ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar Island Project) પર આકરા પ્રહારો કર્યા છે, જેને પગલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર નવો શાબ્દિક જંગ છેડાયો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X  પર 16 મિનિટનો એક વીડિયો સ્ટેટમેન્ટ શેર કરીને દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આ પ્રોજેક્ટને લઈને કરવામાં આવી રહેલા સત્તાવાર દાવાઓ તદ્દન ‘જૂઠા’ છે. કોંગ્રેસ પક્ષ લાંબા સમયથી આ પ્રોજેક્ટના વ્યૂહાત્મક તર્ક સામે સવાલો ઉઠાવી રહ્યો છે અને પર્યાવરણીય ચિંતાઓને અવગણીને તેને આગળ ધપાવવાનો આરોપ લગાવી રહ્યો છે.

રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ એક લાંબી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા પોતાના અનુભવો અને સ્થાનિકો સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે મેં ભારતના સૌથી દક્ષિણ છેડાની મુલાકાત લીધી છે. હું ઇન્દિરા પોઇન્ટ પર ઊભો રહ્યો હતો. હું સદીઓ જૂના વૃક્ષો નીચે ચાલ્યો છું. મેં પૃથ્વી પરના સૌથી જીવંત કોરલ રીફ્સ (પરવાળાના ખડકો) માં ડાઇવિંગ કર્યું છે અને હું ત્યાં રહેતા લોકો સાથે બેઠો છું.’

04

રાહુલ ગાંધીએ આ પ્રદેશમાં રહેતા વિવિધ સમુદાયો સાથે સંવાદ કર્યો હોવાનું જણાવીને અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે આ પ્રોજેક્ટ દેશના સંરક્ષણ માટે કે ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનાવવા માટે નથી. તેમણે વિગતવાર જણાવ્યું કે 'ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ' (વન અધિકાર અધિનિયમ) નું ઉલ્લંઘન કરીને આદિવાસી સમુદાયોની જમીન છીનવી લેવામાં આવી રહી છે. વળી, ભારતીય વસાહતીઓ (જેમાંના ઘણા ભૂતપૂર્વ સૈનિકો છે અને જેમને ભારત સરકાર દ્વારા જ આ ટાપુઓ પર વસાવવામાં આવ્યા હતા) ને પૂરતું અને યોગ્ય વળતર મળી રહ્યું નથી.

મોદી સરકાર અને ભાજપ કહે છે કે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ સંરક્ષણ (ડિફેન્સ) માટે છે, પરંતુ તે જૂઠ છે. જો નૌકાદળના બેઝ 'INS બાઝ' (INS Baaz) નો વિસ્તાર કરવો હોય, તો અમે સરકારને સંપૂર્ણ ટેકો આપીશું. નૌકાદળ છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તાર માટે માંગ કરી રહ્યું છે, પરંતુ તેને સતત અવગણવામાં આવી રહ્યું છે.

સરકાર કહે છે કે અહીં ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનાવવું છે, પણ ભારત ઓલરેડી મુખ્ય ભૂમિ પર કેરળમાં એક આવું પોર્ટ બનાવી રહ્યું છે.

પર્યાવરણ પર થનારી ગંભીર અસરો અંગે ચેતવણી આપતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે આ પ્રોજેક્ટ માટે 1.5 કરોડ વૃક્ષો કાપી નાખવામાં આવશે, કોરલ રીફ્સને સત્તાવાર નકશાઓમાંથી જ ‘ભૂંસી નાખવામાં’ આવશે, અને સૈનિકો તેમજ આદિવાસીઓને તેમના ઘરોમાંથી વિસ્થાપિત કરવામાં આવશે. તેમણે સીધો પ્રહાર કરતા આક્ષેપ કર્યો:

આ બધું માત્ર એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી 'એક ઉદ્યોગપતિ' ભારતના સૌથી કિંમતી અને જેની જગ્યા કોઈ ન લઈ શકે તેવી પર્યાવરણીય જમીન પર હોટેલો અને કેસિનો બનાવી શકે. મેં જે પણ યુવા ભારતીય સાથે વાત કરી છે તે આ વાત સમજે છે. તમે પણ જાણો છો કે જે વસ્તુ ક્યારેય પાછી ન મેળવી શકાય, તેને નષ્ટ કરીને ગમે તેટલો નફો કમાવવો યોગ્ય નથી. હું પર્યાવરણીય રીતે સંતુલિત વિકાસની તરફેણમાં છું. આ ટાપુઓ વિશ્વનું સૌથી અદ્ભુત અને ટકાઉ પ્રવાસન સ્થળ બની શકે છે. આ જ એ ભારત છે જેના માટે લડવા જેવું છે.’

