અપ્રાકૃતિક સેક્સ અને બંધ રૂમમાં બેલ્ટથી માર, પરિણીતાએ પોલીસને સંભળાવી આપવીતિ

ગાઝિયાબાદના મસૂરી વિસ્તારમાં કરિયાવર માગણી પૂરી ન થવા પર પરિણીતા સાથે મારામારી કરીને ઘરમાંથી કાઢી મૂકવાની ઘટના સામે આવી છે. પરિણીતાએ પોતાના પરિવાર પર મારામારી અને અપ્રાકૃતિક સેક્સ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે તે 8 મહિનાની ગર્ભવતી હતી અને મરમારીથી તેનો ગર્ભપાત પણ થઈ ગયો. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે પતિ, સાસુ-સસરા, જેઠ અને નણંદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેનારી પરિણીતાના જણાવ્યા મુજબ, તેના લગ્ન 15 મે 2022ના રોજ મોદી નગરના એક ગામના રહેવાસી યુવક સાથે થયા હતા. આરોપ છે કે લગ્ન બાદ સાસરા પક્ષના લોકો આપવામાં આવેલા કરિયાવરથી સંતુષ્ટ નહોતા અને કરિયાવરમાં એક લાખ રૂપિયા રોકડ અને કારની માગણી કરવા લાગ્યા, જ્યારે પતિ કારના બદલે બાઇક માટે દબાવ બનાવવા લાગ્યો. કરિયાવરની માગણી પૂરી ન થવા પર સાસરાના લોકો તેના શારીરિક અને માનસિક ત્રાસ આપવા માગ્યા.

પરિણીતાનો આરોપ છે કે, પતિ તેની સાથે અપ્રાકૃતિક સેક્સ કરતો હતો અને વિરોધ કરવા પર રૂમમાં બંધ કરીને બેલ્ટથી મારતો હતો. સસરાવાળાઓ દ્વારા કરવામાં આવી રહેલી મારામારીથી તેનો 8 મહિનાનો ગર્ભપાત થઈ ગયો. તો, ટીલા મોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાએ પોતાના પતિ, સાસુ અને જેઠ પર કરિયાવર માટે અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો છે.

આરોપ છે કે, પતિ જેઠ અને સાસુ દ્વારા કરિયાવરની માંગ કરતા મારામારી કરીને ઘરથી કાઢી દીધી. આ અંગે ફરિયાદ ટીલા મોડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. થોડા અઠવાડિયા અગાઉ હરિયાણાના ગુરુગ્રામમાં પણ એવી જ એક ઘટના સામે આવી હતી. ગુરુગ્રામમાં નિવર્તામાન કાઉન્સિલરની વહુએ પતિ પર અપ્રાકૃતિક સેક્સ અને મારામારી કરવાનો આરોપ લગાવ્યો હતો.

સાથે જ સાસરાવાળાઓ પર કરિયાવર માગવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ ઘટના ગુરુગ્રામના પોશ વિસ્તારના સેક્ટર-15ની છે. અહીં મહિલાએ પોલીસને જણાવ્યું કે, કઇ રીતે તેના પતિ અભિનવ વશિષ્ઠે સુહાગરાતના દિવસે તેની સાથે બળજબરીથી અપ્રાકૃતિક સેક્સ કર્યો. પીડિતાએ જ્યારે વિરોધ કર્યો તો પતિએ તેની સાથે મારામારી કરી. પીડિતાએ કહ્યું કે, જ્યારે તેણે એ વાતની ફરિયાદ પોતાની સાસુને કરી તો તેણે પણ દીકરાનો જ પક્ષ લીધો અને કહ્યું કે, કેનેડાથી આવ્યો છે અને ત્યાં આ બધી સામાન્ય વાત છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.