આ ગામમાં કિડની ફેલ્યોરને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે, પીવાનું પાણી બની રહ્યું છે ઝેરી!

આઝાદીના 75 વર્ષ પછી પણ મહારાષ્ટ્ર જેવા વિકસિત રાજ્યમાં હજારો લોકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે. અહીં અકોલા જિલ્લાના બાલાપુર, તેલહારા અને અકોટ તાલુકાઓના ખારા પાણીવાળા પટ્ટામાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. અહીંના 60થી વધુ ગામડાઓના લોકોને ખારું પાણી પીવા માટે મજબૂર થવું પડે છે, જેના કારણે સેંકડો લોકો કિડની ફેલ્યોર અને અન્ય ગંભીર રોગોનો ભોગ બન્યા છે.

અકોલા જિલ્લાના બાલાપુર તાલુકાના સાવરપાટી ગામમાં, વર્ષોથી લોકો ખારા પાણીને કારણે ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે. ગામના લોકો નળ અને બોરવેલનું પાણી પીવા માટે મજબૂર છે, જે સંપૂર્ણપણે આલ્કલાઇન (ક્ષારયુક્ત) છે. પરિણામે ઘણા લોકોની કિડની ખરાબ થઈ ગઈ છે. ગામના પ્રશાંત કાલેને કિડની ફેલ્યોર થઈ ગઈ હતી. સારવાર પાછળ 12 લાખ રૂપિયા ખર્ચાયા, જેના માટે તેમણે પોતાનું ખેતર વેચવું પડ્યું, પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં.

Akola-Salty-Water1
lokmatnews.in

આ જ ગામના મયુર વિરોકરને પણ આ ખારા પાણીના સતત સેવનથી કિડનીમાં પથરીની બીમારી થઈ.  તેમની સારવાર ચાલી રહી છે. ફક્ત સાવરપાટી જ નહીં, બાલાપુર તાલુકાના નિમકરદા ટાકલી ગામમાં પણ ખારા પાણીનો કહેર ચાલુ છે. શોભા સાબલેએ કિડની ફેલ્યોરને કારણે એક વર્ષની અંદર જ તેમના પતિ ગજાનન અને પુત્ર પ્રકાશને ગુમાવ્યા. શોભા સાબલેએ કહ્યું, ગામનું પાણી ખારું છે, જેના કારણે મારા પુત્ર અને પતિ બંનેની કિડની ખરાબ થઈ ગઈ છે. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. પીવા માટે ચોખ્ખું પાણી પણ ઉપલબ્ધ નથી.

સાવરપાટીના તમામ ગ્રામજનો કહે છે કે વહીવટીતંત્ર વર્ષોથી ફક્ત ખાતરીઓ આપી રહ્યું છે, પરંતુ પરિસ્થિતિ એવીને એવી જ છે. મીઠા પાણી માટે, લોકોને 15-20 કિલોમીટર દૂર જઈને પાણી લાવવું પડે છે અથવા તેમને વધારે કિંમત આપીને પાણી ખરીદવાની ફરજ પડે છે.

સ્થાનિક રહેવાસી પુરુષોત્તમ ઘોગરેએ કહ્યું, 'પાણી એટલું ખારું છે કે તેને પીધા પછી મોં સુકાઈ જાય છે.' ગામના લોકો બીમાર પડી રહ્યા છે, પણ વહીવટીતંત્ર કંઈ કરી રહ્યું નથી. આ બાબત અંગે સ્થાનિક પત્રકાર દેવાનંદ પાટીલે વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે 'દરેક સરકાર વચનો આપે છે પણ સત્તામાં આવતાની સાથે જ આ સમસ્યા ભૂલી જાય છે. ગામલોકોની હાલત ખરાબથી પણ ખરાબ થતી જાય છે.'

Akola-Salty-Water
aajtak.in

બાલાપુર પંચાયત સમિતિના અધિક બ્લોક વિકાસ અધિકારી વિનોદ કાલેએ આ મામલે ગામડાઓમાં તબીબી તપાસ કરાવવાની ખાતરી આપી હતી. આ સમય દરમિયાન, ગામલોકોએ તેને ગામનું પાણી પીવા માટે આપ્યું જે ખૂબ જ ખારું હતું અને તેણે તે પાણી મોંમાં લેતાની સાથે જ થૂંકી નાખ્યું.

તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ ગામડાઓમાં કિડનીના દર્દીઓની તપાસ માટે તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવશે. પાણીની ગુણવત્તાનું પણ પરીક્ષણ કરવામાં આવશે. જ્યારે, બાલાપુર વિધાનસભા મતવિસ્તારના શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ)ના ધારાસભ્ય, નીતિન દેશમુખે આરોપ લગાવ્યો કે, સત્તા પરિવર્તનને કારણે પાણી પુરવઠા યોજના બંધ થઈ ગઈ હતી, જેના કારણે સમસ્યા વધુ વકરી હતી. હવે આ કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે, આગામી 4-5 મહિનામાં લોકોને મીઠા પાણી મળશે.

Related Posts

Top News

ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના...
Education 
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો...
Gujarat 
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
Education 
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.