150થી વધુ કેસ, જીવનું જોખમ... છતા શેખ હસીના બાંગ્લાદેશ કેમ પાછા ફરવા માંગે છે?

બાંગ્લાદેશમાં તેમની સરકાર ઉથલી પાડ્યા બે વર્ષ પછી, શેખ હસીના પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાત કરતા, તેમણે જણાવ્યું હતું કે તેઓ ડિસેમ્બરમાં પાછા ફરવા માંગે છે. ઢાકા પાછા ફરવાના સવાલ પર સમાચાર એજન્સી AFP સાથે વાત કરતા હસીનાએ કહ્યું કે, મને ખબર છે કે મને ત્યાં ફાંસી આપવાની તૈયારી છે. આમ છતા હું જઈશ, કારણ કે મારા પોતાના લોકો મને બોલાવી રહ્યા છે.

2024માં શેખ હસીનાની સરકાર ઉથલાવી દેવામાં આવી હતી, ત્યારબાદ તેમને એક ખાસ ફ્લાઇટમાં ભારત લાવવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ અહીં જ રહે છે. તેમની સામે 150 થી વધુ કેસ નોંધાયા છે, અને તેમાંથી 10માં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં બાંગ્લાદેશની એક કોર્ટે માનવતા વિરુદ્ધના ગુનાઓ સાથે સંકળાયેલા કેસમાં હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી હતી. એવામાં પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે કે, હસીના બાંગ્લાદેશ કેમ પાછા ફરી રહ્યા છે?

Sheikh Hasina
indiatoday.in

હસીના કેમ પાછા ફરી રહ્યા છે?

1. પહેલો મામલો નેરેટિવનો છે. શેખ હસીના તેમના જીવન અને રાજકીય કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. તેમણે પોતાનું આખું જીવન બાંગ્લાદેશને સમર્પિત કર્યું છે; તેમના પિતા દેશના સ્થાપક હતા. શેખ હસીના પોતાના અંતિમ વર્ષો પોતાના વતનમાં વિતાવવા માંગે છે. સાથે જ, તેઓ દેશ છોડીને ભાગી ગયેલા નેતાની છબીને દૂર કરવા માંગે છે.

2. શેખ હસીનામો હજુ પણ બાંગ્લાદેશમાં મજબૂત જનાધાર છે. ડિસેમ્બર 2024માં હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે 57 ટકા ઉત્તરદાતાઓએ શેખ હસીનાની પાર્ટીને દેશમાં લોકશાહી માટે આવશ્યક માની હતી. ફેબ્રુઆરી 2026 ના પ્રોથમ આલો સર્વેક્ષણ મુજબ, 25 ટકા લોકોએ ખુલીને આવામી લીગ પર પ્રતિબંધ મૂકવાના વિચાર પર પ્રશ્ન ઉઠાવ્યો.

3. હસીનાની છબી એક ધર્મનિરપેક્ષ નેતા તરીકેની છે. બાંગ્લાદેશના શહેરી વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય છે. તેમનો રાજકીય સંઘર્ષ મુખ્યત્વે કટ્ટરવાદી જમાત સામે રહ્યો છે. તાજેતરમાં, બાંગ્લાદેશમાં જમાત દ્વારા કરવામાં આવતા જુલમ ખૂબ વધી ગયો છે, અને હસીનાની પાર્ટી સતત આને મુદ્દો બનાવી રહી છે.

Sheikh Hasina
indianexpress.com

4. શેખ હસીનાના ગયા પછી, વચગાળાની સરકારે બંધારણીય સુધારાઓ સાથે ચૂંટણીઓ યોજી. BNP આ ચૂંટણી જીતી, પરંતુ સત્તામાં આવ્યા પછી, તારિક રહેમાને તે સુધારાઓ લાગુ કર્યા નહીં. તારિક રહેમાનની સરકાર જૂની રીતથી કામ કરી રહી છે. આનાથી આવામી લીગને એક મોટો મુદ્દો મળ્યો છે. પાછા ફરીને શેખ હસીનાનો હેતુ એ દર્શાવવાનો છે કે તેમના અગાઉના કાર્યો ખોટા નહોતા.

5. હસીનાનો પક્ષ ધીમે ધીમે નબળો પડી રહ્યો છે. જો તેઓ પાછા નહીં ફરે, તો ભવિષ્યમાં આવામી લીગની સ્થિતિ વધુ ખરાબ થશે. તારિક રહેમાનની સરકાર નવા કાયદા લાવવાની તૈયારી કરી રહી છે જેનાથી આવામી લીગનો સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે. હસીનાનો પ્રયાસ તે પહેલાં જ એક જન આંદોલન શરૂ કરવાની છે.

6. શેખ હસીનાની પાર્ટીના નેતાઓના મતે, બાંગ્લાદેશમાં વિકાસની ગતિ અટકી ગઈ છે. વિદેશી રોકાણકારો દેશમાં આવવા માંગતા નથી; છેલ્લા બે વર્ષમાં એક પણ ટાકાનું રોકાણ થયું નથી. ભારત પ્રત્યેની દુશ્મનાવટને કારણે કપડા ઉદ્યોગ પણ ઠપ્પ છે.

About The Author

Related Posts

Top News

150થી વધુ કેસ, જીવનું જોખમ... છતા શેખ હસીના બાંગ્લાદેશ કેમ પાછા ફરવા માંગે છે?

બાંગ્લાદેશમાં તેમની સરકાર ઉથલી પાડ્યા બે વર્ષ પછી, શેખ હસીના પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે...
National 
150થી વધુ કેસ, જીવનું જોખમ... છતા શેખ હસીના બાંગ્લાદેશ કેમ પાછા ફરવા માંગે છે?

શું 2000થી વધુ UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે? RBIએ જણાવી અસલી વાત

નાણા મંત્રાલયે સંસદમાં જે ચૂકવણી અને સમાધાન પ્રણાલી (સંશોધન) બિલ રજૂ કર્યું છે. આ બિલમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)...
Business 
શું 2000થી વધુ UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે? RBIએ જણાવી અસલી વાત

Gen Z પર આંખ મીંચીને ભરોસો છે: વિરોધ પ્રદર્શન કરવાથી કોઈ દેશવિરોધી નથી બની જતુઃ RSS વડા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે દેશની યુવા પેઢી પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા મહત્વનું નિવેદન...
National 
Gen Z પર આંખ મીંચીને ભરોસો છે: વિરોધ પ્રદર્શન કરવાથી કોઈ દેશવિરોધી નથી બની જતુઃ RSS વડા મોહન ભાગવત

BCCIમાં મોટી બબાલ: ચીફ સિલેક્ટર અજિત અગરકરનું પત્તું કપાઈ શકે છે, કારણ છે રોહિત શર્મા

ભારતીય ક્રિકેટ ટીમ 15 ઓગસ્ટથી ગાલે ખાતે શ્રીલંકા સામેની બે મેચોની ટેસ્ટ સીરિઝ માટે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે....
Sports 
BCCIમાં મોટી બબાલ: ચીફ સિલેક્ટર અજિત અગરકરનું પત્તું કપાઈ શકે છે, કારણ છે રોહિત શર્મા
Copyright (c) Khabarchhe All Rights Reserved.