તિહાર જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર જેને રૂ. 217 કરોડ પરત કરવા તૈયાર છે, તે અદિતિ સિંહ કોણ છે?

સ્કેમર સુકેશ ચંદ્રશેખરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સ્પેશિયલ જજ (ASJ) પ્રશાંત શર્મા સમક્ષ અરજી દાખલ કરી છે. આ અરજીમાં સુકેશે જણાવ્યું હતું કે તે રૂ. 200 કરોડના ખંડણી કેસમાં ફરિયાદી અદિતિ સિંહને રૂ. 217 કરોડ ચૂકવવા તૈયાર છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ આ ઓફર તેમના કાનૂની અધિકારોને નુકસાન પહોંચાડ્યા વિના કરી રહ્યા છે અને તેને અપરાધ કબૂલાત તરીકે સમજવામાં ન આવે. સુકેશે જણાવ્યું હતું કે, પૈસા આપવાની ઓફરનો મતલબ એવો ન માનવામાં આવે કે, તેઓ ખુદને ગુનેગાર માની રહ્યો છે, પરંતુ તે બીજા અન્ય કારણોસર આ પગલું ભરી રહ્યો છે.

Sukesh-Chandrashekhar3
aajtak.in

અહીં તમને બતાવી દઈએ કે, સુકેશ ચંદ્રશેખરે તિહાર જેલમાં રહીને રૂ. 200 કરોડથી વધુની છેતરપિંડી અને ખંડણી કરી હતી. સુકેશે PM, ગૃહ પ્રધાન અને કાયદા મંત્રાલયના નકલી અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેણે અન્ય લોકોને ફસાવવા માટે છેતરપિંડીનો ઉપયોગ કર્યો હતો. તેણે પાર્ટી ફંડમાં 200 કરોડ રૂપિયા જમા કરાવવાનું વચન આપીને કથિત રીતે છેતરપિંડી કરી હતી. 7 ઓગસ્ટના રોજ તેમના વિરુદ્ધ સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરું અને છેતરપિંડીના આરોપ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર શિવેન્દ્ર મોહનની પત્ની અદિતિ સિંહે ફરિયાદ નોંધાવી હતી. FIR મુજબ, અદિતિએ જણાવ્યું હતું કે, તેનો પતિ શિવેન્દ્ર મોહન ઓક્ટોબર 2019થી જેલમાં છે. અદિતિનો દાવો છે કે, 200 કરોડ રૂપિયાની જબરજસ્તીથી વસુલાત અને છેતરપિંડી 2020થી 2021ની વચ્ચે કરવામાં આવી હતી.

અદિતિના જણાવ્યા મુજબ, તેમને પહેલા એક મહિલાનો ફોન આવ્યો હતો જેણે કહ્યું હતું કે કાયદા મંત્રાલયના સચિવ અનુપ કુમાર તેમની સાથે વાત કરશે. ત્યાર પછી, તેમના પર અનુપ હોવાનો દાવો કરતો બીજો એક ફોન આવ્યો. તેમણે દાવો કર્યો હતો કે, તેમને મદદ કરવા માટે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન, સરકાર ઇચ્છતી હતી કે, તેઓ સરકાર સાથે કામ કરે, કારણ કે તેમના પતિ આરોગ્યસંભાળ ક્ષેત્રમાં કામ કરતા હતા. ત્યારપછી તે જ વ્યક્તિએ ફરીથી ફોન કરીને કહ્યું, 'હું સ્પીકર પર ફોન રાખું છું અને ગૃહમંત્રી અમિત શાહ મારી સાથે છે. પછી, અનુપે ફરીથી ફોન કર્યો, અને ટ્રુકોલર પર PMOના સલાહકાર PK મિશ્રા તરીકે નંબર દર્શાવતો હતો.

Sukesh-Chandrashekhar
aajtak.in

અનુપ (તેમને બતાવવામાં આવેલું નામ)એ કહ્યું, 'જુનિયર અભિનવનો સંપર્ક કરો અને તમારા પતિના કેસ સંબંધિત બધા દસ્તાવેજો મંગાવ્યા જેથી તેમને જેલમાંથી મુક્ત કરી શકાય.' ત્યારપછી, અભિનવે ટેલિગ્રામ દ્વારા અનુપનો સંપર્ક કર્યો, અને અનુપનો અંડરસેક્રેટરી હોવાનો દાવો કર્યો. તેમણે તેમને ખાતરી આપી કે સરકાર મદદ કરશે, પરંતુ આ મામલો જાહેર ન થવો જોઈએ. ગુપ્તચર એજન્સીઓ આના પર નજર રાખી રહી છે. વરિષ્ઠ સરકારી અધિકારીઓ પોતે પણ લેન્ડલાઇન પર વાત કરે છે. દેશના ઘણા અગ્રણી બિઝનેસ હાઉસ તેમના રક્ષણ હેઠળ છે.

About The Author

Related Posts

Top News

દાદાની કલેક્ટરોને સ્પષ્ટ વાત AC ચેમ્બર છોડી ફિલ્ડમાં જાઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે લોકો તેમને દાદાના નામે પણ ઓળખે છે. દાદાને મૃદુ સ્વભાવના સાવ નિખાલસ અને ધાર્મિક માણસ...
Governance 
દાદાની કલેક્ટરોને સ્પષ્ટ વાત AC ચેમ્બર છોડી ફિલ્ડમાં જાઓ

વ્યારાનો છોકરો અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જજ બની ગયો

ભારતીય અમેરિકન ન્યાયાધીશ સંજય ઠાકોરભાઇ ટેલરની ઇલિનોયસ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણુંક કરવામાં આવી છે અને 30 જાન્યુઆરીએ તેઓ તેમનું...
World 
વ્યારાનો છોકરો અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જજ બની ગયો

ગુજરાતમાં મારુતિ 35,000 કરોડનું રોકાણ કરશે, 12 હજાર નોકરીઓ મળશે

ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્રની દિગ્ગજ કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) ફરી એકવાર ગુજરાતમાં ઇતિહાસ રચવા જઈ રહી છે. કંપનીએ ગુજરાતમાં...
Business 
ગુજરાતમાં મારુતિ 35,000 કરોડનું રોકાણ કરશે, 12 હજાર નોકરીઓ મળશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-01-2026 વાર- મંગળવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.