રાહુલ ગાંધીના આ 'અર્થ ડે' (પૃથ્વી દિવસ) ના લાંબા સંદેશા પર પલટવાર કરતા ભાજપે આક્ષેપ કર્યો છે કે રાહુલ ગાંધી ભારતના વધી રહેલા ભૌગોલિક-રાજકીય (geopolitical) વિસ્તારથી ‘વિચલિત’ થઈ ગયા છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો કે કોંગ્રેસ નેતા ભારત કરતાં અન્ય દેશો વધુ શક્તિશાળી બને તેવું જોવા ઈચ્છે છે, અને કોંગ્રેસ પોતે દાયકાઓ સુધી સત્તામાં હોવા છતાં આવા ‘ભવિષ્યવાદી’ (futuristic) પ્રોજેક્ટ્સ લાગુ કરવામાં નિષ્ફળ રહી છે.

05

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તુહીન સિન્હાએ જણાવ્યું કે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટનું વિઝન 1970ના દાયકાનું છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જો કોંગ્રેસ માત્ર આવા પ્રોજેક્ટ્સની કલ્પના જ કરી શકતી હોય અને તેનો અમલ કરવામાં અસમર્થ હોય, તો તેમાં ચોક્કસપણે અમારો કોઈ વાંક નથી. આ પ્રોજેક્ટ દ્વારા અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ભારતની સક્રિય જમીની હાજરી હિંદ મહાસાગરમાં અંદાજે 400 કિલોમીટર વધુ દક્ષિણ તરફ આગળ વધશે.’

તેમણે પ્રોજેક્ટનું મહત્વ સમજાવતા ઉમેર્યું કેગ્રેટ નિકોબાર ટાપુના દક્ષિણ છેડા પર જે વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે તે 'મલાક્કા સ્ટ્રેટ' (Strait of Malacca) થી માત્ર 75 થી 80 કિલોમીટર દૂર હશે, જ્યાંથી આજે વૈશ્વિક દરિયાઈ વ્યાપારનો લગભગ 30% હિસ્સો પસાર થાય છે... તેથી તમે તેની આટલી નજીક આવેલા પોર્ટના અસાધારણ વ્યાપારી અને શિપિંગ મહત્વની કલ્પના કરી શકો છો. આના પરથી તમે ગ્રેટ નિકોબાર ટાપુના ભૌગોલિક-વ્યૂહાત્મક (geostrategic) મહત્વનો અંદાજ પણ લગાવી શકો છો.’

About The Author

Related Posts

Top News

અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું

શુક્રવારે સવારે દિલ્હીમાં થયેલા એક માર્ગ અકસ્માતે એક પરિવારની ખુશી થોડીક જ મિનિટોમાં છીનવી લીધી. દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં કાર...
National 
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું

બિજેન્દ્ર ગુપ્તા 25 વર્ષથી ચલાવી રહ્યો હતો પેપર લીકનો ધંધો! મહારાષ્ટ્ર TET પ્રશ્નપત્ર આ રીતે લીક થયું

પેપર લીકને કારણે દેશભરમાં વાતાવરણ તંગ છે. NEET પેપર લીક અંગે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો દિલ્હીના જંતર-મંતરથી પટના સુધી ઘણા...
National 
બિજેન્દ્ર ગુપ્તા 25 વર્ષથી ચલાવી રહ્યો હતો પેપર લીકનો ધંધો! મહારાષ્ટ્ર TET પ્રશ્નપત્ર આ રીતે લીક થયું

ઘરમાં હતા 1.29 કરોડ રૂપિયા રોકડા..., નોકરોએ માલિક ઊંઘની ગોળીઓ આપી દીધી, અને પછી...

17 જુલાઈની રાત્રે... ઘરના લોકો ગાઢ નિંદ્રામાં હતા. કબાટની ચાવી ઓશિકા નીચે રાખવામાં આવી હતી. ઘરમાં આવનારા અને જનારા દરેકને...
National 
ઘરમાં હતા 1.29 કરોડ રૂપિયા રોકડા..., નોકરોએ માલિક ઊંઘની ગોળીઓ આપી દીધી, અને પછી...

હોન્ડાએ રજૂ કર્યું 85 ટકા ઈથેનોલ પર ચાલતું સ્કૂટર, ભારતમાં બન્યું છે

હોન્ડાએ ભારતમાં અનેક નવા ઉત્પાદનો સાથે ADV160 સ્કૂટરનું અનાવરણ કર્યું છે. આ કંપનીનું ભારતમાં પહેલું મેક્સી-સ્કૂટર છે, જેમાં એડવેન્ચર...
Tech and Auto 
હોન્ડાએ રજૂ કર્યું 85 ટકા ઈથેનોલ પર ચાલતું સ્કૂટર, ભારતમાં બન્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.