"પ્રાણીઓનો ખોરાક", સ્પાઇસજેટના કર્મચારીઓને પેસેન્જરોએ ઘેર્યા, ખોરાકની ગુણવત્તા અંગે હંગામો મચાવ્યો

પુણે એરપોર્ટ પર ફ્લાઇટ મોડી પડતાં સ્પાઇસજેટના મુસાફરોએ હંગામો મચાવ્યો હતો, જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ગુસ્સે ભરાયેલા મુસાફરોનું ટોળું સ્પાઇસજેટના કર્મચારીને ઘેરી લે છે અને તેમને એ જ ખાવાનું કહ્યું જે તેમને પીરસવામાં આવ્યું હતું. વીડિયોમાં, એરલાઇનનો કર્મચારી ભીડની સામે ખોરાક ખાતો જોવા મળે છે. જોકે, એરલાઇન્સે પાછળથી મુસાફરોના ખોરાકની ગુણવત્તા અંગેના આરોપોને નકારી કાઢ્યા હતા.

Spicejet2
bhaskar.com

"ખોરાક પ્રાણીઓ માટે છે કે માણસો માટે?"

આ વીડિયો બે અઠવાડિયાથી વધુ જૂનો હોવા છતાં, તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જ્યારે 'Woke Eminent' નામના એકાઉન્ટે તેને X પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં, એક ગુસ્સે ભરાયેલા મુસાફર સ્પાઇસજેટના કર્મચારીને તેને પીરસવામાં આવેલ ખોરાક ખાવાનું કહેતો જોઈ શકાય છે. મુસાફર કહી રહ્યો છે, "ખોરાક ખાઓ, જેથી અમને પણ ખબર પડે કે આ ખોરાક પ્રાણીઓ માટે છે કે માણસો માટે." એક મુસાફર પૂછી રહ્યો છે, "શું આ બિરયાની છે?" મુસાફર એરલાઇન કર્મચારીને કહી રહ્યો છે, " એરપોર્ટ ઓથોરિટીની અંદર છે. જો તે બહાર હોત, તો મેં આ ખોરાક તમારા મોંમાં ભરી દીધો હોત. પ્રાણીઓનો ખોરાક 50 રૂપિયામાં  વહેંચીને જનતાને મૂર્ખ બનાવશે."

Spicejet
indiatv.in

સ્પાઇસજેટે આ ઘટના પર એક નિવેદન બહાર પાડ્યું

સ્પાઇસજેટે તેના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, "અમે આ વીડિયોના સંદર્ભમાં કરવામાં આવી રહેલા દાવાઓને સખત રીતે નકારી કાઢીએ છીએ, જે બે અઠવાડિયાથી વધુ જૂનો છે. મુસાફરોને પીરસવામાં આવતો ખોરાક તાજો અને સારી ગુણવત્તાનો હતો. તે એક અધિકૃત વિક્રેતા પાસેથી મેળવવામાં આવ્યો હતો જે ફક્ત સ્પાઇસજેટને જ નહીં પરંતુ એરપોર્ટ પર કાર્યરત અન્ય ઘણી એરલાઇન્સ તેમજ ટર્મિનલની અંદરના ગ્રાહકોને પણ પેકેજ્ડ ફૂડ સપ્લાય કરે છે."

"સ્ટાફ પ્રત્યે બતાવવામાં આવેલું વર્તન અસ્વીકાર્ય છે"

સ્પાઇસજેટે તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, "અમારા ગ્રાઉન્ડ સ્ટાફ તેમની જવાબદારીઓ પુરી લગન અને તેમની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ નિભાવે છે. વીડિયોમાં કેદ થયેલી ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને અમારા સ્ટાફ પ્રત્યે બતાવવામાં આવેલું વર્તન અસ્વીકાર્ય અને નિંદનીય છે. જેમ સ્પષ્ટપણે દેખાય છે, સ્પાઇસજેટનો ગ્રાઉન્ડ સ્ટાફ મૌખિક દુર્વ્યવહાર અને બિનજરૂરી શારીરિક વર્તનનો ભોગ બનવા છતાં નમ્ર, આદરણીય અને વ્યાવસાયિક રહ્યો. અમે અમારા કર્મચારીઓ સાથે મજબૂત રીતે ઉભા છીએ અને તેમની સામે કોઈપણ પ્રકારના દુર્વ્યવહાર અથવા આક્રમકતાની નિંદા કરીએ છીએ." મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના સ્પાઇસજેટની ફ્લાઇટ SG-8124 સાથે સંબંધિત છે, જે દિલ્હી જઈ રહી હતી અને 7 કલાકથી વધુ મોડી પડી હતી, જેના કારણે મુસાફરો હતાશ અને થાકી ગયા હતા.

 

 

 

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.