આગળ-પાછળ 170 પોલીસકર્મી, ડ્રોનથી દેખરેખ, આ રીતે દલિત વરરાજો ઘોડે ચઢ્યો

રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં અસ્પૃશ્યતા અને દલિત વરરાજાને ઘોડા પરથી નીચે ઉતારી દેવાના મામલા જોવા મળી રહ્યા છે. રાજસમંદમાં પણ, દલિત વરરાજાના બિંદોલી (લગ્ન અગાઉ રાજસ્થાનમાં આયોજિત થતી એક પરંપરાગત પ્રક્રિયા) દરમિયાન માહોલ ખરાબ ન થાય તે માટે 170 પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા હતા અને ડ્રોનના માધ્યમથી દેખરેખ રાખવામાં આવી હતી અને બિંદોલી કરવામાં આવી હતી. વરરાજાના ભાઈએ વર્ષ 2022ની એક જૂની ઘટનાનો ઉલ્લેખ કરતા સુરક્ષા માટે SPને પત્ર લખ્યો હતો. રાજસમંદના ચારભુજા પોલીસ સ્ટેશન વિસ્તારના ટાડાવાડા ગુજરાન ગામમાં દિનેશ મેઘવાલના લગ્નમાં 170થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહ્યા હતા અને આખા ગામમાં ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. જેથી માહોલ ખરાબ ન થાય અને શાંતિપૂર્ણ રીતે ઘોડી પર બેસીને બિંદોલી કાઢી શકાય.

Groom
indianexpress.com

વરરાજાના ભાઈ સુરેશે SPને પત્ર લખીને સુરક્ષાની માગ કરી હતી અને અનુસૂચિત જાતિ આયોગને પણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પત્ર લખ્યો હતો, જેના પર પોલીસે, પોલીસ સુરક્ષામાં વરરાજાની બિંદોલી કઢાવી હતી. SP મનીષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, વરરાજાના ભાઈઓએ તેમને બિંદોલીમાં ખલેલ પાડવાની આશંકા પર પત્ર આપ્યો હતો. જેના પર એડિશનલ SPના નેતૃત્વમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને સુરક્ષા વચ્ચે બિંદોલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન, વરરાજાના પરિવારે ભીમ સેના અને અન્ય સંગઠનોના લોકોને પણ બોલાવ્યા હતા.

Groom
indianexpress.com

બિંદોલીમાં ભીમ સેનાના પદાધિકારીઓ પણ હાજર હતા. દેશભરમાં વરરાજાને ઘોડા પરથી નીચે ઉતરી દેવાના ઘણા મામલા સામે આવ્યા છે. ઘણી વખત, ઘોડી પરથી નીચે ઉતારવાનો વિવાદ પણ એટલો વધી જાય છે કે આખા સમાજમાં તણાવની સ્થિતિ સર્જાય જાય છે. જેને કારણે, કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે, પોલીસે દરમિયાનગીરી કરીને બિંદોલી અને ઘોડી પર બેસાડીને સામાજિક કાર્યક્રમોની રીતો પૂર્ણ કરાવવી પડે છે. રાજસમંદમાં પણ પોલીસ સુરક્ષા વચ્ચે જ્યારે વરરાજાની બિંદોલી કાઢવામાં આવી રહી હતી. જ્યારે વરરાજા ઘોડી પર બેઠો હતો, ત્યારે લોકોમાં ચર્ચા એવી જ હતી કે આજે પણ સમાજમાં ભેદભાવ અને અસ્પૃશ્યતાના આવા મામલા ઓછા થઈ રહ્યા નથી.

Top News

કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ...
National 
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.