ગડકરી ખૂલીને બોલ્યા- હું માત્ર કાર્યકર્તા, PM પદ માટે ન આકાંક્ષાઓ છે અને ન તો..'

On

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેઓ પોતાના કામ પ્રત્યે સજાગ છે અને તેમાં કોઈ પણ બેદરકારી સહન નહીં કરી શકે. શું વડાપ્રધાન વર્સિસ નીતિન ગડકરી જેવી ચર્ચાઓમાં કોઈ દમ છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હું ભાજપનો કાર્યકર્તા છું, સંઘનો સ્વયંસેવક છું અને કાર્યકર્તા માત્ર કાર્યકર્તા હોય છે. મારા મનમાં વડાપ્રધાન બનવા માટે કોઈ આકાંક્ષા નથી. ડૉ કેન્દ્રીય મંત્રીને દિવંગત ભાજપના નેતા પ્રમોદ મહાજન સાથે ટકરાવ અને વિરોધની બાબતે સવાલ કરવામાં આવ્યો.

હકીકતમાં એવા ઘણા સમાચારોમાં પહેલા કહેવામાં આવ્યું છે કે પ્રમોદ મહાજને નીતિન ગડકરીને કહ્યું હતું કે તેઓ તેમને મંત્રી બનવા નહીં દે. આ સવાલના જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું કે, પ્રમોદ મહાજનનો મારી સાથે કોઈ વિરોધ રહ્યો હશે, એમ કહેવું તો તેમની સાથે ખૂબ અન્યાય હશે. પહેલું જે મંત્રીમંડળ બન્યું, તેમાં હું નહોતો. ઘણા બધા લોકોની અપેક્ષાઓ હતી કે હું મંત્રીમંડળમાં સામેલ રહીશ, પરંતુ એમ ન થયું. બીજી વાર હું મંત્રી બન્યો તો તેમની મંજૂરીથી જ બન્યો. તેમના નેતૃત્વમાં મને કામ કરવાનો અવસર મળ્યો અને તેમણે મને ખૂબ પ્રોત્સાહિત કર્યો. વિરોધ જેવો કંઇ રહ્યો નથી.

કેવી રીતે ઉઠી વિવાદોની વાતો? તેના પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પત્રકારોમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થાય છે. અલગ અલગ પ્રકારના અનુમાન કાઢવાનો અધિકાર પણ હોય છે. હું પાર્ટીનો યુવા મોરચાનો અધ્યક્ષ હતો, ત્યારે મુંડેજી આમારી પાર્ટીના અધ્યક્ષ બન્યા, તેમના નેતૃત્વમાં મેં કામ કર્યું. જનરલ સેક્રેટરી બન્યો, વિપક્ષ નેતા બન્યો. મંત્રી બન્યો. હું એવું માનું છું કે કેટલાક લોકોને લાગી રહ્યું હતું કે મારે પહેલાથી જ આ બધુ બનવું જોઈતું હતું, એટલે કેટલાક લોકોએ આ બધુ દુર્ભાગ્યપૂર્ણ લખ્યું. એવો કોઈ વિરોધ નહોતો. જ્યારે હું અધ્યક્ષ બન્યો તો હું 2 લોકોને પગે પડ્યો, મુંડેજીના અને અડવાણીજીના. કેમ કે મારાથી તેઓ સીનિયર હતા.

તેમણે નારાયણ રાણે માટે પણ કહ્યું કે, હું કેન્દ્રીય મંત્રી છું, પરંતુ તેઓ મારા સીનિયર રહ્યા છે તો હું તેમને નેતા માનું છું. શું વડાપ્રધાન મોદી વર્સિસ ગડકરી એવી કોઈ ટર્મનું કોઈ અસ્તિત્વ છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, મને દુઃખ થાય છે કે કેટલાક લોકો મીડિયામાં અમારા બંને વચ્ચે ઝઘડા છે એવી વાતો કરતા રહે છે. હું ભાજપનો કાર્યકર્તા છું. સંઘનો સ્વયંસેવક છું. અમે પાર્ટી કાર્યાલયમાં લખ્યું છે.નેશન ફર્સ્ટ, પછી પાર્ટી અને ત્યારબાદ હું, હું એ જ વિચારધારા પર ભરોસો રાખું છું. આજે વડાપ્રધાન મોદી આપના નેતા છે.

તેમના નેતૃત્વમાં દેશનો ચારેય તરફ વિકાસ થઈ રહ્યો છે. ન વડાપ્રધાન માટે કોઈ સવાલ, ન કોઈ ઝઘડો છે, ન કોઈ વિવાદ છેમ ન અમને કોઈ ક્લેમ કર્યો છે. એ માત્ર ખાલી બેઠા લોકોનું એનાલિસિસ છે. મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી બને છે. મંત્રી, પૂર્વ મંત્રી બને છે, ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય બને છે, પરંતુ કાર્યકર્તા હંમેશાં કાર્યકર્તા રહે છેઃ, તે ક્યારેય પૂર્વ રહેતા નથી. ન મારા મનમાં કોઈ સપનું છે કે હું વડાપ્રધાન બનું, ન એવી આકાંક્ષા છે અને ન એવું કોઈ ક્લેમ કર્યો છે. હું તો કામ કરવા માગું છું. કામ કરતો રહીશ.

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.