ગ્રાહકને 50 લાખ રૂપિયાનું વળતર આપશે BMW, સુપ્રીમ કોર્ટનો આદેશ, આ છે કારણ

સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.પી. પારદીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેન્ચે તેલંગાણા હાઇ કોર્ટના એ આદેશને નકારતા BMW ઇન્ડિયાને 50 લાખિયા વળતર આપવા કહ્યું છે, જેમાં તેલંગાણા હાઇ કોર્ટે ઓટો કંપની વિરુદ્ધ અભિયોજનને રદ્દ કરી દીધું હતું અને કંપનીને દોષપૂર્ણ વાહનની જગ્યાએ ફરિયાદકર્તાને નવું વાહન આપવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટની પીઠે 10 જુલાઇએ પોતાના આદેશમાં કહ્યું કે, આ કેસના તથ્યો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા કાર નિર્માતા BMW ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને બધા દાવાઓ અને વિવાદોનું ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ કરતા 50 લાખ રૂપિયાની ચૂકવણી કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.

કાર નિર્માતાએ આ રકમ 10 ઑગસ્ટ 2024ના રોજ જે એ અગાઉ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરના માધ્યમથી ફરિયાદકર્તાને આપવી પડશે. મીડિયા રિપોર્ટ મુજબ, કોર્ટે એમ પણ કહ્યું કે, કાર નિર્માતા કંપની તરફથી ફરિયાદકર્તાને ચૂકવણી કરવાની શરત પર, ફરિયાદને રદ્દ કરવા સંબંધીત હાઇ કોર્ટના આદેશ તેમજ જૂના વાહનની જગ્યાએ નવું વાહન આપવાના નિર્દેશને રદ્દ માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, આપવામાં આવેલા આદેશાનુસાર વળતર તરીકે 50 લાખ રૂપિયાની રકમ ચૂકવાયા બાદ ફરિયાદકર્તાના દાવાને સંતુષ્ટ માનવામાં આવશે.

સુપ્રીમ કોર્ટની પીઠે એ તથ્ય પર ધ્યાન આપ્યું કે જૂન-જુલાઇ 2012માં કાર નિર્માતાએ હાઇકોર્ટના આદેશનું અનુપાલન કરતા જૂની કારને એક નવા વાહન સાથે બદલવાની રજૂઆત કરી હતી. પીઠે કહ્યું કે, જોકે ફરિયાદકર્તાએ આ રજૂઆતને સ્વીકારી નહોતી. જો ફરિયાદકર્તાએ કારનો ઉપયોગ કર્યો હોત તો આજના સમયમાં તેની કિંમત ઓછી થઇ જતી. સુનાવણી દરમિયાન બેન્ચને એ જણાવ્યું હતું કે ફરિયાદકર્તાએ જૂની કાર ડીલરને પરત કરી દીધી હતી.

પીઠે કહ્યું કે, વિવાદની પ્રકૃતિ લેવલ ડિફેક્ટિવ કાર સુધી જ સીમિત હતી. એટલે તેને ધ્યાનમાં રાખતા અમારો વિચાર છે કે વિવાદ શરૂ થવાના લગભગ 15 વર્ષ બાદ આ સ્તર પર અભિયોજનને ચાલુ રાખવાની મંજૂરી આપવી ન્યાયનું લક્ષ્ય પૂરું કરતું નથી એટલે તેને ચાલુ રાખવાની જગ્યાએ સંવિધાનના અનુચ્છેદ 142 હેઠળ કોર્ટના અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરતા ફરિયાદકર્તાને ચૂકવણી કરવાના આદેશ આપીને પૂરતો ન્યાય આપી શકાય છે. 22 માર્ચ 2012ના રોજ આપેલા હાઇ કોર્ટના આદેશમાં ખામી કાઢતા સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું કે, હાઇ કોર્ટે FIRના આધાર પર છેતરપિંડીનો ગુનો સ્થાપિત ન થવા પર નિષ્કર્ષ પર પહોંચી હતી.

એવામાં આ નિષ્કર્ષ પર પહોંચ્યા બાદ હાઇકોર્ટ માટે નિર્માતાને એક નવી BMW 7 સીરિઝ વાહનમાં બદલવાના નિર્દેશ આપવાનું કોઇ ઔચિત્ય નહોતું. પીઠે કહ્યું કે, કાર નિર્માતાએ દંડ પ્રક્રિયા સંહિતા 1973ની કલમ 482 હેઠળ ફરિયાદને રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇ કોર્ટે એ જાણકારી મેળવવાની હતી કે શું ફરિયાદને રદ્દ કરવાનો કેસ બને છે. હાઇકોર્ટના આદેશને આંધ્ર પ્રદેશ સરકાર અને ફરિયાદકર્તા GVR ઇન્ડિયા પ્રોજેક્ટ્સ લિમિટેડે પડકાર આપ્યો છે, ન કે કાર નિર્માતાઓએ. નિર્માતાઓએ ફરિયાદકર્તાને જૂના વાહનને પરત કરવા માટે ચિઠ્ઠી લખી હતી, જેથી હાઇકોર્ટના આદેશનું અનુપાલન થઇ શકે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેસની સુનાવણી દરમિયાન નિર્માતાઓએ કહ્યું કે, હાઇકોર્ટના આદેશનું પાલન કરવા માટે દરેક સમયે તૈયાર અને ઇચ્છુક હતા. વાસ્તવમાં તેમણે ફરિયાદકર્તાને ચિઠ્ઠી લખીને ખામીયુક્ત વાહનને પરત કરવા કહ્યું હતું જેથી તેમને એક નવું વાહન સોંપી શકાય. 25 જુલાઇ 2012ના રોજ લખેલી ચિઠ્ઠીમાં ફરિયાદકર્તાએ પોતાના વકીલના માધ્યમથી નિર્માતાને સૂચિત કર્યા હતા કે તેઓ નવી BMW કાર લેવામાં રુચિ રાખતા નથી, પરંતુ તેઓ કારની કિંમત બરાબર રકમ વ્યાજ સહિત લેવા માગે છે.

પીઠે કહ્યું કે, ફરિયાદકર્તાએ 25 સપ્ટેમ્બર 2009ના રોજ એક BMW 7 સીરિઝ કાર ખરીદી હતી. ફરિયાદકર્તાનો કેસ એ છે કે 29 સપ્ટેમ્બર 2009ના રોજ એક ગંભીર ખામી જોવા મળી અને કારણે વર્કશોપ લઇ જવામાં આવી. તેનો આરોપ છે કે 13 નવેમ્બર 2009ના રોજ પણ કારમાં એવી જ સમસ્યા આવી હતી. ત્યારબાદ 16 નવેમ્બર 2009ના રોજ IPCની કલમ 418 અને 420 હેઠળ ફરિયાદ કરવામાં આવી અને પછી FIR નોંધવામાં આવી. તેમાં નિર્માતા, મેનેજમેન્ટ ડિરેક્ટર અને અન્ય નિર્દેશકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.