ખેડૂતને ખોદકામ દરમિયાન મળ્યા 5 હીરા, જાણી લો કેટલી કિંમતના છે

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાની જમીને ફરી એકવાર પોતાની ઓળખ સાબિત કરી છે. સિરસ્વાહા ગામના એક ખેડૂતને ખોદકામ કરતી વખતે 5 હીરા મળ્યા. તેમનું કુલ વજન 5.79 કેરેટ છે. નિયમો અનુસાર, ખેડૂતે બધા હીરા હીરા કાર્યાલયમાં જમા કરાવ્યા છે, જ્યાં હવે આગામી હરાજીમાં મૂકવામાં આવશે.

આજ તકના અહેવાલ મુજબ, પન્ના જિલ્લાના સિરસવાહા ગામના રહેવાસી બ્રજેન્દ્ર કુમાર શર્માને આ હીરા મળ્યા. બ્રજેન્દ્ર એક ખેડૂત છે. છેલ્લા 6 મહિનાથી, તે અને તેના 6 સાથીઓ તેની જમીન પર ખોદકામ કરી રહ્યા હતા. શરૂઆતમાં કોઈ નોંધપાત્ર પરિણામ મળ્યું નહોતું, પરંતુ હવે બ્રજેન્દ્રને એક જ જગ્યાએથી 5 હીરા મળ્યા છે, જેનું વજન અનુક્રમે 0.74, 2.29, 0.77, 1.08 અને 0.91 કેરેટ છે. તેમની કિંમત લગભગ 15 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.

diamonds
bhaskarenglish.in

બ્રજેન્દ્રનું કહેવું છે કે આ હીરાને મેળવવા માટે તેમની મહેનતનું ફળ છે. હવે તે આ પૈસાનો ઉપયોગ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા બાબતે વિચારી રહી છે. તેણે જણાવ્યું કે તે હીરામાંથી મળેલી રકમનો ઉપયોગ પોતાના બાળકોના શિક્ષણ અને પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરશે.

પન્ના હીરાના નિષ્ણાત અનુપમ સિંહે જણાવ્યું કે આ હીરા આગામી હરાજીમાં ખુલ્લી બોલી માટે મૂકવામાં આવશે. પ્રાપ્ત થયેલી રકમ સરકારી રોયલ્ટીમાંથી કાપવામાં આવશે અને બાકીની રકમ ખેડૂતને આપવામાં આવશે.

diamonds1
bhaskarenglish.in

સૌ પ્રથમ હીરાની હરાજી માટે 5,000ની ફી જમા કરવવાની હોય છે. ત્યારબાદ હરાજીમાં હીરા વેચાયા બાદ 12% રોયલ્ટી અને 30% આવકવેરો કાપીને બાકીની રકમ ખેડૂતને આપવામાં આવશે. મતલબ કે જો હીરા 15 લાખમાં વેચાય છે, તો 1,80,000 રોયલ્ટી અને લગભગ 4,50,000 રૂપિયા આવકવેરો કાપીને ખેડૂતને લગભગ 8,70,000 રૂપિયા મળશે.

પન્ના તેના હીરા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સામાન્ય ખેડૂતો અને મજૂરોનું નસીબ અહીં ઘણીવાર બદલાયું છે. આવું અગાઉ પણ ઘણી વખત બન્યું છે, જ્યારે કોઈ ગરીબ મજૂર કે ખેડૂતને ખેતરો કે ખાણોમાં ખોદકામ કરતી વખતે કિંમતી હીરા મળ્યા હોય, જેથી તેનું જીવન રાતોરાત બદલાઈ ગયું હોય.

About The Author

Top News

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.