વિદ્યાર્થીને શિક્ષકની દીકરી સાથે થઈ ગયો પ્રેમ, મંદિરમાં લગ્ન કરી લીધા તો મચી ગયો હોબાળો

બિહારના જમુઈમાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થીને ટ્યૂશન જવા દરમિયાન પોતાના જ શિક્ષકની દીકરી સાથે પ્રેમ થઈ  ગયો, ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા અને હવે તેઓ સુરક્ષા માટે અનુરોધ કરી રહ્યા છે. હકીકતમાં, અલીગંજ વિસ્તારમાં ટ્યૂશન દરમિયાન શરૂ થયેલી આ પ્રેમ કહાની 8 વર્ષ બાદ લગ્નના પડાવ સુધી પહોંચી ગઈ, પરંતુ હવે આ પ્રેમી યુગલ પોતાના પરિવારથી જ જીવનું જોખમ અનુભવી રહ્યું છે અને પોલીસ પાસેથી સુરક્ષાની માગ કરી રહ્યું છે. મામલાની શરૂઆત વર્ષ 2017માં થઈ હતી, જ્યારે અલીગંજ બજારમાં ચા વેચનાર અનિલ રામનો પુત્ર રાજીવ કુમાર ટ્યૂશન માટે શિક્ષક જિતેન્દ્ર કુમાર પાંડેના ઘરે જતો હતો. ત્યાં જ, તે તેની પુત્રી ગુડિયા સાથે નજીકતા વધી અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. બંને અલગ-અલગ જાતિના હતા, જેના કારણે ગુડિયાના પરિવારજનો આ સંબંધ વિરુદ્ધ હતા. તેમણે ગુડિયા પર નજર રાખવાનું શરૂ કરી દીધું અને તેના પર જાત જાતના પ્રતિબંધો લગાવવાના ચાલું કરી દીધા હતા. તેને અત્યાચારિત પણ કરવામાં આવતી હતી.

Jamui Love Story
hindustantimes.com

ગુડિયાના જણાવ્યા મુજબ, તેને ખાવાનું પણ આપવામાં આવતું નહોતું અને ઘરમાં કેદ રાખવામાં આવતી હતી. તેણે કહ્યું કે, રાજીવ તેના અભ્યાસનો બધો ખર્ચ ઉઠાવતો હતો અને તેનો પૂરો ખ્યાલ રાખતો હતો. અત્યાચારથી કંટાળીને બંનેએ 17 માર્ચ 2025ના રોજ દેવઘર મંદિરમાં લગ્ન કરી લીધા હતા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ, જેના કારણે મામલો ગરમાયો. ત્યારબાદ, ગુડિયાના પરિવારજનોએ પ્રેમી રાજીવના પિતા અનિલ રામ વિરુદ્ધ ખોટો કેસ દાખલ કર્યો. રાજીવનો આરોપ છે કે, પોલીસે તેના પિતાને કસ્ટડીમાં લઈને છોડવા માટે 10,000 રૂપિયાની માગણી કરી હતી, જેને ચૂકવ્યા બાદ છોડવામાં આવ્યો હતો.

Jamui Love Story
aajtak.in

લગ્ન બાદ, બંનેને જીવથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી, જેના કારણે તેઓ છેલ્લા ઘણા દિવસોથી છુપાઈને રહેતા હતા. આખરે બંનેએ જમુઈના SP મદન કુમાર આનંદને મળીને સુરક્ષા અને ન્યાયની માગ કરી હતી. SPના નિર્દેશ પર, કલમ 164 હેઠળ ગુડિયાનું નિવેદન નોંધવામાં આવ્યું અને કોર્ટના આદેશ પર, તેને રાજીવના પરિવારને સોંપી દેવામાં આવી. પ્રેમી યુગલ હવે પ્રશાસન પાસેથી રક્ષણની માગ કરી રહ્યું છે.

Top News

સમર વેકેશન પછી બાળકો આળસુ ન બની જાય તે માટે ટિપ્સ આપે છે ડૉ.ગરિમા મહેતા

ગરમીની રજાઓ બાળકો માટે મોજમસ્તી, આરામ અને તાજગી લાવવાનો સમય હોય છે. પરંતુ ઘણીવાર વધુ છૂટછાટને લીધે જ્યારે સ્કૂલ...
Charcha Patra 
સમર વેકેશન પછી બાળકો આળસુ ન બની જાય તે માટે ટિપ્સ આપે છે ડૉ.ગરિમા મહેતા

બલુચિસ્તાનની પાછળ કેમ પડી ગયું છે ચીન, જાણવા મળ્યું સાચું કારણ

પાકિસ્તાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ એટલે કે બલુચિસ્તાન છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની રહ્યો છે. કારણ છે એક અલગ...
National 
બલુચિસ્તાનની પાછળ કેમ પડી ગયું છે ચીન, જાણવા મળ્યું સાચું કારણ

કેન્સર આપણને બધાને સ્પર્શે છેઃ USAના પૂર્વ રાષ્ટ્રપતિને ચોથા સ્ટેજનું કેન્સર, પહેલા પુત્ર અને પત્ની પણ...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન  માટે કૅન્સર સામેની લડત માત્ર નીતિ કે કાર્યક્રમ જ નહીં પરંતુ  આ તેમની જીવનભરની કૌટુંબિક...
Charcha Patra 
કેન્સર આપણને બધાને સ્પર્શે છેઃ USAના પૂર્વ રાષ્ટ્રપતિને ચોથા સ્ટેજનું કેન્સર, પહેલા પુત્ર અને પત્ની પણ...

‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર જાતિગત સર્વેક્ષણને લઈને ફૂંકી-ફૂંકીને પગલાં ભરી રહી છે. મુદ્દો પોતાના નેતા રાહુલ ગાંધીનો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન...
National  Politics 
‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.