સુહાગરાતે દુલ્હને દુલ્હાને કહ્યું મને અડતો નહીં, હું કોઈ બીજાની અમાનત છું, નહિતર

ઉત્તર પ્રદેશના બરેલીથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં, એક યુવક માટે લગ્નની રાત્ર જ ભયાનક સપનું બની ગઈ. લગ્નની પહેલી રાત, જ્યારે પતિ પોતાની પત્ની પાસે પહોચ્યો તો પત્નીએ કંઈક એવું કહ્યું કે પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્યારબાદ તેણે પોલીસનો સહારો લીધો અને પોતાની આપવીતી સંભળાવી. આ મામલો બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં યુવકે પત્ની અને તેના પરિવારજનો પર આરોપ લગાવ્યા છે.

પીડિત યુવકે પોલીસને જણાવ્યુ કે, જાન્યુઆરી 2025માં તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ જ્યારે તે પહેલી વખત પત્નીને મળ્યો તો પત્નીએ તેને દૂર રહેવા કહ્યું. પત્નીએ કહ્યું કે, મને સ્પર્શવાનો પ્રયાસ કર્યો તો ઝેર ખાઈ લઇશ. યુવકે જ્યારે તેનું કારણ પુછ્યું તો પત્નીએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, હું કોઈ બીજાની અમાનત છું. હું પહેલાથી જ કોઈ બીજાને પ્રેમ કરું છુ અને પરિવારના દબાવમાં આવીને મેં લગ્ન માટે હા પાડી હતી.

યુવકે પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું કે, આ વર્ષે જાન્યુઆરીમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ જ પત્નીએ દૂરી બનાવી લીધી હતી. જ્યારે યુવકે આ વાત પત્નીના પરિવારજનોને કરી તો તેઓ ઊલટાનું તેને જ ધમકાવવા લાગ્યા. યુવકે આરોપ લગાવ્યો કે તેની પત્ની અને તેના પરિવારના સભ્ય માનસિક રૂપે ત્રાસ આપી રહ્યા છે. ક્યારેક પત્ની આત્મહત્યા કરવાની ધમકી આપે છે તો ક્યારેક તેના પિતા પર ખોટો આરોપ લગાવવાની ધમકી આપે છે.

marriage7
youthkiawaaz.com

યુવકે જણાવ્યુ કે, લગ્ન બાદ જ તેના ઘરમાં તણાવનો માહોલ બની ગયો છે. તેની માતા હાર્ટની દર્દી છે અને આ આખા ઘટનાક્રમથી તેનું સ્વસ્થ્ય વધુ લથડ્યું છે. તેણે ઘણી વખત વાતને ઉકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ પત્ની અને તેના પરિવાર તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન મળ્યો.  આખરે યુવકે બારાદરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે પત્ની સહિત 4 લોકો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

આ સંબંધમાં SP સિટી માનુષ પારીખે કહ્યું કે, આવો કેસ બારાદરી પોલીસ સ્ટેશનમાં આવ્યો છે. કેસ નોંધી લેવામાં આવ્યો છે અને વિવેચના કરવામાં આવી રહી છે. તપાસ ઉપરાંત જે પણ તથ્ય સામે આવશે તેના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પોલીસ આ આખા મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બધા પક્ષોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે અને બધા સાક્ષીઓના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.