'પગ ગયા, પરંતુ સંકલ્પ નહીં' સદાનંદન માસ્ટરજીનું અજેય જીવન અને રાજ્યસભામાં અમર ઉદ્ઘોષ

રાજ્યસભામાં નવનિર્વાચિત સાંસદ સી. સદાનંદન માસ્ટરે બજેટ સત્ર દરમિયાન એક એવું દૃશ્ય રજૂ કર્યું કે આખું સદન થરથરી ઊઠ્યું. તેમણે પોતાના કૃત્રિમ પગને સભાની મેજ પર મૂકી દીધા અને 1994ની તે અમાનવીય ઘટનાનું વર્ણન કર્યું જેમાં વામપંથી હિંસાએ તેમના જીવનને કાયમ માટે બદલી નાખ્યું. આ ઘટના વૈચારિક ભેદની ચરમસીમા હતી પરંતુ તેમના અંતરમાં રાષ્ટ્રભક્તિ અને સંઘના આદર્શોની જ્વાળા ક્યારેય ઠંડી પડી નહીં.

સદાનંદન માસ્ટર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત સ્વયંસેવક રહ્યા. કેરળના કમ્યુનિસ્ટ પ્રભાવિત વિસ્તારોમાં તેઓ ગામેગામ ફરીને હિંદુત્વની જાગૃતિ ફેલાવતા હતા. આ કાર્ય કમ્યુનિસ્ટોને અસહ્ય જણાયું હતું. એક દિવસ સંઘની શાખામાંથી પરત ફરતી વખતે તેમને રસ્તામાં ઘેરી લેવામાં આવ્યા. તેમને જમીન પર પછાડીને કુહાડીથી બંને પગ ઘૂંટણથી નીચે કાપી નાખવામાં આવ્યા. એટલું જ નહીં તેમને ઘસડીને જંગલમાં ફેંકી દેવામાં આવ્યા જેથી તેઓ બચી ન શકે. આ હિંસા માત્ર શારીરિક નહોતી પરંતુ વિચારધારા પર આક્રમણ હતું.

01

આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે તેમને લગભગ 400 કિલોમીટર દૂર કોચિનના હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા અને અત્યંત રક્તસ્ત્રાવને કારણે સૌને લાગતું હતું કે તેઓ જીવિત નહીં રહે ત્યારે તેમના માથાને ખોળામાં લઈને જે વ્યક્તિ બેઠા હતા તે સંઘના જિલ્લા સંપર્ક પ્રમુખ હતા અને આજે પ્રાંતીય જવાબદારી નિભાવે છે. તેમણે જોયું કે માસ્ટરજી કઈક ગણગણી રહ્યા છે. વિચાર્યું કે કદાચ હુમલાકારોના નામ બોલી રહ્યા છે. પણ તેઓ કહી રહ્યા રહ્યા હતા:

“ક્યા હુઆ જો એક પત્તા ટૂટકર ગિરા ઝમીન પર,  
કલ નઈ કોંપલે આએંગી, નવ પર્ણોં સે સજેગા વૃક્ષ।  
એક સદાનંદ ગિરા માતૃભૂમિ પર,  
દૂસરા સદાનંદ આએગા,  
હિંદુ રાષ્ટ્ર ગૌરવ-વૈભવ નિત આગે બઢતા જાએગા.”

ઈશ્વરની કૃપાથી તેઓ બચી ગયા. પગ ગયા પરંતુ સંકલ્પ અને રાષ્ટ્રભક્તિ અટલ રહી. કૃત્રિમ પગ લગાવીને તેમણે સંઘનું કાર્ય પહેલાં કરતાં વધુ દૃઢતાથી ચાલુ રાખ્યું. આજે રાજ્યસભામાં ઊભા થઈને તેમણે આખા દેશ અને વિશ્વને બતાવ્યું કે વામપંથી હિંસા કેટલી હદ સુધી નિર્દયી છે.

02

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દેશ માટે તન મન ધનથી નિઃસ્વાર્થ સેવા કરે છે. તેઓ પોતાના સુખ સંપત્તિ, પરિવાર અને જીવનની પરવા કર્યા વિના માતૃભૂમિની સેવામાં જોડાયેલા રહે છે. સદાનંદન માસ્ટરજી તેનું જીવંત ઉદાહરણ છે તેમનું જીવન સંઘના આદર્શોનું પ્રતીક છે: સેવા, ત્યાગ અને અડગ રાષ્ટ્રભક્તિ. આવા મહાનુભાવો જ દેશને મજબૂત બનાવે છે અને હિંદુ રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવાની પ્રેરણા આપે છે. 

દેશના યુવાધન માટે દેશભક્તિ ના માર્ગે આગળ વધવા માટે આ એક પ્રેરણાત્મક કિસ્સો છે.

About The Author

Related Posts

Top News

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

કનૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર શુક્રવારે મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક રહસ્ય ખુલ્યું જેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી....
National 
કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

કાર્યકર તહસીન પૂનાવાલાએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હી પોલીસે તેમને શનિવારે જંતર-મંતર વિરોધ પ્રદર્શન કરવા જતા અટકાવ્યા હતા. પૂનાવાલાએ...
National 
ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

રાજસ્થાનમાં સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધાઓની મોટી અછત સામે આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, ...
Education 
રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.