'મોબાઇલ નહીં, કેમેરા નહીં...' તો આ વીડિયો બન્યો કેવી રીતે? સ્માર્ટ ચશ્મા પહેરેલા યુવકે કાશી વિશ્વનાથ મંદિરની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા

વારાણસીના વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. મંદિર પરિસરમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ હોવા છતાં, એક યુવક કથિત રીતે કેમેરાથી સજ્જ સ્માર્ટ ચશ્મા પહેરીને ગર્ભગૃહમાં પ્રવેશ્યો અને અંદર એક વીડિયો રેકોર્ડ કર્યો. ત્યાર પછી તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેનો આ વીડિયો પોસ્ટ કર્યો, જે જોત જોતામાં વાયરલ થઇ ગયો.

Kashi-Vishwanath-Temple
gandiv.in

ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને મોબાઇલ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં બનેલી આ ઘટનાએ વહીવટીતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. જેમ જેમ મામલો વધતો ગયો, સબંધિત યુઝરે તેમના એકાઉન્ટમાંથી વીડિયો ડિલીટ કરી દીધો, પરંતુ ત્યાં સુધીમાં તે અનેક પ્લેટફોર્મ પર શેર થઈ ગયો હતો. વિશ્વપ્રસિદ્ધ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં આ મોટી ઘૂસણખોરીથી ભક્તો રોષે ભરાયા છે. લગભગ 28 સેકન્ડ લાંબા વાયરલ વીડિયોમાં યુવક ગર્ભગૃહમાં બાબા વિશ્વનાથનો જલાભિષેક કરતો જોવા મળે છે.

Kashi-Vishwanath-Temple2
bhaskar.com

મંદિર વહીવટીતંત્ર અને પોલીસની સંયુક્ત ટીમ પરિસરમાં લગાવેલા CCTV કેમેરાનો ઉપયોગ કરીને શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા માટે કામ કરી રહી છે. આ ઘટનાએ અનેક સ્તરીય સુરક્ષા તપાસ, મેટલ ડિટેક્ટર અને કડક દેખરેખ છતાં કેમેરાવાળો સ્માર્ટ ગ્લાસ ગર્ભગૃહ સુધી કેવી રીતે પહોંચવામાં સફળ રહ્યો તે અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

Kashi-Vishwanath-Temple3
bhaskar.com

મંદિર વહીવટીતંત્રે જણાવ્યું છે કે, આરોપી યુવકની ઓળખ કરવામાં આવશે અને કડક કાયદાકીય જોગવાઈઓ હેઠળ તેની સામે FIR દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રવેશદ્વારો પર ચેકિંગ પ્રોટોકોલ વધારે કડક કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને નિરીક્ષણ પ્રક્રિયાઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

Kashi-Vishwanath-Temple1
zeenews.india.com

ભક્તો અને સ્થાનિક લોકોએ બહુ સ્તરીય સુરક્ષા તપાસ, મેટલ ડિટેક્ટર અને મંદિરના પ્રવેશદ્વારો પર તૈનાત સુરક્ષા દળોની કામગીરી અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાંથી વીડિયો કોલ અને વીડિયો બનાવવાના અગાઉ પણ કિસ્સાઓ નોંધાયા છે. મંદિર વહીવટીતંત્રે જણાવ્યું છે કે, આવા કેસોની તપાસ કરવામાં આવશે અને સખત કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.