- National
- મહારાજા હરિ સિંહ પર ટિપ્પણી કરીને ફસાયા ખાન સર, એવું શું બોલી ગયા કે થઈ રહ્યો છે હોબાળો; લોકોમાં ભાર...
મહારાજા હરિ સિંહ પર ટિપ્પણી કરીને ફસાયા ખાન સર, એવું શું બોલી ગયા કે થઈ રહ્યો છે હોબાળો; લોકોમાં ભારે રોષ
મહારાજા હરિ સિંહ પર ટિપ્પણી કરવાના વિરોધમાં રાષ્ટ્રીય બજરંગ દળે સોશિયલ મીડિયા પર લોકપ્રિય ખાન સરની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકર્તાનું કહેવું છે કે ખાન સરે જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિ સિંહ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી અને તેમને કોઈપણ હાલતમાં સહન નહીં કરી શકાય. પ્રદેશ અધ્યક્ષ રાકેશ બજરંગીએ કહ્યું કે ખાન સરને જમ્મુ-કાશ્મીરના મહારાજા અને તેમની દૂરદૃષ્ટિ બાબતે કોઈ જ્ઞાન નથી. તેણે મહારાજા પર જે ટિપ્પણી કરી છે, તેનાથી ડુગ્ગર સમુદાય દુઃખી થયો છે. એક રીતે, ખાન સરે ડોગરા શાસકનું અપમાન કર્યું છે.
પ્રશાસનનું કામ છે કે ખાન સર વિરુદ્ધ કેસ નોંધે અને તેમને જેલમાં નાખવામાં આવે છે. ડોગરા લોકો મહારાજા હરિ સિંહ વિરુદ્ધ કોઈપણ પ્રકારના નિવેદનને સહન નહીં કરે. ખાન સર પહેલા જમ્મુ-કાશ્મીરના ઇતિહાસ અને મહારાજાના વિચારો પર અભ્યાસ કરીને આવે અને પછી કોઈ ટિપ્પણી કરે. મહારાજા વિરુદ્ધ તેમણે જે ટિપ્પણી કરી છે તેના માટે માફી માગે. શિક્ષક અને યુટ્યુબર ખાન સરની મહારાજા હરિ સિંહ બાબતે ટિપ્પણી પર ડોગરા રાજવી પરિવારની કુંવારી રીતુ સિંહે કહ્યું કે, ગઈકાલે હું તેમના નિવેદન બાબતે વાંચી અને સાંભળી રહી હતી, અને મારું માનવું છે કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
https://twitter.com/aditi_tyagi/status/1943307718288105792
ખાન સર શું બોલ્યા હતા?
ખાન સરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘ખરેખર હરિ સિંહની ભૂલ એ હતી, એ બળદ વ્યક્તિએ કાશ્મીરને સ્વિત્ઝરલેન્ડ બનાવવું હતું. તેમના પરિવારની ઘણી મહિલાઓને-ઘણા સંબંધીઓને પાકિસ્તાન ઉઠાવી લઈ ગયું, ત્યારે તેમણે આત્મસમર્પણ કર્યું. એટલું જ નહીં ખાન સર હરિ સિંહની નિંદા કરતા ખૂબ આગળ નીકળી ગયા. તેમણે કહ્યું દેશ 15 ઓગસ્ટે સ્વતંત્ર થયો અને તેમણે 26 ઓક્ટોબર એટલે કે 2 મહિના બાદ આત્મસમર્પણ કર્યું. ખાન સરે હરિ સિંહને સ્વાર્થી પણ કહી નાખ્યા હતા.

