- National
- સાળીએ કાનની બુટ્ટી ગીરવે મૂકી બનેવીની જ સોપારી આપી દીધી... રીલ જોઈને બનાવ્યો પ્લાન
સાળીએ કાનની બુટ્ટી ગીરવે મૂકી બનેવીની જ સોપારી આપી દીધી... રીલ જોઈને બનાવ્યો પ્લાન
નરસિંહપુર જિલ્લામાં પોલીસે એક હત્યાનું રહસ્ય ઉકેલી નાખ્યું છે. આ હત્યા ગેરકાયદેસર સંબંધ અને ત્યારપછી કરવામાં આવેલા બ્લેકમેલિંગથી થઈ હતી. પોલીસે મૃતકની સાળી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, પરિણીત મહિલાએ સોશિયલ મીડિયા પર હત્યાના વીડિયો જોયા પછી તેના બનેવીને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.
SP ડૉ. ઋષિકેશ મીણાએ જણાવ્યું હતું કે, 25 ઓક્ટોબરના રોજ જલશા હોટલ નજીકથી સૃજન સાહુ નામનો એક વ્યક્તિ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. તપાસ દરમિયાન, CCTV ફૂટેજથી પોલીસને સંકેત મળ્યા હતા. ત્રણ ખાસ ટીમોએ મળીને તપાસ હાથ ધરી હતી, જેના કારણે બે આરોપીઓ અને એક સગીરની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ સૃજનને જંગલમાં લઈ ગયા હતા, અને તેને છરીના ઘા મારીને મારી નાખ્યો હતો ત્યાર પછી મૃતકને પથ્થરો નીચે દાટી દીધો હતો.
આરોપી નિધિ સાહુએ જણાવ્યું હતું કે, તેના બનેવી સૃજન સાહુ સાથે તેના ગેરકાયદેસર સંબંધો હતા. તે લગ્ન પહેલાના વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરી રહ્યો હતો. આ દરમિયાન, નિધિના પાંચ મહિના પહેલા લગ્ન થઇ ગયા હતા અને તે સંબંધને ખતમ કરવા માંગતી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર રીલ્સ અને આઈડિયા જોયા પછી, પરેશાન મહિલાએ હત્યાનું કાવતરું ઘડ્યું. ત્યાર પછી તેણે બે છરીઓ ખરીદી અને તેને તેના પલંગ નીચે છુપાવી દીધી. ત્યારપછી નિધિએ તેના પરિચિત સાહિલને રૂ. 50,000માં મારવાની સોપારી આપી હતી, જેમાં તેને રૂ. 10,000 અગાઉથી અને તેની કાનની સોનાની બુટ્ટીઓ આપી.
25 ઓક્ટોબરના રોજ બપોરે, નિધિએ તેના બનેવી, સૃજનને ફરવા જવા માટે બોલાવ્યો હતો. તેઓ શિફ્ટ કારમાં જંગલ તરફ ગયા. જ્યારે સૃજને પૂછ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે, ત્યારે સાહિલે કહ્યું કે, તેને આગળ રસ્તામાંથી બીજા સાથીને લેવાનો છે. આગળ વધતા સૃજન જે ગાડી ચલાવી રહ્યો હતો, ત્યારે નિધિએ તેના ગળામાં ત્રણ વાર છરી મારી, ત્યારપછી સાહિલે પણ છરીથી હુમલો કર્યો. મારી નાંખ્યા પછી, આરોપીએ મૃતકને જંગલમાં પથ્થરોની નીચે દાટી દીધો.
પોલીસ અધિક્ષક ડૉ. ઋષિકેશ મીણાએ જણાવ્યું કે, મુગવાણી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો રિપોર્ટ મળ્યો હતો. તપાસ દરમિયાન, મૃતકના મોબાઇલ ફોનનું લોકેશન જંગલમાં મળી આવ્યું. CCTV ફૂટેજમાં શિફ્ટ કારમાં એક માસ્ક પહેરેલી મહિલા દેખાઈ, જેમની ઓળખ પાછળથી નિધિ અને સાહિલ તરીકે થઈ.
જંગલમાં મૃતદેહો શોધવા માટે ત્રણ ખાસ ટીમોએ દિવસ-રાત કામ કર્યું. ડોગ સ્ક્વોડ દ્વારા છરીઓ શોધવામાં પણ મદદ મળી. પોલીસ અધિક્ષક ડૉ. મીણાએ આ ખુલાસો કરનારી ટીમને રૂ. 10,000નું ઇનામ આપ્યું.

