બીમારી એવી છે કે 5 વર્ષથી તળાવમાં જિંદગી વિતાવવા મજબૂર 16 વર્ષીય ઇકબાલ, ભયાનક છે કહાની

એક તરફ દુનિયા આધુનિક ચિકિત્સા અને ટેકનોલોજીની નવી ઊંચાઈઓ સર કરી રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાંથી એક એવી ભયાનક અને હૃદયદ્રાવક તસવીર સામે આવી છે, - જે આપણી સમગ્ર આરોગ્યસંભાળ વ્યવસ્થા વિશે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. અહીં, 16 વર્ષીય ઇકબાલ લગભગ પાંચ વર્ષથી પોતાનું ઘર છોડીને તળાવના પાણીમાં રહેવા મજબૂર છે.

સ્થાનિકોના મતે, ઇકબાલ પોતાની ઇચ્છાથી કે વિશ્વ રેકોર્ડ બનાવવા માટે પાણીમાં રહેતો નથી; પરંતુ આ તેની મજબૂરી અને અનંત યાતનાની કહાની છે. ઇકબાલનું કહેવું છે કે જેવો જ તે પાણીમાંથી જમીન પર પગ મૂકે છે, ત્યારે એક અસહ્ય અને તીવ્ર બળતરા શરૂ થઇ જાય છે.

2

જાગૃતિ અને યોગ્ય તબીબી સલાહના અભાવે ઇકબાલ અને તેનો પરિવાર તેની સ્થિતિ માટે એક જીન, પરી અથવા કોઈ અદ્રશ્ય અલૌકિક શક્તિના પ્રભાવને જવાબદાર માને છે. જોકે, ઇકબાલ કહે છે કે પાણીમાં પ્રવેશતાની સાથે જ તેને તીવ્ર બળતરાથી તાત્કાલિક રાહત મળે છે. આ જ કારણ છે કે, છેલ્લા પાંચ વર્ષથી બેલડાંગા શહેરના વિવિધ તળાવો તેનું ઘર બની ગયા છે.

સતત અનેક દિવસો અને મહિનાઓ સુધી 24 કલાક પાણીમાં રહેવાથી ઇકબાલના શરીર પર જીવલેણ અસર પડી રહી છે. પાણીના સતત સંપર્કમાં રહેવાથી તેના હાથ, પગ અને આખા શરીરની ત્વચા નરમ સંપૂર્ણપણે સફેદ પડી ચૂકી છે. દિવસ-રાત પાણીમાં રહેવાથી તેને સતત ગંભીર શરદી, ઉધરસ અને ન્યૂમોનિયાના લક્ષણોનો સામનો કરવો પડે છે. તળાવ પાસે ભેગા થતા શાળાના બાળકો અને સ્થાનિક લોકો દયાભાવથી તેને બિસ્કિટ, ચૂડા અને અન્ય ખાદ્ય પદાર્થો ફેંકીને આપે છે; જેને ખાઈને જીવે છે.

3

ઇકબાલનો આરોપ છે કે તેણે શરૂઆતમાં સ્થાનિક બ્લોક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (BPHC) બતાવ્યું હતું પરંતુ ત્યાં કોઈ નક્કર સહાય કે વિશેષ સારવાર ન મળી. ઇકબાલનો પરિવાર અત્યંત ગરીબ છે, જેના કારણે તેઓ કોઇ મોટા શહેરો અથવા ખાનગી હોસ્પિટલોમાં નિષ્ણાત ડૉક્ટરોને બતાવવામાં સંપૂર્ણપણે અસમર્થ છે.

જોકે, ઇકબાલની સ્થિતિ જોઈને સ્થાનિક રહેવાસીઓ અને યુવાનોમાં ઊંડી ચિંતા ફેલાઈ ગઈ છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે આ પ્રકારે પાણીમાં રહેતા આ માસૂમ ક્યાં સુધી જીવી શકશે? સ્થાનિક લોકો હવે તેની સારવાર માટે ફંડ એકત્ર કરીને વહીવટીતંત્રને મદદ માટે અપીલ કરી રહ્યા છે.

તબીબી નિષ્ણાતોના મતે, પાણીમાં રહેવાની આ મજબૂરી કોઈ 'અદૃશ્ય શક્તિ'ને કારણે નહીં, પરંતુ કોઇ દુર્લભ ત્વચા અથવા ન્યૂરોલોજીકલ સ્થિતિનું પરિણામ હોઇ શકે છે, જેમાં હવાના અથવા તાપમાનના સંપર્કમાં આવતા સ્કીન નસોમાં અતિશય બળતરા થાય છે. નિષ્ણાતો દ્વારા સમયસર સારવાર ન મળે તો, મલ્ટીઓર્ગન ફેલિયર અથવા ગંભીર સેપ્સિસ જેવા જીવલેણ જોખમો થઇ શકે છે.

About The Author

Top News

ઝારખંડ વિધાનસભા ઘેરાવ: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, ભાજપના નેતાઓ પણ વિરોધમાં જોડાયા

ઝારખંડના રાંચીમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં ગડબડના વિરોધમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિધાનસભા નજીક પહોંચી ગયા હતા. ત્યાં જ ધરણા શરૂ...
National 
ઝારખંડ વિધાનસભા ઘેરાવ: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, ભાજપના નેતાઓ પણ વિરોધમાં જોડાયા

બીમારી એવી છે કે 5 વર્ષથી તળાવમાં જિંદગી વિતાવવા મજબૂર 16 વર્ષીય ઇકબાલ, ભયાનક છે કહાની

એક તરફ દુનિયા આધુનિક ચિકિત્સા અને ટેકનોલોજીની નવી ઊંચાઈઓ સર કરી રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાંથી...
National 
બીમારી એવી છે કે 5 વર્ષથી તળાવમાં જિંદગી વિતાવવા મજબૂર 16 વર્ષીય ઇકબાલ, ભયાનક છે કહાની

સુરતની 22 વર્ષની વન્યાએ ફિનલેન્ડમાં વગાડ્યો ગુજરાતનો ડંકો, વિશ્વની ટોચની મ્યુઝિક એકેડમીમાં મળ્યું એડમિશન

Gen Zની ઓળખ સામાન્ય રીતે સોશિયલ મીડિયા, ડિજિટલ દુનિયા અને નવી ટેક્નોલોજી સાથે જોડાય છે. પરંતુ સુરતની 22 વર્ષની વન્યા...
Education 
સુરતની 22 વર્ષની વન્યાએ ફિનલેન્ડમાં વગાડ્યો ગુજરાતનો ડંકો, વિશ્વની ટોચની મ્યુઝિક એકેડમીમાં મળ્યું એડમિશન

મહારાષ્ટ્રમાં 124 ગામોને ભેગા કરીને બનશે નવું શહેર, નામ અપાયું મુંબઈ 3.0

મહારાષ્ટ્ર સરકારે મુંબઈની બહાર એક નવું અર્બન અને ઈકોનોમિક હબ બનાવવા તરફ મક્કમ પગલું ભર્યું છે. પ્રસ્તાવિત 323 ચોરસ કિલોમીટરના...
Business 
મહારાષ્ટ્રમાં 124 ગામોને ભેગા કરીને બનશે નવું શહેર, નામ અપાયું મુંબઈ 3.0
Copyright (c) Khabarchhe All Rights Reserved.