છત્તાં આ એક ઘણો જ મનોરંજક સંયોગ હતો. કોવિડ કપૂરે મીડિયાને કહ્યું કે જ્યારે 2019ના અંતમાં પહેલી વખત કોરોના વાયરસનો દુનિયાની સામે ખુલાસો થયો હતો. તે સમયે તેના મિત્રો અને પરિવારના લોકો વચ્ચે મજાક અને મીમ્સની ન ખતમ થનારો સિલસિલો શરૂ થઈ ગયો હતો.

પરંતુ કોવિડ કપૂરને આ વાતનો અંદાજો નહીં હતો કે તેના નામ પર ચાલી રહેલો મજાક ટૂંક સમયમાં તેના ઘર અને મિત્રોની સીમા પાર કરીને સાર્વજનુક જગ્યાઓ પર પણ પહોંચી જશે. ટૂંકમાં જ તેને અહેસાસ થઈ ગયો કે જ્યારે કોઈ રેસ્ટોરન્ટમાં તેનું નામ બોલાવવામાં આવે છે, તો બીજા ગ્રાહકો તેને ઘુરવા લાગે છે. કપૂરે કહ્યું કે, ક્યારેક ક્યારેક જ્યારે મારા મિત્રો સાર્વજનિક રસ્તાઓ પર મારું નામ જોરથી લે છે તો લોકો મને કન્ફ્યુઝ નજરોથી જોતા હતા. જે ઘણી વખત હસવું અપાવે તેવું હતું.

Related Posts

Top News

ડૂબતા ફેમિલી બિઝનેસને બચાવવા આ યુવાને સ્કૂલ છોડેલી,આજે 2000 કરોડની કંપની

તમિલનાડુના  ઇરોડમાં રહેતા ટી. સુરેશકુમાર પોતાની મિલ્કી મિસ્ટ કંપનીનો IPO  લઇને આવી રહ્યા છે હજુ તારીખ અને પ્રાઇસ બેન્ડ જાહેર...
Business 
ડૂબતા ફેમિલી બિઝનેસને બચાવવા આ યુવાને સ્કૂલ છોડેલી,આજે 2000 કરોડની કંપની

પૃથ્વી હવે પહેલા કરતા વધુ ઝડપથી ફરવા લાગી છે! વૈજ્ઞાનિકોએ કહ્યું, 'આપણે ઘડિયાળોનો સમય બદલવો પડશે'

'હવે હું એ પૃથ્વી નથી રહી જે 'ધીરે ધીરે' ચાલતી હતી...' આ દિવસોમાં પૃથ્વી પોતાના મનમાં...
National 
પૃથ્વી હવે પહેલા કરતા વધુ ઝડપથી ફરવા લાગી છે! વૈજ્ઞાનિકોએ કહ્યું, 'આપણે ઘડિયાળોનો સમય બદલવો પડશે'

શું ટ્રમ્પ ટેરિફના ડરથી આ રોકાણકારોએ 18000 કરોડ ઉપાડી લીધા

અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર તણાવની અસર શેરબજાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને સેન્સેક્સ-નિફ્ટીમાં સતત છઠ્ઠા સપ્તાહે ઘટાડો ચાલુ...
Business 
શું ટ્રમ્પ ટેરિફના ડરથી આ રોકાણકારોએ 18000 કરોડ ઉપાડી લીધા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ 11-8-2025વાર સોમવારઆજની રાશિ - કુંભ ચોઘડિયા, દિવસઅમૃત  06:17 - 07:54કાળ  07:54 - 09:30...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.