- National
- રામકૃષ્ણ આશ્રમના સ્વામીને 26 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરાયા 2.52 કરોડ રૂપિયા કરાવી લીધા ટ્રાન્સફર
રામકૃષ્ણ આશ્રમના સ્વામીને 26 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરાયા 2.52 કરોડ રૂપિયા કરાવી લીધા ટ્રાન્સફર
-copy32.jpg)
મધ્ય પ્રદેશના ગ્વાલિયરથી ડિજિટલ અરેસ્ટની ખૂબ જ ગંભીર સમાચાર સામે આવ્યા છે. અહીં ઠગોએ રામકૃષ્ણ આશ્રમના સ્વામી સુપ્રદીપ્તાનંદ સાથે 2.5 કરોડથી વધુની સાયબર છેતરપિંડીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. આ દરમિયાન, તેમને 26 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા. એટલે કે આ અત્યાર સુધીની સૌથી વધુ સમય સુધીની ડિજિટલ અરેસ્ટની ઘટના છે.
કહેવામાં આવી રહ્યું છે કે, સ્વામી સુપ્રદીપ્તાનંદને નરેશ ગોયલ મની લોન્ડ્રિંગ કેસમાં ફસાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. વાસ્તવમાં, તેમના પર 17 માર્ચે એક ફોન આવ્યો હતો. આ દરમિયાન તેમને ફોન પર ધમકી આપીને કહેવામાં આવ્યું હતું કે, તેમના નામે કેનેરા બેંકમાં એક ખાતું છે, જેમાં 20 કરોડ રૂપિયાની અનૈતિક લેવડ-દેવડ થઈ છે. તેની તેમણે રીતસરની PDF પણ મોકલીહતી. ધમકી આપનારા પોલીસની વર્દીમાં હતા. વીડિયોમાં નકલી અધિકારીઓની પાછળ નાસિક પોલીસનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઠગોએ 26 દિવસ માટે દેશભરના અલગ-અલગ બેન્ક ખાતાઓમાં 2.52 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા. તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે, તપાસ બાદ જો બધું યોગી જણાશે તો આ રકમ 15 એપ્રિલે પરત કરવામાં આવશે.

ગ્વાલિયરના થાટીપુર ખાતે રામકૃષ્ણ મિશન આશ્રમના સચિવ સ્વામી સુપ્રદીપ્તાનંદને 26 દિવસ સુધી ડિજિટલી અરેસ્ટ કરીને 2.52 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ઠગોએ નાસિક પોલીસ અધિકારી બતાવીને ફોન કર્યો કર્યો હતો. સ્વામી સુપ્રદીપ્તાનંદને નરેશ ગોયલ મની લોન્ડ્રિંગ કેસમાં ફસાવવાની ધમકી આપીને છેતરવામાં આવ્યા હતા. તેમને પહેલો ફોન 17 માર્ચે આવ્યો હતો. ત્યારબાદ તેમને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા. ગ્વાલિયરના એડિશનલ SP નિરંજન શર્માએ જણાવ્યું હતું કે ઠગોએ તેમને 15 એપ્રિલ સુધીમાં પૈસા પરત કરવા કહ્યું હતું, જ્યારે પૈસા ન આવ્યા ત્યારે તેમણે ગ્વાલિયરના SPનો સંપર્ક કરીને સમગ્ર મામલાની જાણકરી આપી હતી.

આ મામલે ગ્વાલિયર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે FIR નોંધી લીધી છે. સુપ્રદીપ્તાનંદની ગણતરી સમાજના અગ્રણી લોકોમાં થાય છે. થોડા મહિના અગાઉ, RSSના સરસંઘચાલક મોહન ભાગવત પણ તેમને મળવા માટે આશ્રમની પહોચ્યા હતા. સંભવતઃ મધ્ય પ્રદેશમાં આ કદાચ અત્યાર સુધીની સૌથી મોટી ડિજિટલ અરેસ્ટની ઘટના છે. તમને જણાવી દઈએ કે, રામકૃષ્ણ આશ્રમના સચિવ સ્વામી સુપ્રદીપ્તાનંદ અગાઉ પણ ઉજ્જૈનમાં રામકૃષ્ણ આશ્રમનું કામ જોનારા મેનેજર સાથે પણ આજ પ્રકારની ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી. તેમને ડિજિટલી અરેસ્ટ કરીને 71 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
Related Posts
Top News
રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા
ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા, CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી
બજાજ ઑગસ્ટથી બંધ કરી શકે છે EV પ્રોડકશન; આ છે કારણ
Opinion
