નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક હતું, જેણે આખા ગામને ઘણા કલાકો સુધી ગભરાટ અને મૂંઝવણમાં મૂકી દીધું હતું. ફાફુંદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં રહેતી એક યુવતીએ  ઘરેથી ભાગતા પહેલા, એક એવું સીન રચ્યું  કે, પરિવારજનો જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારને સ્તબ્ધ કરી દીધો. યુવતી તેના પ્રેમી સાથે ઘરેથી નીકળી ગઈ, પરંતુ તેના પલંગ પર સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર છોડી ગઈ, જેથી એવી અફવા ફેલાઈ ગઈ કે તે નાગિન બની ગઈ છે.

ઘટના એ સમયે સામે આવી, જ્યારે છોકરી સવારે લાંબા સમય સુધી તેના રૂમમાંથી બહાર ન આવી. તેના પરિવારને શંકા ગઈ અને તેઓ તેના રૂમમાં દોડી ગયા. દરવાજો ખુલતા જ તેઓ અંદરથી જોઈને સ્તબ્ધ થઈ ગયા. બેડના કપડાંમાં લપેટાયેલ લગભગ 5 ફૂટ લાંબા સાંપની ચામડી પલંગ પર પડી હતી. નજીકમાં બંગડીઓ અને સિંદૂર પણ પડેલા હતા. છોકરી રૂમમાં હાજર નહોતી. થોડી જ વારમાં, આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. જેણે પણ આ દૃશ્ય જોયું કે સાંભળ્યું તે સ્તબ્ધ થઈ ગયું. ગામમાં એવી વાત ફેલાઈ ગઈ કે છોકરી કોઈ રહસ્યમય શક્તિ સાથે જોડાયેલી હતી, કેટલાક લોકોએ તો એવું પણ કહેવાનું શરૂ કરી દીધું કે તે સાંપમાં પરિવર્તિત થઈ ગઈ છે અને માનવ સ્વરૂપ છોડીને જતી રહી.

women2
statemirror.com

જોત-જોતામાં આ વાત આખા ગામમાં જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. આનાથી ડરીને, કેટલાક લોકો છોકરીના ઘરથી દૂર રહેવા લાગ્યા. મહિલાઓએ ઘરોમાં પૂજા-પાઠ કરવા લાગી. બાળકો ગભરાઈ ગયા. કોઈ સમજી શક્યું નહીં કે આ અંધશ્રદ્ધા છે, ચમત્કાર છે કે કંઈક અણધાર્યું છે. પરિસ્થિતિ વધુ વણસતી જોઈને, પરિવારે 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી. માહિતી મળતા જ ફાફુંદ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી.

પોલીસે સૌથી પહેલા રૂમની તપાસ કરી. પલંગ પર રાખેલી ચામડી, કપડાં અને અન્ય સામાનની તપાસ કરવામાં આવી. શરૂઆતમાં, પોલીસ સાવધ રહી, પરંતુ જેમ-જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ-તેમ કહાની પરથી પડદો હટવા લાગ્યો. મહિલાના રૂમમાં તેમને સંઘર્ષ કે બળજબરીનો કોઈ સંકેત મળ્યો નહીં. ઘરની બહાર પણ કંઈ શંકાસ્પદ નહોતું. ત્યારબાદ, પોલીસે મહિલાના મોબાઇલ ફોનમાંથી માહિતી એકત્રિત કરી અને તેને સર્વેલન્સ પર મૂક્યો.

તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે મહિલા એક જ ગામના એક યુવાન સાથે સંબંધમાં હતી. બંને ઘણા સમયથી સંપર્કમાં હતા, પરંતુ તેમના પરિવારો તેમના સંબંધથી નાખુશ હતા. એટલે, તેઓ ભાગી જવાનો રસ્તો શોધી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ શંકા ટાળવા અને મામલો રહસ્યમય બનાવવા માટે જાણી જોઈને આ આખું નાટક કર્યું હતું. યુવતીએ પહેલા જ સંપની ચામડી ભેગી કરી હતી, તેને તેના કપડામાં લપેટી હતી અને તેને તેના પલંગ પર મૂકી હતી. સાથે જ બંગડીઓ અને સિંદૂર પણ છોડી દીધી, જેથી જોનારાઓને લાગે કે આ કોઈ સામાન્ય ગુમ નથી.

nagin
aajtak.in

કેટલાક લોકોનું કહેવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ અંધશ્રદ્ધા પ્રચલિત છે. યુવતીએ આ માનસિકતાનો ઉપયોગ કર્યો. પોલીસનું માનવું છે કે તેને અંદાજ હતો કે સાંપની ચામડી જોઈને લોકો કહાણીઓ બનાવશે અને જે વાસ્તવિક પ્રશ્ન- તે ક્યાં ગઈ? પાછળ છૂટી જશે. સવારે, જ્યારે પરિવારના સભ્યો અને ગ્રામજનોએ ચામડી જોઈ, ત્યારે થોડીવારમાં જ નાગિન બનવાની અફવાઓ ફેલાઈ ગઈ. આ દરમિયાન, યુવતી તેના પ્રેમી સાથે ગામ છોડીને ખૂબ દૂર નીકળી ચૂકી હતી

પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ, પરિવારે શરૂઆતમાં કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું. કદાચ તેમને પણ સમજણ પડી રહી નહોતી કે તેમની પુત્રીના પગલાને કેવી રીતે બતાવવામાં આવે  બાદમાં, જ્યારે પોલીસે તેમની કડક પૂછપરછ કરી, ત્યારે તેમણે યુવતીના પ્રેમ સંબંધની કબૂલાત કરી. ત્યારબાદ, યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

ફાફુંદ પોલીસ સ્ટેશનના અધિકારી અજય કુમારે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના કોઈ રહસ્યમય ઘટના નથી, પરંતુ એક સુનિયોજિત ફિલ્મ ડ્રામા છે. યુવતીનો મોબાઇલ ફોન સર્વેલન્સ પર મૂકવામાં આવ્યો છે અને તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. સ્ટેશન અધિકારીના જણાવ્યા મુજબ, ‘છોકરીએ જાણી જોઈને આ બધું કર્યું. ટૂંક સમયમાં જ તેને શોધી કાઢવામાં આવશે. ગામમાં નાગિન બનવાની ફેલાયેલી અફવા પૂરી રીતે પાયાવિહોણી છે.

About The Author

Top News

લગ્નના 7 મહિનામાં જ પતિનું દેવાળું નીકળી ગયું, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો 'સવા કરોડ રૂપિયા ચૂકવો અને છૂટાછેડા મેળવો'

સુપ્રીમ કોર્ટમાં હાલમાં જ છૂટાછેડા અને વૈવાહિક વિવાદ અંગે ખૂબ જ રસપ્રદ અને ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી. આ કેસમાં...
National 
લગ્નના 7 મહિનામાં જ પતિનું દેવાળું નીકળી ગયું, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો 'સવા કરોડ રૂપિયા ચૂકવો અને છૂટાછેડા મેળવો'

ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

આપણા વેદોમાં શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યા છે. એટલે કે શબ્દએ ઇશ્વરનો રૂપ છે. શબ્દના ચાર પ્રકાર બતાવાય છે. પરા, ...
National 
ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

બાગપતમાં કિસાન દિવસની મીટિંગ દરમિયાન, એક વાંદરો અચાનક મીટિંગમાં પહોંચી ગયો હતો. ત્યારે એક ક્ષણનો પણ ખચકાટ કર્યા વિના...
National 
મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ

કેન્દ્ર સરકારે મહિલા અનામત કાયદામાં સુધારો કરતા સંસદમાં 3 મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે. આ બિલો પર આગામી 3 દિવસ...
National 
લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.