- National
- ‘મોમોઝ ખાવા હોય તો સોનું લઈ આવ...’, બાળકે ઘરમાંથી 86 લાખના ઘરેણા ચોરીને દુકાનદારને આપી દીધા; ગજબની છ...
‘મોમોઝ ખાવા હોય તો સોનું લઈ આવ...’, બાળકે ઘરમાંથી 86 લાખના ઘરેણા ચોરીને દુકાનદારને આપી દીધા; ગજબની છે કહાની
ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કેટલાક મોમો વિક્રેતાઓ પર એક બાળકને લલચાવીને તેના ઘરમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાં હડપવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના રામપુર કારખાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પીડિત પરિવારની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
ભગવાનપુર તિવારી ગામના રહેવાસી અને વારાણસીના એક મંદિરના પૂજારી વિમલેશ મિશ્રાએ પોલીસને જણાવ્યું કે તેનો પુત્ર દેવરિયામાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. પરિવારનો આરોપ છે કે ડુમરી ચોકડી પર મોમોનો સ્ટોલ ચલાવતા કેટલાક યુવાનોએ બાળકને મોમોનું ખવડાવવાની લાલચ આપીને પોતાના પ્રભાવમાં લઈ લીધો. બાળકની મોમો ખાવાની આદત હતી, જેનો ફાયદો ઉઠાવીને તેને લલચાવવામાં આવ્યો હતો.
પરિવારના જણાવ્યા મુજબ, આ લાલચમાં ફસાઈને બાળકે ઘરના કબાટમાંથી ઘરેણાં કાઢીને આરોપીઓને આપી દીધા. પિતાનું કહેવું છે કે ચોરાયેલા ઘરેણાંની કિંમત લગભગ 86 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે આ ઘરેણાં તેની બહેન અને તેના પોતાના હતા, અને તેને સુરક્ષિત રીતે કબાટમાં રાખવામા આવ્યા હતા.
આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે રવિવારે જ્યારે તેની બહેને તેના ઘરેણાં માંગ્યા. કબાટ ખોલ્યો તો ઘરેણાં ગાયબ હતા. પરિવાર ચોંકી ગયો. પૂછપરછ દરમિયાન, પુત્રએ જણાવ્યું હતું કે તેણે મોમોના બદલામાં દુકાનદારને ઘરેણાં આપ્યા હતા. પિતાનો આરોપ છે કે, આ સમગ્ર મામલે 3 યુવક સામેલ છે, જેમણે બાળકની નિર્દોષતાનો લાભ ઉઠાવ્યો.
પીડિતાએ રામપુર કારખાના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે આટલી મોટી માત્રામાં ઘરેણાં ગાયબ થવાને કારણે પરિવાર ઘેરા આઘાત અને આર્થિક સંકટમાં છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દેવેન્દ્ર કુમાર સિંહનું કહેવું છે કે, FIR નોંધવામાં આવી છે. ચોરાયેલા ઘરેણાંની કિંમત 85-86 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. બાળકની પણ પૂછપરછ કરવામાં આવી છે, જેથી પૂરું સત્ય સામે આવી શકે.

