PM નરેન્દ્ર મોદીએ કરી વૈભવ સૂર્યવંશીની પ્રશંસા, બોલ્યા- ‘જેટલો રમશે એટલો જ...’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના પટનામાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહને વર્ચ્યૂઅલી સંબોધિત કર્યો હતો. આ અવસર પર વડાપ્રધાન મોદીએ ક્રિકેટ ખેલાડી વૈભવ સૂર્યવંશી પર કહ્યું કે, બિહારના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે, તે જેટલો વધારે રમશે એટલો જ નિખરશે. આપણે બધાએ IPLમાં બિહારના પુત્ર વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન જોયું છે. વૈભવે આટલી નાની ઉંમરે આટલો મોટો રેકોર્ડ બનાવી દીધો છે. તેની રમત પાછળ તેની મહેનત તો છે જ, પરંતુ અલગ-અલગ સ્તર પર મેચ રમવાથી પણ તેને મદદ મળી છે. તેનો અર્થ છે કે જે જેટલું રમશે, તે એટલું ખીલશે'

suryavanshi
BCCI

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારમાં આયોજિત 'ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ'માં ભાગ લેનારા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, આ મંચ તમારી સર્વશ્રેષ્ઠ પ્રતિભાને સામે લાવશે અને સાચી રમત ઉત્કૃષ્ઠતાને પ્રોત્સાહન આપશે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ' દરમિયાન બિહારના અલગ-અલગ ભાગોમાં ઘણી પ્રતિયોગિતાઓ આયોજિત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, ભારતમાં રમત હવે એક સંસ્કૃતિના રૂપમાં પોતાની ઓળખ બનાવી રહી છે. આ રમત સંસ્કૃતિ જેટલી વધશે, તેટલી જ તે ભારતની સોફ્ટ પાવર પણ વધારશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં રમતોનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. તેમણે રમતના ક્ષેત્રમાં દેશની તાકતને પ્રોત્સાહન આપવાનો પણ સંકલ્પ લીધો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, દેશમાં રમતઑના વિકાસ માટે આ વર્ષના 4,000 કરોડ રૂપિયાના બજેટનો ઉપયોગ રમતોનાના માળખાગત સુવિધાઓ સારી કરવામાં માટે લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, તેનાથી ભારતીય રમતોને નવી દિશા મળશે અને દેશમાં રમતો પ્રત્યે જાગૃતિ અને જોશ વધશે.

modi
livemint.com

 

તેમણે કહ્યું કે, રમત ભારતમાં માત્ર પ્રતિસ્પર્ધા નહીં, પરંતુ આપણી સાંસ્કૃતિક ઓળખ ચૂકી છે. જેમ-જેમ આપણી રમત સંસ્કૃતિનો વિકાસ થશે, તેમ-તેમ ભારતની તાકત પણ સુપરપાવરના રૂપમાં વધશે. કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ બિહારી વ્યંજનોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જે ખેલાડી બિહારની બહારથી આવ્યા છે, તેઓ બિહારમાં લિટ્ટી-ચોખાનો સ્વાદ જરૂર લે, ત્યાં મખાના પણ ખાવાનું ન ભૂલતા.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.