હેવાનિયત: ચોરીની શંકામાં 2 બાળકોને પેશાબ પીવા મજબુર કરાયા, પ્રાઇવેટ પાર્ટમાં...

ઉત્તર પ્રદેશમાં જંગાલિયતની પરાકાષ્ઠા કહી શકાય તેવો એક વીડિયો સામે આવ્યો છે.હેવાનિયતને પણ શરમાવે તેવી ઘટનાની વિગત એવી છે કે 2 બાળકોને ચોરીની શંકાએ લોકોએ પહેલા તો બાળકોને ફટકાર્યા, એ પછી દોરડાથી હાથ બાંધીને પેશાબ પીવા માટે મજબુર કર્યા, તેમને તીખા મરચા ખવડાવ્યા. આ હેવાનો આટલેથી અટક્યા નહોતા. બાળકોના પેન્ટ ઉતારીને ઇંજેકશન પણ આપવામાં આવ્યા હતા. બાળકો ચિલ્લાતા રહ્યા હતા, પરંતુ આ જગંલીઓને કોઇ દયા આવી નહોતી. હવે પોલીસ સુધી આ વીડિયો પહોંચ્યો છે અને તપાસ શરૂ થઇ છે.

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં 2 બાળકોને ચોરીની શંકાએ પકડીને માર મારવામાં આવ્યો હતો. એક બાળક 10 વર્ષનો છે અને બીજો 15 વર્ષનો. બાળકોને ફટકારનાર હેવાનોએ  બંને બાળકોના હાથ બાંધી હતા અને એટલી હદે જંગાલિયત કરી હતી કે અહીં લખી શકાય તેમ પણ નથી.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ આ ઘટના 4 ઓગસ્ટની છે અને સિદ્ધાર્થનગરના કોનકટી ચાર રસ્તા પાસે આ ઘટના બનેલી છે.સોશિયલ મીડિયા પર વાયરલ  થયેલા વીડિયોમાં બંને બાળકો લીલા મરચા ખાતા અને બોટલમાં ભરેલો પેશાબ પીતા નજરે પડે છે. બાળકો પર અત્યાચાર ગુજારનારાઓના અવાજ પણ આવી રહ્યા છે. પેશાબ ન પીવા પર એ લોકો બાળકોને ધમકી પણ આપી રહ્યા છે.  બાળકો ડરના માર્યા બધું કરી રહ્યા છે. બાળકોને ઇંજેકશન પણ આપવામાં આવી રહ્યું છે. એ પછી બાળકોના પ્રાઇવેટ પાર્ટ પર મરચુ રગડવામાં આવ્યું ત્યારે બાળકો રીતસરના રડી રહ્યા હતા, પરંતુ આ રાક્ષસોને કોઇ દયા ન આવી.

બાળકો એટલા ડરી ગયા હતા કે આ ઘટનાની પરિવારજનોને પણ જાણ નહોતી કરી. આ તો વીડિયો વાયરલ થયો પછી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે પરિવારજનોને જાણ થઇ. બાળકોના પરિવારજનોએ 8 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે જણાવ્યું હતું કે તેઓએ બે બાળકો સામે વાંધાજનક કૃત્ય ના વિડિયોને તરત જ ધ્યાન પર લીધો હતો, જે સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સિદ્ધાર્થ નગરના એડિશનલ સુપ્રીન્ટેડન્ટ ઓફ પોલીસ સિદ્ધાર્થે જણાવ્યું કે આ કેસમાં સામેલ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.