- National
- બિહાર સરકારમાં BJPના મંત્રીએ આપ્યું મોટું નિવેદન! શું CM નીતિશ કુમાર ઉપરાષ્ટ્રપતિ બનશે?
બિહાર સરકારમાં BJPના મંત્રીએ આપ્યું મોટું નિવેદન! શું CM નીતિશ કુમાર ઉપરાષ્ટ્રપતિ બનશે?
જે રાજ્યમાં જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામાની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે બિહાર છે. તેની પાછળનું કારણ એ છે કે, દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે તે અંગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળોમાં બિહારના CM નીતિશ કુમારનું નામ સૌથી આગળ છે. જોકે આ ફક્ત સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો છે, પરંતુ ઘણા લોકો દાવો કરે છે કે, CM નીતિશ કુમારને ઉપરાષ્ટ્રપતિ બનવાની તક મળી શકે છે.
હવે આ મામલે નીતિશ સરકારના મંત્રી નીરજ કુમાર સિંહ બબલુનું પણ નિવેદન આવ્યું છે. મંગળવારે જ્યારે પત્રકારોએ નીરજ કુમાર સિંહ બબલુને પૂછ્યું કે, CM નીતિશ કુમાર ઉપરાષ્ટ્રપતિ બને તેવી ચર્ચા ચાલી રહી છે, ત્યારે તેમણે સરળ શબ્દોમાં જવાબ આપ્યો, 'તે સારી વાત છે, જો તેઓ બને તો શું વાંધો છે...બની જાય.'
આ મામલે બિહારના BJPના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરનું નિવેદન પણ આવ્યું છે. ઠાકુરે કહ્યું, 'તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું; તેમાં કોઈ શંકા નથી... જો CM નીતિશ કુમાર (ઉપરાષ્ટ્રપતિ તરીકે) કાર્યભાર સંભાળશે તો બિહારના લોકો ખુશ થશે.'
નીરજ કુમાર સિંહ બબલુ અને BJPના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરના નિવેદનોએ સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને બળ આપ્યું છે, કારણ કે TV ચેનલો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે તે અંગે ચર્ચા ચાલી રહી છે અને મોટાભાગના લોકો આ પદ માટે CM નીતિશ કુમારના દાવાને મજબૂત ગણાવી રહ્યા છે. જોકે, CM નીતિશ કુમારની પાર્ટી JDU તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
હજુ પણ ચર્ચાઓ અને અટકળોનું બજાર ગરમ છે. આવતા મહિને બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં રાજ્યમાં નવી સરકાર રચાશે. આ દરમિયાન, જગદીપ ધનખરના રાજીનામા પછી, જ્યારે CM નીતિશ કુમારનું નામ સોશિયલ મીડિયા પર ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં દોડવાનું શરૂ થયું, ત્યારે પટણાથી દિલ્હી સુધીના લોકો સતર્ક થઈ ગયા. લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું ખરેખર આવું થઈ શકે છે?
https://twitter.com/ANI/status/1947541327509623118
CM નીતિશ કુમાર સતત છેલ્લા 20 વર્ષથી રાજ્યના CM રહ્યા છે (જીતન રામ માંઝીના 10 મહિનાના કાર્યકાળને છોડીને) CM નીતિશ કુમાર ગઠબંધન સાથે રહે કે NDA સાથે, તેઓ CMની ખુરશી પર રહે છે, પરંતુ હવે એવી ચર્ચા છે કે, તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ માટે દિલ્હી જઈ શકે છે.
આવી ચર્ચાઓ ત્યાં સુધી અટકશે નહીં, જ્યાં સુધી NDA ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર ન કરે. એવી પણ ચર્ચા છે કે જો BJP અને NDA નીતિશ કુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવે છે, તો તેમને વિધાનસભા ચૂંટણીમાં બિહારની પછાત જાતિઓ તરફથી ઘણો ટેકો મળશે.
https://twitter.com/ANI/status/1947559119780491360
પછાત સમુદાય બિહારની વસ્તીના 63 ટકા હિસ્સો ધરાવે છે અને તે માત્ર બિહારમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ અને ભારતના ઘણા રાજ્યોમાં પણ એક શક્તિશાળી જાતિ જૂથ છે. જો આવી અટકળો સાચી સાબિત થઇ તો, એટલે કે, જો CM નીતિશ કુમાર ઉપરાષ્ટ્રપતિ બને છે, તો NDA ઉત્તર પ્રદેશ અને બિહારમાં પછાત જાતિના મતદારોમાં તેની પકડ વધુ મજબૂત કરી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે આવી અટકળોમાં કેટલું સત્ય છે?

