કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, મેટિંગ દરમિયાન ઈજાના કારણે ગયો જીવ

મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થઈ ગયુ છે. મળતી માહિતી અનુસાર, અંદરો અંદરની લડાઈમાં માદા ચિત્તા દક્ષાનું મંગળવારે મોત થઈ ગયું. દક્ષિણ આફ્રિકાના નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓ પૈકી અત્યારસુધીમાં ત્રણ ચિત્તાઓના મોત થઈ ચુક્યા છે. તેમા છ વર્ષનો ચિત્તો ઉદય પણ સામેલ છે, જેણે ગત મહિને જ દમ તોડ્યો છે. આ પહેલા કૂનો નેશનલ પાર્કમાં 23 એપ્રિલે છ વર્ષના ઉદય નામના ચિત્તાનું મોત થઈ ગયુ હતું.

સંબંધિત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટ અનુસાર, મંગળવારે સવારે 10 વાગ્યે કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા દક્ષા મોનિટરીંગ ગ્રુપને ઈજાગ્રસ્ત હાલતમાં મળી. ત્યારબાદ ડૉક્ટર્સે તેની સારવાર કરી પરંતુ, થોડીવાર બાદ બપોરે આશરે 12 વાગ્યે તેનું મોત થઈ ગયું. પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું કે, દક્ષાને બાડા નંબર 1માં છોડવામાં આવી હતી અને તેની પાસે બાડા નંબર 7માં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલો ચિત્તા કોયલિશન વાયુ અને અગ્નિને છોડવામાં આવ્યા હતા.

પ્રેસનોટમાં આગળ જાણકારી આપવામાં આવી છે કે, 30 એપ્રિલ, 2023ના રોજ થયેલી મીટિંગમાં બાડા સંખ્યા 7માં રહેલો ચિત્તા મેલ કોયલિશન અને વાયુને માદા ચિત્તા દક્ષાને ભેગા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ કારણે બાડા સંખ્યા 7 અને 1ની વચ્ચે ગેટ 1 મેના રોજ ખોલવામાં આવ્યો. ત્યારબાદ ચિત્તા મેલ કોયલિશન 6 મેના રોજ બાડા નંબર 7માંથી બાડા નંબર 1માં પ્રવેશ્યો. માદા ચિત્તા દક્ષા પર મળી આવેલા ઈજાના નિશાન સંભવતઃ મેટિંગ દરમિયાનના હોવાનું જાણવા મળે છે.

દક્ષિણ આફ્રિકા અને નામીબિયામાંથી લાવવામાં આવેલા કુલ 20 ચિત્તાઓમાંથી અત્યારસુધીમાં ત્રણ ચિત્તાઓ દમ તોડી ચુક્યા છે. કૂનો નેશનલ પાર્કમાં સૌથી પહેલા માદા ચિત્તા શાસાનું મોત થઈ ગયુ હતું. શાસા કૂનો નેશનલ પાર્કના વાતાવરણમાં પોતાને ઢાળી ના શકી અને બીમારીના કારણે તેનું મોત થઈ ગયું. હવે માત્ર 17 ચિત્તા જ બચ્યા છે.

કૂનો નેશનલ પાર્કના સુત્રોએ જણાવ્યું કે, જૂન મહિનાના અંત સુધી સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓને સુરક્ષિત વાડાબંધીમાંથી બહાર કાઢીને ખુલ્લા જંગલમાં છોડવાની તૈયારી કરવામાં આવી છે. 70 વર્ષ પહેલા વિલુપ્ત થઈ ચુકેલા ચિત્તાને ભારતમાં આબાદ કરવાના પ્રયાસો અંતર્ગત મધ્ય પ્રદેશ વન્યજીવ પ્રાધિકરણ મધ્ય પ્રદેશ કૂનો નેશનલ પાર્કના મુક્ત ફરવાના ક્ષેત્રોમાં પાંચ વધુ ચિત્તાને સેફ એનક્લોઝરથી છોડવા માટે તૈયાર છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.